ન્યુઝીલેન્ડ, ફિજી, જાપાન, ઓસ્ટ્રેલિયા જેવા દેશોને એલર્ટ પર મુકાયા
વિશ્વમાં અનેક સ્થળો પર જ્વાળામુખી ફાટતા હોઈ છે. તેમાંના ઘણાખરા જ્વાળામુખી ખૂબ જ ઘાતક સાબિત થતાં હોય છે.ત્યારે ન્યુઝીલેન્ડ નજીક દક્ષિણ પેસિફિક મહાસાગરમાં એટલો ભયંકર જ્વાળામુખી ફાટ્યો હતો કે પૃથ્વીની આસપાસ હવાના દબાણનું મોજું બે વખત ચાલ્યું હતું.
જ્વાળામુખીથી શરૂ થયેલ શોકવેવ ઉત્તર આફ્રિકામાં સમાપ્ત થયો. જ્વાળામુખી ફાટતા જ લહેરોએ આખી પૃથ્વીને ઘેરી લીધું હોઇ તેવું ચિત્ર પણ સામે આવ્યું હતું. આ જ્વાળામુખીનું નામ ટોંગા વોલ્કેનો છે. એટલું જ નહીં, જ્વાળામુખી ફાટ્યા બાદ જે મોજા ઉછડ્યા હતા તેના કારણે 4 ફૂટ ઊંચા મોજાની સુનામી આવી હતી.
દરેક જગ્યાએ રાખ અને નાના કાંકરા વરસતા હતા, આકાશ પણ અંધકારમાં ઢંકાયેલું હતું. પાણીમાંથી ધુમાડો અને ગેસ પણ નીકળતો જોવા મળ્યો હતો. જ્વાળામુખી વિસ્ફોટ પછી નજીકના દેશો ન્યુઝીલેન્ડ, ફિજી, જાપાન, ઓસ્ટ્રેલિયા અને સમોઆથી યુએસના અલાસ્કા સુધી સુનામીની ચેતવણી જાહેર કરવામાં આવી હતી. ટોંગા વોલકેનો થકી અત્યાર સુધીમાં કેટલું નુકસાન થયું છે,તેનો અંદાજ લગાવી શકાયો નથી.