ઈન્ડો યુએસ ફેલોશીપ ફોર વિમેન ઈન સ્ટેમ એવોર્ડ માટે
આર.કે. યુનિવર્સિટીના ડો. સેજલ શાહે શહેરનું ગૌરવ વધાર્યું છે. ઇન્ડો-યુએસ ફેલોશીપ ફોર વુમન ઇન સ્ટેમ એવોર્ડ માટે દેશની ટોપ ટેન મહિલા વૈજ્ઞાનિકોમાં તેઓની પસંદગી કરવામાં આવી છે.
શહેરની આર.કે. યુનિવર્સિટીમાં આસીસ્ટન્ટ પ્રોફેસર તરીકે ફરજ બજાવતા ડો. સેજલ શાહને ભારત સરકારના ડિપાર્ટમેન્ટ ઓફ સાયન્સ એડ ટેકનોલોજી દ્વારા ઈન્ડો યુએસ ફેલોશીપ ફોર વિમેન ઈન સ્ટેમ એવોર્ડ માટે ભારતભરના ટોપ ટેન મહિલા વૈજ્ઞાનિકોમાં પસંદ કરવામાં આવ્યા છે. જેના અંતર્ગત ડો. સેજલ છ મહિના કોલમ્બસના ઓહિયો સ્ટેટ યુનિવર્સિટી, કોલેજ ઓફ મેડિસિનમાં જોડાવા જઈ રહ્યા છે. અને ઓહિયો સ્ટેટ યુનિવર્સિટીમાં યુએસ પ્રોફેસર ધ્વનિત શાહના માર્ગદર્શન હેઠળ એપીજીનેટિક આધારીત ટાર્ગેટેડ થેરાપી ફોર બ્લડ કેન્સર નામના પ્રોજેકટ પર કામ કરશે જેના માટે આઈયુએસએસીઈ અને ડીએસટી દ્વારા ડો. સેજલને ૧૬.૮૨ લાખ રૂપીયાની ગ્રાન્ટ પણ આપવામાં આવેલી છે.