• પ્રદૂષિત દેશોનું રેન્કિંગ સરેરાશ વાર્ષિક PM 2.5 સ્તર પર આધારિત હોય છે: ભારતનો ક્રમ પાંચમા સ્થાને છે તો ટોપ થ્રીમાં બાંગ્લાદેશ, ચાડ અને પાકિસ્તાનનો નંબર છે
  • વિશ્વ માં સૌથી વધુ પ્રદૂષિત રાજધાનીમાં PM 2.5 સ્તર વ્યસાથે દિલ્હી પ્રથમ સ્થાને છે: પ્રદૂષિત દેશોની યાદીમાં 16 દેશો એશિયાના, બે દેશો આફ્રિકા અને યુરોપના છે: સૌથી ખરાબ દેશ બાંગ્લાદેશ આ યાદીમાં પ્રથમક્રમે છે

હવા, પાણી અને ખોરાક વગર માનવ જીવનનું અસ્તિત્વ ટકવું શક્ય નથી, જો આ ત્રણેય વસ્તુ શુધ્ધ મળે તો માનવી માંદો પડતો નથી પણ આજે આ ત્રણેય વસ્તુઓ એટલી હદે વણસી ગઇ છે કે માનવીઓ રોગચાળામાં મૃત્યું પામે છે. આ સમસ્યામાં સૌથી વધુ ફેફ્સાના કેન્સરનાં દર્દીઓ આવે છે. હવામાં કાર્બન ડાયોક્સાઇડનું ભયંકર પ્રમાણ નિત નવા રોગો લાવે છે. આજે વિશ્વ ની હવા પ્રદૂષિત થઇ છે તો પાણી પણ પ્રદુષિત થયું છે ને ખોરાકમાં ભેળસેળ જોવા મળે છે. આવા વાતાવરણમાં આજના યુગમાં કશું જ ચોખ્ખું મળવું મુશ્કેલ છે. હવા, પાણીના પ્રદૂષણને કારણે લાખો લોકો મૃત્યું પામે છે. વિશ્વ માં ચોખ્ખા ચણાક દેશોની સાથે પ્રદૂષિત દેશો પણ છે જેનું હવાનું સ્તર વિશ્વ  આરોગ્ય સંસ્થાના નિયત ગુણવત્તા કરતાં 15 ગણું ખરાબ જોવા મળે છે. આજના યુગનું પ્રદૂષણ જ રોગચાળાનું મુખ્ય કારણ છે.

1 4 1

આજે આ લેખમાં વિશ્વ નાં ટોપ-20 સૌથી વધુ પ્રદૂષિત દેશોની વાત કરવી છે જેમાં આપણા ભારતનો ક્રમ પાંચમા સ્થાને છે. પ્રદૂષણ આજે વૈશ્ર્વિક ચિંતાનો મુખ્ય મુદ્દે છે. પ્રદૂષિત દેશોનું રેન્કિંગ સરેરાશ વાર્ષિક PM 2.5 સ્તર પરથી નક્કી કરાય છે. અમુક દેશો તો આ સમસ્યાના ભયંકર સ્તર પર છે જેમાં આપણી રાજધાની દિલ્હી 85 સ્તર સાથે સૌથી પ્રદૂષિત છે. પ્રદૂષિત દેશોની યાદીમાં આપણાં એશિયા ખંડના 16 દેશોનો સમાવેશ થાય છે તો બે દેશોમાં આફ્રિકા અને યુરોપ ખંડના દેશોનો નંબર આવે છે. વિશ્વ માં સૌથી ખરાબ દેશોની યાદીમાં બાંગ્લાદેશ પ્રથમક્રમે આવે છે.

આફ્રિકાના માત્ર એન’જામેના અને ચાડ દેશો આ યાદીમાં છે. દક્ષિણ અમેરિકાના કોઇ દેશ કે શહેર આ યાદીમાં નથી, જો કે આ દેશોમાં વાયુ પ્રદૂષણના રિપોર્ટિંગ સાધનોનો અભાવ પણ જોવા મળે છે. આ કારણે ઘણા શહેરોનું જમીની પ્રદૂષણનું સ્તર માપવું મુશ્કેલ છે. વિશ્વ નાં 99 ટકા લોકો ઉચ્ચ હવા પ્રદૂષણ અને અસુરક્ષિત હવાવાળા વિસ્તારોમાં વસવાટ કરે છે, આને કારણે ડાયાબિટીસ, હૃદ્યરોગ, કેન્સર જેવા વિવિધ રોગોથી લાખો લોકો મૃત્યું પામે છે.

આપણી હવામાં વિવિધ પ્રદૂષણો, કણો અને વાયુઓ બંને હોય છે. સૌથી સામાન્ય રીતે ટ્રેક કરાયેલા  પ્રદૂષકોમાંનું એક ખૂબ જ નાનું બારીક કણ એટલે PM 2.5 આ નાના પ્રદૂષકો પહોળાઇમાં 2.5 માઇક્રોગ્રામ હોવાથી તે ફેફ્સા અને લોહીના પ્રવાહમાં ઊંડે સુધી પ્રવેશવાની તેની ક્ષમતાને કારણે તે સૌથી વધુ ખતરનાક પ્રદૂષકોમાંથી એક તરીકે ગણવામાં આવે છે.

1 2 2

વિશ્વ માં સૌથી પ્રદૂષિત શહેરોની રેન્કિંગ 2021ના એવરેજ PM 2.5 પ્રદૂષણ સ્તર આધારે નક્કી કરવામાં આવી હતી. આવા વાતાવરણમાં હુ મારી જાતને કેવી રીતે સુરક્ષિત રાખી શકું તે વાત સૌથી અગત્યની છે. આજે રસ્તામાં વાહન લઇને જાવ ત્યારે અન્ય વાહનો ઝેરી ધૂમાડો ઓકતા કાર્બન ડાયોક્સાઇડ તમારા શ્ર્વાસમાં આવી જાય છે. સ્વચ્છ હવા માટે વૃક્ષો સૌથી બેસ્ટ હોવાથી પર્યાવરણ સુધારવા તેનું વાવેતર અને જતન વિશેષ થાય તે બહું જરૂરી છે. આજે લગભગના ઘરોમાં છઘ સિસ્ટમ ફિટ કરાયેલી જોવા મળે છે. શુધ્ધ પાણી બાબતે લોકોમાં જાગૃતિનો વ્યાપ ખૂબ જ વધી ગયો છે.

વિશ્વ ના ટોચના 20 સૌથી પ્રદુષિત દેશોની યાદીમાં બાંગ્લાદેશ, ચાડ, પાકિસ્તાન, તાજિકિસ્તાન, ભારત, ઓમાન, કિર્ગિસ્તાન, બહેરીન, ઇરાક, નેપાળ, સુદાન, ઉજબેકિસ્તાન, કતાર, અફઘાનિસ્તાન, સંયુક્ત આરબ, અમિરાત, મોન્ટેને ગ્રો, ઇન્ડોનેશિયા, નાઇજીરીયા, આર્મેનિયા અને મોંગોલિયાનો સમાવેશ થાય છે. દેશોની પ્રદૂષિત રાજધાનીમાં દિલ્હી, ઢાંકા, એન.ડિઝેઝેના, મસ્કત, કાઠમંડું અને બગદાદ જેવી 20 રાજધાનીનો સમાવેશ થાય છે. ચીન દેશનાં શહેરો પણ આજના 2022માં સતત વિશ્વ ના સૌથી પ્રદૂષિત શહેરોમાં સ્થાન મેળવી રહ્યા છે. પ્રદૂષણ કુદરતી વાતાવરણને નુકશાન પહોંચાડી રહ્યું છે.

1 1

પ્રદૂષણના બે સૌથી અગ્રિમ સ્વરૂપોમાં હવા અને જળ પ્રદૂષણનો સમાવેશ થાય છે. જો કે અન્ય ઘણા સ્વરૂપો પણ જોવા મળે છે. જેમાં ધ્વનિ, પ્રકાશ અને જમીનનું પ્રદૂષણ જોવા મળે છે. આના ઘણા સ્વરૂપો મનુષ્યો, છોડ અને પ્રાણીઓ કે સમગ્ર ઇકો સિસ્ટમ ઉપર અને સ્વાસ્થ્ય ઉપર લાંબા ગાળાની ગંભીર અસર કરે છે.

વાયુ પ્રદૂષણ મુખ્યત્વે અશ્મિભૂત ઇંધણને બાળવાથી થાય છે. જેમાં ઇંધણ સંચાલિત વાહનોમાં સ્કૂટર, કાર, ટ્રક એરક્રાફ્ટ, જહાજો, કોલસા કે તેલ બર્નિંગ સાથે પાવર પ્લાન્ટ, ફેક્ટરીઓનો સમાવેશ થાય છે. જ્વાળામુખી અને જંગલી આગ પણ વાયુ પ્રદૂષણના નોંધપાત્ર સ્ત્રોત બને છે.

હવાના પ્રદૂષણથી શ્ર્વાસની સમસ્યાઓ, અસ્થમા અને જન્મજાત વિકલાંગતા સહિત અનેક સ્વાસ્થ્ય સમસ્યાઓ ઉભી કરે છે. આજે વૈશ્ર્વિક સ્તરે બિન-સંચારી રોગો માટે ઝેરી પ્રદૂષણ જોખમી પરિબળો પૈકી એક છે. બિનચેપી રોગો તમામ મૃત્યુંના 72 ટકા માટે જવાબદાર છે, જેમાંથી 16 ટકા ઝેરી પ્રદૂષણને કારણે થાય છે. ઝેરી પ્રદૂષણ તમામ કાર્ડિયોવેસ્ક્યુલર રોગોના 22 ટકા, સ્ટ્રોકથી થતાં મૃત્યુના 25 ટકા, ફેફ્સાના કેન્સરના 40 ટકા, ક્રોનિક 59 મોનરીથી થતાં મૃત્યુના 53 ટકા માટે જવાબદારી છે.

આ છે, મુખ્ય પાંચ કણ પ્રદૂષણ !!

યુનાઇટેડ સ્ટેટ્સ એન્વાયનમેન્ટલ પ્રોટ્રેક્શન એજન્સી પાંચ મુખ્ય પ્રદૂષકોને માપે છે, જે તમામને સ્વચ્છ હવા અધિનિયમ દ્વારા નિયંત્રિત કરવામાં આવે  જેમાં ગ્રાઉન્ડ લેવલ ઓઝોન, કણોના પ્રદૂષણમાં PM 2.5 અને PM10 સહિત પાર્ટીક્યુલેટ મેટર, કાર્બન મોનોક્સાઇડ, સલ્ફર ડાયોક્સાઇડ, નાઇટ્રોજન ડાયોક્સાઇડનો સમાવેશ થાય છે. કણોના પ્રદૂષણ સૌથી સામાન્ય રીતે મોનીટરીંગ કરવામાં આવે છે. વિશ્વ  આરોગ્ય સંસ્થાએ પૃથ્વી પર સૌથી વધુ પ્રદૂષિત સ્થળ નક્કી કરવા માટે PM 2.5 કણોની સાંદ્રતાનું મૂલ્યાંકન કર્યું છે. આ કણ ઉચ્ચ સાંદ્રતામાં હાજર હોય ત્યારે તે સ્વાસ્થ્ય માટે ચિંતાનો વિષય બને છે.

સૌથી ખરાબ વાયુ પ્રદૂષણ ધરાવતા ટોપ-10 દેશો

સૌથી ખરાબ વાયુ પ્રદૂષણ ધરાવતા વિશ્વ ના ટોપ-10 દેશોમાં બાંગ્લાદેશ, પાકિસ્તાન, ભારત, મંગોલિયા, અફઘાનિસ્તાન, ઓમાન, કતાર, કિર્ગિસ્તાન, ઇન્ડોનેશિયા અને બોન્સિયાનો સમાવેશ થાય છે. આઇક્યુએર લેવલ ડેટાના ગ્લોબલ રિપોર્ટમાં 196 દેશોના વાયુ પ્રદૂષણના સ્તરને રેન્કિંગ આપેલ છે.

વાયુ પ્રદૂષણથી દર વર્ષે 7 મિલિયન લોકો મૃત્યું પામે છે

વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનના આંકડા મુજબ દર વર્ષે વાયુ પ્રદૂષણથી 7 મિલિયન લોકો અકાળે મૃત્યું પામે છે. વિશ્વ ની 91થી 99 ટકા પ્રજા એવા સ્થળે વસવાટ કરે છે. જ્યાં હવાની ગુણવત્તા ઠઇંઘ ના ભલામણ કરેલ સ્તર કરતાં 15 ગણી ખરાબ જોવા મળે છે. આઇક્યુએર જે વિશ્વ ના 109 દેશોમાં પ્રદૂષણ સ્તરને માપે છે. તે 35.5થી ઉપરના સ્તર વાળા દેશને સંવેદનશીલ જૂથોના ક્રમમાં મુકે છે. વૈશ્ર્વિક આંકડાઓમાં 55.5 અને 150.4ની વચ્ચેના સ્તરને બધા માટે બિન આરોગ્ય પ્રદ માનવામાં આવે છે, આ સ્તરમાં 250.5 થી ઉપરનાને જોખમી યાદીમાં મુકવામાં આવે છે.

આ છે, વિશ્વ ના ટોપ-10 ચોખ્ખી હવા વાળા દેશો !!

  1. ન્યૂ કેલેડોનિયા
  2.  યુ.એસ. વર્જિન ટાપુઓ
  3. પ્યુઅર્ટોરિકો
  4.  કેપવર્ડ
  5. સબા
  6. ફિનલેન્ડ
  7. ગ્રેનાડા
  8.  બહામાસ
  9. ઓસ્ટ્રેલિયા
  10. એસ્ટોનિયા

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.