મુખ્ય વકતા તરીકે ઈન્ડિયન પેટેન્ટ એજન્ટ અમિતકુમાર વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપશે
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનું ઈન્ડસ્ટ્રી ઈન્સ્ટીટયુટ ઈન્ટરેકશન સેલ તથા ફાર્મસી ભવન હંમેશા પોતાના સંયુકત પ્રયાસો દ્વારા વિદ્યાર્થીઓનું ઉજ્જવળ ભવિષ્ય માટે જુદા જુદા કાર્યક્રમનું આયોજન કરતું રહે છે. આ પ્રકારના કાર્યક્રમમાં વિદ્યાર્થી સીવાય સમાજના બીજા લોકોને પણ માહિતી પૂરી પાડવા મદદ‚પ થતા હોય છે. જે પૈકી આવતીકાલે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના એનએફડીડી હોલ ખાતે ઈન્ડસ્ટ્રીઝ ઈન્સ્ટીટયુટ ઈન્ટરેકશન સેલ તથા ડિપાર્ટમેન્ટ ઓફ ફાર્માસ્યુટીકલ સાયન્સ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના સંયુકત પ્રયાસથી પેટેન્ટ સર્ચ યુઝીંગ ફ્રી ફોર પેઈડ ડેટાબેઈઝનું આયોજન કરવામાં આવ્યું છે.આજની હરીફાઈની દોડમાં દરેક વ્યક્તિ હંમેશા પોતાના વિચારો પરથી પધ્ધતિ અને ટેકનોલોજી વિકસાવી રહ્યાં છે. જેના પરથી તેઓ સારી એવી ઈન્કમ કરી શકે છે. આ શોધકર્તાઓની નવી પધ્ધતિ તથા ટેકનોલોજી બીજા લોકોને જલ્દીથી નકલ ન કરી શકે તેવા સંરક્ષણના હેતુથી ભારતમાં દુનિયાભરના અન્ય દેશોની જેમ ઈન્ડિયન પેટન્ટ એકટ નામનો કાયદો છે.શોધકર્તાઓએ પોતાની શોધનું પેટન્ટ કરાવતા પહેલા ટેકનોલોજી બીજા દ્વારા પેટન્ટ થયેલ છે કે નહીં તે જાણવા માટે અલગ અલગ વિનામુલ્યે અથવા તો સબસ્ક્રીપ્શન દ્વારા કિંમત ચૂકવીને આ પ્રકારની માહિતી પૂરી પાડતી વેબસાઈટ પર ચેક કરવું અતિ અગત્યનું છે. પરંતુ ઘણા શોધકર્તાઓને આવી વેબસાઈટ પરથી કઈ રીતે માહિતી મેળવવી તેનો સચ્ચોટ ખ્યાલ હોતો નથી. આવા શોધકર્તાઓને મદદ‚પ થવાના હેતુથી આ ભવ્ય વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું છે.આ વર્કશોપમાં મુખ્ય વકતા તરીકે ગુજરાતભરમાં જાણીતા તથા ઈન્ડિયન પેટન્ટ એજન્ટ તરીકે કામગીરી બજાવતા અમિતકુમાર પટેલ જે હાલ ગુજરાત ટેકનોલોજી યુનિવર્સિટીમાં પણ ઈન્ટેલ એકચ્યુઅલ પ્રોપટી રાઈટ્સ તથા પેટન્ટ સેલના કો-ઓર્ડીનેટર તરીકે ફરજ બજાવી ર્હયાં છે. જેઓ કાલે વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપશે. આ વર્કશોપમાં ગુજરાતભરની અલગ અલગ સંસ્થાઓ જેવી કે આયુર્વેદિક કોલેજ જામનગર, એલઈ એન્જીનીયરીંગ કોલેજ મોરબી, આત્મીય ઈન્સ્ટીટયુટ રાજકોટ, બી.કે.મોદી ગર્વમેન્ટ ફાર્મસી કોલેજ તથા સૌ.યુનિ.ના વિવિધ વિભાગોમાંથી ૧૫૦થી પણ વધુ પ્રતિનિધિઓ આવનાર છે.આ વર્કશોપમાં અધ્યક્ષ સ્થાને સૌરાષ્ટ્ર યુનિ.ના કુલપતિ ડો.પ્રતાપસિંહ ચૌહાણ તથા ગેસ્ટ ઓફ ઓનર તરીકે સૌ.યુનિ.ના સીન્ડીકેટ સભ્ય નેહલ શુકલ ઉપસ્થિત રહેનાર છે.સમગ્ર વર્કશોપના કો-ઓર્ડીનેટર તથા ફાર્મસી ભવનના તેજસભાઈ શર્મા ફાર્મસી ભવનના હેડ ડો.મિહીર રાવલ તેમજ પ્રો.હિતેશ શુકલના માર્ગદર્શન હેઠળ ફાર્મસી ભવનના અધ્યાપકો, સૌ.યુનિ.ના આ કાર્યક્રમને સફળ બનાવવા જહેમત ઉઠાવી રહ્યાં છે.