વ્યાજખોરીના દૂષણને દૂર કરવા માટે ગૃરાજ્યમંત્રીએ ઝુંબેશ ચલાવવાના આદેશ આપ્યા છે. હર્ષ સંઘવીના આદેશ બાદ રાજ્યમાં પોલીસ દ્વારા વ્યાજખોરીને ડામવા લોક દરબાર યોજવામાં આવી રહ્યા છે.ત્યારે અમદાવાદમાં વ્યાજખોરીનો એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે જેમાં એક શખ્સે ૮ લોકો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી.
પ્રાપ્ત વિગતો અનુસાર આ ઘટના અમદાવાદની છે જ્યાં રાકેશકુમાર શાહ જે કન્સ્ટ્રક્શનના વેપારી છે તેમના પાસેથી 10 % ચક્રવૃદ્ધિ વ્યાજ પડાવ્યું હતું અને તેમ છતાં પણ લીધેલી રકમ ઓછી પડતા કિડની લીવર વેચવાની ધમકી આપી હતી. ત્યારે વેપારીએ કંટાળીને ઊંઘની 50 ગોળી ખાઈને આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો અને ૮ લોકો વિરૂદ્ધ ફરિયાદ નોંધાઈ હતી.
કન્સ્ટ્રક્શનના વ્યવસાય માટે 24 કરોડ લીધા હતા વ્યાજે
ફરિયાદી રાકેશ શાહ દ્વારા કહેવામાં આવ્યું હતું કે તેણે 2019 થી 2022 સુધીમાં કન્સ્ટ્રક્શનના વ્યવસાય માટે 24 કરોડ જેટલા રૂપિયા લીધા હતા. વ્યાજે લીધેલા પૈસા પર દોઢથી બે ટકા વ્યાજ વસૂલ કરવામાં આવતું હતું પરંતુ છેલ્લા એક વર્ષથી વ્યાજખોરો પૈસાને લઈને પઠાણી ઉઘરાણી કરતા હતા.
પઠાણી ઉઘરાણી કરતા તેઓ પોતાનો કન્સ્ટ્રક્શનનો વ્યાપાર કરી શકતા ન હતા તેથી ધંધામાં નુકસાની જવાના કારણે પૈસા ચૂકવી ન શકતા તેઓ આજે લીધેલા પૈસા આઠથી દસ ટકા વ્યાજ સાથે માંગણી કરતા હોવાનું ફરિયાદમાં આક્ષેપ કરવામાં આવ્યા છે. વધુમાં રાકેશ દ્વારા ઉમેરવામાં આવ્યું હતું કે મેં આજે લેનાર શખ્સોને 60% રકમ ભરત કરી દીધી હોવા છતાં તેઓ ધમકી આપી રહ્યા છે. ત્યારે વ્યાજખોરોના ત્રાસથી કંટાળીને ફરિયાદીએ ઊંઘની 50 ગોળી ખાઈને આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો.
તેમને 24 ડિસેમ્બર 2022 ના રોજ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. ત્યારે વ્યાજખોરોએ હોસ્પિટલમાં જઈને પણ ફરિયાદી રાકેશ શાહને ધમકી આપી હતી કે કિડની લીવર વેચીને પણ વ્યાજના રૂપિયા ચૂકવવા પડશે.
આ આઠ શખ્સો વિરુદ્ધ ફરિયાદ કર્યા બાદ આનંદ નગર પોલીસે આઠ શખ્સો વિરુદ્ધ વ્યાજ ખોદી નો ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે.
૮ શખ્સોના નામ
૧. સંગમ પટેલ
૨. અર્પિત શાહ
૩. અસ્પાલ શાહ
૪. દિગપાલ શાહ
૫.અશોક ઠક્કર
૬.ચેતન શાહ
૭.પંકજ પારેખ
૮. લક્ષ્મણ વેકરીયા.
ફરિયાદીએ ગુજરાત પોલીસનો આભાર વ્યક્ત કર્યો
સારવાર બાદ આરોપીએ વિડિયો બનાવીને ગુજરાત પોલીસનો આભાર વ્યક્ત કર્યો હતો અને જણાવ્યું હતું કે મને ગુજરાત પોલીસે બચાવ્યો છે. હું ગુજરાત પોલીસનો આભાર માનું છું કારણ કે વ્યાજખોરોના ડરથી હું ત્રણ મહિને મારા ઘરે પરત ફર્યો છું.