મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી, ના.મુખ્યમંત્રી નિતીનભાઇ પટેલ, કેન્દ્રીય મંત્રી પરસાત્તમભાઇ રૂપાલા, સી.આર. પાટીલ સહિતની જાહેરસભા-બેઠકો
ગુજરાત વિધાનસભાની આઠ બેઠકોની આગામી પેટા ચૂંટણી અન્વયે રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી,ગુજરાત ભાજપા પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલ, નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલ સહિત કેન્દ્રીય મંત્રીઓ,ભાજપાના સ્ટાર પ્રચારકો અને પ્રદેશ ભાજપાના અગ્રણીઓ આઠે – આઠ વિધાનસભા બેઠકો પર વાયુવેગે ચૂંટણીપ્રચાર કરી રહ્યા છે.
આ સંદર્ભમાં માં ૨૮ ઓક્ટોબરે ગુજરાતના લોકપ્રિય મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીનો તેમજ ગુજરાત ભાજપા પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલનો લીંબડી અને મોરબી વિધાનસભા ક્ષેત્રનો અને કેન્દ્રીય મંત્રી પરશોત્તમભાઈ રૂપાલાનો અબડાસા વિધાનસભા ક્ષેત્રનો ચુંટણી પ્રવાસ યોજાશે.
જ્યારે ૨૯ ઓક્ટોબરે રાજ્યના નાય/બ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલનો અબડાસા અને કેન્દ્રીય મંત્રી પરશોત્તમભાઈ રૂપાલાનો કરજણ વિધાનસભા ક્ષેત્ર અંતર્ગત ચુંટણી પ્રવાસ યોજાશે.
મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી તેમજ ગુજરાત ભાજપા પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલ ૨૮ ઓક્ટોબરના રોજ લીંબડી ખાતે સવારે ૧૧:૩૦ કલાકે જાહેર સભા સંબોધશે અને ત્યારબાદ ૧૨:૩૦ કલાકે સામાજિક અગ્રણીઓ અને વેપારી આગેવાનો સાથે તથા ૨:૩૦ કલાકે લીંબડી વિધાનસભા ક્ષેત્રના ભાજપા સંગઠનના હોદ્દેદારો અને અગ્રણી કાર્યકર્તાઓ સાથેની બેઠકમાં ઉપસ્થિત રહેશે.
૨૮ ઓકટોબરે જ બીજા તબક્કામાં મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી તેમજ ગુજરાત ભાજપા પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલ મોરબી ખાતે જાહેરસભાને સંબોધશે અને ત્યારબાદ સાંજે ૬:૧૫ કલાકે સ્કાય મોલ, શનાળા રોડ ખાતે સામાજિક અગ્રણીઓ તથા સમાજના શ્રેષ્ઠીઓ અને બુદ્ધિજીવીઓ સાથેની બેઠકમાં ઉપસ્થિત રહેશે.
૨૮ ઓકટોબરના રોજ કેન્દ્રીય મંત્રી પરશોત્તમભાઈ રૂપાલા સવારે ૧૦:૦૦ કલાકે રોહા પાટીયા, તા. નખત્રાણા ખાતે કિસાનો સાથેની જૂથ બેઠકમાં ઉપસ્થિત રહેશે અને બપોરે ૧૨:૦૦ કલાકે કનકપર, તા. અબડાસા ખાતે જાહેરસભાને સંબોધશે. આ ઉપરાંત તેઓ બપોરે ૪:૦૦ કલાકે લોહાણા મહાજન વાડી, નખત્રાણા ખાતે લોહાણા મહાજન સમાજના અગ્રણીઓ સાથેની બેઠકમાં ઉપસ્થિત રહેશે. તથા સાંજે ૬:૩૦ કલાકે રામાણી ગ્રાઉન્ડ, નખત્રાણા ખાતે જાહેર સભા સંબોધશે. જ્યારે ૨૯ ઓક્ટોબરે નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલ અબડાસા બપોરે ૪:૦૦ કલાકે દયાપર, તા. લખપત અને સાંજે ૬:૦૦ કલાકે વિથોણ, તા. નખત્રાણા ખાતે જાહેર સભાઓ સંબોધશે.
આ ઉપરાંત ૨૯ ઓકટોબરના રોજ કેન્દ્રીય મંત્રી પરશોત્તમભાઈ રૂપાલા કરજણ સાંજે ૫:૦૦ કલાકે, પોર, તા. વડોદરા અને સાંજે ૬:૩૦ કલાકે સાધલી, તા. શિનોર ખાતે જાહેર સભાઓ સંબોધશે.