અબતક સ્ટુડિયોની મુલાકાતે જિમિત ત્રિવેદીએ નાટક વિશે વિવિધ વાતો કરી
ગુજરાતી રંગભૂમિમાં બા એ મારી માઉન્ડરી બાદ ગુજરાતી-હિન્દી ફિલ્મોમાં સફળ અભિનય કરીને સમગ્ર દેશમાં ચાહના મેળવનાર જાણીતા કલાકાર જિમિત ત્રિવેદીએ આજે ‘અબતક સ્ટુડિયોની’ મુલાકાતે પધારેલ હતા તેમની સાથે નાટ્યશો આયોજક આર.ડી. ગ્રુપનાં પ્રતિક પાપેટ હાજર રહ્યા હતા.
અમિતાભ ઋષીકપૂર જેવા મોટાગજાનાં કલાકારો સાથે ૧૦૨ નોટ આઉટ જેવી સફળ ફિલ્મમાં અભિનય કરનાર કલાકાર જિમિત ત્રિવેદીએ ‘આનેભી દો યારો’ નાટકની વાત કરતા જણાવેલ કે આજના સમાજમાં મીડલ કલાસ ફેમિલીને પડતી મુશ્કેલીની વાતો સાથે પારિવારીક નાટકમાં માર્મિક કોમેડી પણ છે રાજકોટમાં આ નાટક ત્રણ શો થઈ ચૂકયા છે.
અબતક ચેનલનાં દર્શકોને સંદેશ આપતા કલાકાર જિમિત ત્રિવેદીએ ચેનલનાં સુંદર કાર્યક્રમની સરાહના કરીને આવા નાટકોને પણ પ્રમોટ કરીને રંગભૂમિને જીવંત રાખવામાં મદદરૂપ થાય તે માટે આભારની લાગણી વ્યકત કરી હતી.
જિમિત ત્રિવેદીએ વધુમાં જણાવેલ કે અમારા નાટકને લોકોએ વધાવ્યું છે. લોકોને કન્સેપ્ટ ગમ્યો છે. અમારી સમગ્ર નાટકની ટીમની મહેનત નથીક અમો આ સુંદર નિર્માણ કરી શકયા છે.
અંતમાં તેઓએ ‘આને ભી દો યારો’ નાટક જોવા પધારવાની વાત કરી હતી. આર.ડી. ગ્રુપનાં પરેશ પોપટ દ્વારા આ નાટકનો ત્રીજો સફળ પ્રયોગ આજે રાજકોટમાં છે.