ગીર સોમનાથ જિલ્લામાં આજે 15 કલાકના વિરામ બાદ વહેલી સવારથી જ ધોધમાર વરસાદ શરૂ થયો હતો. ત્યારે ગીર સોમનાથ જિલ્લાના કોડીનારમાં 2 ઈંચ, વેરાવળમાં દોઢ ઈંચ અને સુત્રાપાડામાં 1 ઈંચ વરસાદ પડ્યો હતો. વરસાદને પગલે ખેતરોમાં પાણી ભરાય ગયા હતા.
વાવણી કર્યા બાદ વરસાદ પડતાં ખેતરમાં ઉભા પાકને જીવનદાન મળ્યું છે અને ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. જૂનાગઢમાં પણ બપોર બાદ ધોધમાર વરસાદ શરૂ થયો હતો. ધોધમાર વરસાદથી બજારોમાં અને ખેતરોમાં પાણી ભરાય ગયા હતા.
છેલ્લા 2 દિવસથી પડી રહેલા વરસાદના કારણે કોડીનારના વેલણ ગામમાં નિચાણવાળા વિસ્તારમાં રહેતા લોકોને ભારે હાલાકી પડી હતી. પાણીનો નિકાલ ન થતા ઘર સામે ગોઠણસમા પાણી ભરાય ગયા હતા.સારા વરસાદથી ખેડૂતોમા ખુશીનો માહોલ.