બજારો ખજુર, દાળિયા, ધાણી, રંગો, પિચકારીથી ઉભરાઈ; શહેરનાં અનેક નાના મોટા ચોકમાં પ્રગટશે હોળી: બોર્ડના પરીક્ષાર્થીઓ ટેન્શન મુકત થતા ઉમંગભેર ઉજવશે અનેક હોટેલો, રેસ્ટોરન્ટ, કલબ હાઉસમાં ધૂળેટી ફેસ્ટીવલડી.જે. વીથ ડાન્સના આયોજનો

ભારતીય સંસ્કૃતિમાં અનેક નાના-મોટા ધાર્મિક પર્વો ઉજવવામાવે છે. વર્ષ દરમ્યાન અનેક તહેવારની લોકો મનભરીને ઉજવણી કરી આનંદ-ઉલ્લાસ કરે છે. મકર સંક્રાંતી બાદ જો કોઈ મોટો પર્વ આવતો હોય તો તે છે હુતાશણી.ઉત્સવપ્રેમીઓ દિવસો અગાઉ પર્વને ઉજવવા થનગનતા હોય છે. ત્યારે તહેવારને માત્ર ગણતરીની કલાકો બાકી રહી છે ત્યારે પર્વપ્રેમીઓમાં અનેરો ઉમંગ જોવા મળી રહ્યો છે. બજારો પણ ધમધમવા લાગી છે.

તહેવારને લઈ પિચકારી, રંગો, ખાવાની ચીજ વસ્તુઓમાં ખજૂર, દાળિયા, ધાણી, ટોપરા, હાયડા વગેરેથી બજારો ઉભરાઈ છે. લોકો તમામ વસ્તુઓની ખરીદી કરી રહ્યા છે. નાના-મોટા સૌ કોઈ હોળીની પ્રદક્ષિણા કરવા આતુર બન્યા છે.

શહેરભરનાં નાના-મોટા ચોકમાં આયોજકો દ્વારા પૂરજોશમાં તૈયારીઓ તો અનેક જગ્યાએ હોળી માટે છાણાની સુંદર મજાની ગોઠવણી થઈ રહી છે. આજે રાત્રે શુભમુહર્તમાં હોળી પ્રગટાવવામાં આવશે.

એવું કહેવાય છે કે હોળી જાળ જે દિશામાં જાય તેના પરથી આગામી ચોમાસાનો વર્તારો નોંધાઈ છે. આ ઉપરાંત હોળી પ્રદક્ષિણા પણ સ્વાસ્થ્ય માટે ખુબજ લાભદાયક ગણાય છે. તેથી જ નાના મોટા સૌ કોઈ હોળીને આંટા ફરી તન-મનની તાજગી મેળવે છે.મોડીરાત સુધી હોળી પ્રગટતી રહે છે. અને વહેલી સવારે હોળીને ઠારવાનું પણ ધાર્મિક મહાત્મ્ય રહેલું છે. વહેલી સવારે ધર્મપ્રેમીઓ આયોજકો હોળીમાંથી શ્રીફળ, બાફેલા ઘઉં કાઢી પ્રસાદરૂપે વહેંચે છે. મોડીરાત સુધી ધમાલ મસ્તી કર્યા બાદ યુવાનો બીજા દિવસે ધૂળેટી ઉજવે છે.

આ દિવસે એકબીજા પર અબીલ ગુલાલ અને રંગોની છોળો ઉડાડી નાના મોટા સૌ કોઈ આનંદ ઉમંગ કરે છે.હવે તો આદિવસે મોટી રેસ્ટોરન્ટ, ફાર્મ હાઉસ, હોટેલોમાં ધૂળેટી ફેસ્ટીવલના આયોજનો થાય છે. જયાં ઘણા લોકો સ્વીમીંગ સાથે ડી.જે. ડાન્સ કરે છે. અને ધૂમ મચાવે છે.કલબ હાઉસો પર્વપ્રેમીઓથી ઉભરાઈ જાય છે. આખો દિવસ મોજ મજા બાદ લોકો રાત્રે બહાર ચટ્ટપટ્ટ જમવા જાય છે.આ વર્ષે બુધવારે સવાર સુધી ચૌદશ ત્યારબાદ પુનમ હોય રાત્રે હોળી પ્રગટાવવામાં આવશે તેમજ પુનમ ગૂરૂવારે સવાર સુધી હોય અને પડવાનો ક્ષય હોય ૨૧મીએ ધૂળેટી મનાવવામાં આવશે.

હોળીની પૌરાણીક કથા

દૈત્યકુળના હિરણ્યકશિપુને ત્યાં હોલીકા નામની બેન હતી કમળતો કાદવમા જ ઉગે તેમ હિરણ્યકશિપુને ત્યાં પ્રભુના પરમ ભકત પ્રહલાદનો જન્મ થયો પ્રહલાદનો પિતા હિરણ્યકશિપુ પોતાને જ ભગવાન માનતો અને ભકત પ્રહલાદ વિષ્ણુ ભગવાનની ભકિત કરતો આ તેમના પિતાને ગમતુ નહી આથી ભકત પ્રહલાદના ભોજનમાં ઝેર ભેળવે છે અને ભકત પ્રહલાદને ખવડાવે છે. તો પણ તેનું મૃત્યુ થતું નથી પહાડ ઉપરથી ફેંકે છે. તો પણ તેનું મૃત્યુ થતું નથી ત્યારબાદ હિરણ્યકશિપુની બહેન હોલીકાને એવું વરદાન હતુ કે પોતે અગ્નિમાં બળે નહિથી તે પ્રહલાદને ખોળામાં બેસાડી અને હોળી તૈયાર કરી બેશે છે. અને હોળી પ્રગટાવે છે. પરંતુ પ્રહલાદને કાય થતુ નથી અને હોળીકા બળીને ભસ્મ થઈ જાય છે. આમ અનિષ્ટ સામે નિષ્ટનો વિજય થાય છે. આથી લોકો ત્યાંથી બધા જ ગામમાં શહેરમં ચોકમાં હોળી પ્રગટાવે છે. અને તેનું પૂજન કરી પ્રદક્ષિણા પણ કરે છે. હોળીમાં લોકો અબીલ ગુલાલ કંકુ છાંટે છે. શ્રીફળ ધાણીદાળીયા સાથે હોમે છે.હોળીની જાર જે દિશામાં જાય તે દિશામાં મહત્વ પ્રમાણે વર્ષના વરસાદ નો વરતારો કરવામાં આવે છે. તે ઉપરાંત વર્ષમાં ચાર મહારાત્રી ગણાય છે. કાલરાત્રી, મહારાત્રી, મોહરાત્રી,દારૂણ એટલે કે કાલરાત્રી એટલે કાળીચૌદશ, મહારાત્રી એટલે શિવરાત્રી, મોહરાત્રી એટલે શરદપુનમ અને દારૂણ રાત્રી એટલે કે હોળીની રાત્રીઆમ વર્ષની ચાર મહારાત્રીમાં હોળીની રાત્રી ગણાય છે. હોળીના બીજા દિવસે અબીલ,ગુલાલ અને કેશુડા દ્વારા ધૂળેટી તરીકે આનંદ ઉત્સવ ઉજવે છે. તેમ શાસ્ત્રી રાજદિપ જોષી જણાવે છે.

હોળાષ્ટકની પૂર્ણાહુતિ સાથે શુભ કાર્યોની શરૂઆત

હોળી પર્વના દિવસો નજીક આવતાની સાથે જ આઠ દિવસ અગાઉ હોળાષ્ટક બેસી જાય છે. આથી શુભ માંગલીક કાર્યોને બ્રેક લાગી જાય છે. પરંતુ હોલિકા દહન થયા બાદ હોળાષ્ટકપૂર્ણ થાય છે. અને લગ્ન, સગાઈ, વાસ્તુ, હોમ-હવન જેવા શુભ કાર્યો ફરીથી ધમધમવા માંડે છે.

સૌ પ્રથમ હાથમાં જળ લઈ અને સંકલ્પ કરવો આજના દિવસે મારા શરીરની બધી બાધાઓ દૂર થાય રોગ-શત્રુ દૂર થાય અને સારા આરોગ્યની પ્રાપ્તી થાય ત્યારબાદ હોળીમાં શ્રીફળ હોમવું ત્યારબાદ અબીલ, ગુલાલ કંકુના છાંટણા નાખવા ત્યારબાદ ધર્મસિંધુ ગંથના નિયમ પ્રમાણે હોળીની ત્રણ પ્રદક્ષિણા ફરવી અને પ્રાર્થના કરવી મારા શરીરની બધી જ બીમારીઓ દૂર થાય

તે ઉપરાંત હોળીના દિવસે પોતાના કૂળદેવી હનુમાનજી તથા ભૈરવ ઉપાસના પણ કરી શકાય છે. કૂળદેવીના મંત્ર જપ કરવા અથવાતો હનુમાનજી અને ભૈરવદાદાને અળદના ૨૧ દાણા ચડાવાથી રક્ષા થાય છે. જે લોકોને શનીની સાડા સાતી ચાલી રહી છે. તેઓએ હનુમાનજીનું પૂજન ખાસ કરવું વૃશ્ચિક,ધન મકર, રાશીના લોકોએ હનુમાનજીને તેલ તથા અળદ ચડાવા તથા કર્ક, વૃશ્ચિક અને કુંભ રાશીના લોકોએ રાહુની અશુભપીડા દૂર કરવા માટે હોળીના દિવસે મહાદેવજીને કાળાતલ ચડાવાથી રાહુની અશુભપીડામાંથી મૂકિત મળે છે હોળીનું પૂજન કરતી વખતે હોલિકાયેનમ: મંત્રનો જપ કરવો

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.