ટી.આર.પી. વધારવા ગત સિઝનની જેમ શોમાં તમામ પ્રકારનો મસાલો
બિગ બોસ-૧૧માં સ્વામી ઓમ, પ્રિયંકા જગ્ગા જેવા અન્ય વિવાદી હસ્તીઓને સામેલ કરાયા છે. કેમ કે ટી.આર.પી. તો જ મળશે કેમ કે લોકો બિગ બોસ ઝઘડા નફરત, બૂમ બરાડા, ધકકામુકી, ગાલી ગલોચ અને નેગેટિવ મામલાઓ માટે જ જુવે છે તે નિર્માતા લોબીને બરાબર સમજાઇ ગયું છે.સીઝન ૧૦માં સ્વામી ઓમ, પ્રિયંકા જગ્ગા વિગેરે વિવાદી લોકોએ બિગ બોસ હાઉસમાં ભારે ઉત્પાત મચાવ્યો હતો. તેથી તેમને લઇને ટી.આર.પી. સારી મળી હતી. આમ છતાં શો ના અંતમાં તેમને હાંકી કઢાયા હતા. દિવાળી ઉપર બિગ બોસ હાઉસમાં હળી મળીને રહેતા લોકો દીવાળી ખતમ થતાં જ એકબીજા સામે બાયો ચઢાવે છે. ૧લી ઓકટોબરથી શરૂ થઇ ચૂકેલા બિગ બોગ-૧૧ કલર્સ ટી.વી. ચેનલ પર જોવા મળે છે. આ વખતે બિગ બોસ શોની થીમ જુદી છે. જેમાં પ્રતિયોગીઓ એક બીજાના પાડોશી છે.આ વખતે પણ કોમન મેન ઉપરાંત લો પ્રોફાઇલ સેલેબ્રેટીઓને બિગ બોસ હાઉસમાં લાવવામાં આવ્યા છે હજુ તો બિગ બોસ સીઝન-૧૧ ની શરૂઆત છે ત્યાં જ નોમિનેશન પ્રક્રિયા શરુ થઇ ગઇ છે. ભાભી જી ઘર પે હે ની જૂની અંગૂલી ભાભીને સૌથી વધુ લોકોએ નોમિનેટ કરી છે. જોઇએ હવે આગળ શું થાય છે ? વિવાદી સેલેબ્રિટીઓના શંભુ મેળામાં એક એવી ટીવી અભિનેત્રી છે જે ખુબ પોપ્યુલર છે તે હીના ખાન બાની જજ અને લોપામુદ્રા રાઉતની જેમ લાંબી ઇનિંગ રમવા આવી છે. અંગુરી ભાભી નોમિનેટમાંથી બચી જશે તો તેના પણ આગળ જવાના સૌથી વધુ ચાન્સ છે.