બીએસ-૬ લાગુ કરવાથી ૮૦ ટકા સુધીનું પ્રદુષણ ઘટાડી શકાશે
દેશમાં પ્રદુષણનું પ્રમાણ ચિંતાજનક રીતે વધી રહ્યું છે ત્યારે વાહનોમાં બીએસ-૬ ના નિયમો લાગુ કરવામાં ઝડપી પગલા લેવાનું સુપ્રીમ કોર્ટે કહ્યું હતું. પ્રદુષણ વધતા દેશમાં સ્વચ્છ ઇંધણની તાતી જરુરીયાત છે. સરકાર ૧ એપ્રીલ ૨૦૨૦ સુધીમાં ભારત સ્ટેજ ૬ ના વાહનો નિયમો લાગુ કરવાનું મહત્વાકાંક્ષી લક્ષ્ય ધરાવે છે.
જણાવી દઇએ કે ૨૦૧૫ માં યુરોપે યુરો-પ નિયમો લાગુ કર્યા હતા દેશમાં પ્રદુષણ અને તેનાથી સ્વાસ્થ્યને થતી જીવલેણ અસરોને રોકવા બીએસ-૪ ની શરુઆત કરી હતી. આ અંગે ચિંતા વ્યકત કરતા સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે આપણે પહેલાથી જ પાછળ છીએ તેથી હવે કલીન એનર્જીની તાતી જરુર છે.
તો ઓટોમોબાઇલ ઇન્ડસ્ટ્રીઝમાં ઇ-વ્હીકલને વધુમાં વધુ પ્રોત્સાહન આપવું જોઇએ. દિલ્હી કરતા પણ ગ્વાલીયર, રાયપુર અને અલ્હાબાદમાં વાયુથી થતા પ્રદુષણથી હાલત કફોળી બની છે. ત્યારે પર્યાવરણને શુઘ્ધ કરવાના પ્રયત્નો વહેલા ધોરણે કરવા જોઇએ. ઉલ્લેખનીય છે કે કેન્દ્ર સરકારે બીએસ-૪-પ માટે રૂ ૩૦ હજાર કરોડનો ખર્ચ કર્યો છે.
ભારત સ્ટેજ એન્જીન ૬ આવવાથી ૮૦ ટકા પ્રદુષણ રોકી શકાશે. તેમજ વાહન ઉત્૫ાદનમાં એવી ઘાતુઓ કે વસ્તુઓ જેનાથી ફેફસાને નુકશાન પહોંચે છે. તેને રોકી શકાશે.વર્ષ ૨૦૦૦ માં દેશમાં ભારત સ્ટેજ એમિશન સ્ટાન્ડર્ડની રચના કરવામાં આવી હતી. કેન્દ્ર સરકાર દ્વારા બનાવાયેલી આ કમીટી પર્યાવરણ, પ્રદુષણ, વાતાવરણમાં ફેરફારો અને જંગલ ખાતાની વ્યવસ્થાનું સંચાલન કરે છે.
પ્રદુષણને રોકવા માટે ઇ-વ્હીકલ વાહનો અપનાવી શકાય છે. ભારે ભારે વાહનોનું નિર્માણ કરતી કંપની અશોક લેલેન્ડે વિશ્વની પ્રથમ ઇલેકટ્રોનીક ડબલ ડેકર બસ બનાવવાનો નિર્ણય લીધો છે. તો ટીવીએસ જેવી કંપનીઓ પણ બીએસ-૬ નિયમો મુજબના વાહનોનું નિમાર્ણ શરુ કરી ચુકયું છે.