વિશ્વમાં રમાતી તમામ રમતોમાં યુવાનો, વધ્ધ સહિતનાં ખેલાડીઓ ભાગ લે તેવા ઉદેશ સાથે દુનિયાભરમાં ૨૩ જૂનના દિવસે ઓલમ્પિક ડેની ઉજવણી કરવામાં આવે છે. બે દિવસ બાદ ૨૩ જૂન હોય આ વર્ષે હોકી ઇન્ડિયાનાં નેજા હેઠળ હોકી ગુજરાત અને હોકી રાજકોટ દ્રારા ઓલમ્પિક ડેની ઉજવણી રાજકોટમાં કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. ઓલમ્પિક ડેને યાદગાર બનાવવા માટે રેસકોર્સ સ્થિત મેજર ધ્યાનચંદ હોકી ગ્રાઉન્ડ પર શનિવારે સવારે ૯.૩૦ કલાકે ભવ્ય ઉજવણી કરવામાં આવશે.
જેમાં શહેરનાં તમામ હોકી પ્લેયરો ઉપરાંત અન્ય રમતોનાં ખેલાડીઓ પણ ઉપસ્થિત રહેશે. ઓલમ્પિક ડે ઉજવણીને યાદગાર બનાવવા માટે હોકી ગુજરાતનાં વિજય કર્પે, હોકી રાજકોટનાં મહેશ દિવેચા, નિતીન ચૌધરી, દિવ્યેશ ગજેરા, જયદેવસિંહ જાડેજા, યોગીનભાઈ છનીયારા, ડી.વી.મહેતા સહિતનાઓ જહેમત ઉઠાવી રહ્યાં છે.તો ઓલમ્પિક ડેની ઉજવણી પ્રસંગે આપના પ્રતિનિધી તેમજ ફોટોગ્રાફર, કેમેરામેનને કવરેજ કરવા ખાસ આમંત્રણ છે.