ભાગ લેવા ઈચ્છુકો માટે ફોર્મ વિતરણ શરૂ સ્પર્ધા અંગે ‘અબતક’ને અપાઈ વિશેષ વિગતો
રાજકોટ સિટી વુમન્સ કલબ દ્વારા ટોપ મોડેલ ફેશન શો આગામી તા.૧૬-૬ના રોજ હેમુગઢવી હોલ ખાતે યોજાશે. સ્પર્ધામાં ભાગ લેવા ઈચ્છુકો માટે ફોર્મ વિતરણનો પ્રારંભ થઈ ચૂકયો છે. તેવું ‘અબતક’ની મુલાકાતે આવેલા કમિટી મેમ્બરોએ કહ્યું હતુ.
આ ફેશન શો ત્રણ વિભાગમાં રાખષલ છે. તેમાં વય મર્યાદા ૩ ગ્રુપમાં રહેશે ગ્રુપ ૧માં ૨૦ થી ૩૪ ગ્રુપ ૨માં ૩૫ થી ૫૦, ગ્રુપ-૩માં ૫૦ વર્ષથી ઉપરનું રહેશે.
આ ફેશન શો માં બેસ્ટ કોરીયોગ્રાફર દ્વારા ટ્રેનીંગ આપવામાં આવશે. દરેક ગ્રુપમાં બ્યુટી કવીન બનનારને એવોર્ડથી નવાજવામાં આવશે તે ઉપરાંત જુદી જુદી કેટેગરી જેવી કે બેસ્ટ વોક, બેસ્ટ ડ્રેસ, બેસ્ટ નોલેજ જેવા એવોર્ડ રહેશે. કાર્યક્રમમાં ભાગ લેનારને ઈનામો તથા પ્રમાણપત્ર અપાશે.
સભ્યો ઉપરાંત ગેસ્ટ પણ ભાગ લઈ શકશે ફેશન શોમાંભાગ લેવા માટે તા. ૮ થી તા.૧૫ સુધી ફોર્મ ભરી દીન એન. મોદી, ૨૨ ન્યુ જાગનાથ પ્લોટ, ખોડીયાર સ્વીટ સેન્ટરની સામે, મહાકાળી મંદિર રોડ, રાજકોટ મો.નં. ૯૪૨૯૯ ૭૯૧૭૩ને પરત કરવાના રહેશે કાર્યક્રમ અંગે વિગતો પ્રમુખ પ્રફુલાબેન મહેતા, ચેરમેન બીન્દુબેન મહેતા, સેક્રેટરી ઈન્દીરાબેન ઉદાણી, એડવાઈઝર દીનાબેન મોદી અને એડવાઈઝર નીતાબેન મહેતાએ આપી હતી.
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com