આગામી બજેટમાં ઈન્ફ્રાસ્ટ્રક્ચર, ડિજિટલ સેવા સહિતના મુદ્દે બેઠક યોજાશે.
દેશ માટે તેનું બજેટ ખૂબ મહત્ત્વ ધરાવતું હોય છે ત્યારે સરકાર પણ પોતાના બજેટ યોગ્ય રીતે અમલી બનાવવા માટે અનેકવિધ પ્રકારે ચર્ચા અને તે અંગેની બેઠકનું આયોજન પણ કરતું હોય છે ત્યારે હાલમાં જે કોરોના ની કપરી પરિસ્થિતિ જોવા મળી રહી છે તેને ધ્યાને લઇ સરકાર દ્વારા એ વાત ઉપર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે અને આવતીકાલે નાણામંત્રી દ્વારા બજેટ પૂર્વે ની મહત્વની બેઠક નું પણ આયોજન કરવામાં આવ્યું છે.
એટલુંજ નહીં આ બેઠકમાં રાજ્યના નાણા મંત્રી ઓ ની સાથે ઉદ્યોગકારો પણ જોડાય શકે છે પરંતુ ખરી વાસ્તવિકતા એ છે કે જો કોરોનાની સ્થિતિને કાબુમાં લેવા માટે બજેટમાં મહત્વપૂર્ણ પ્રદાન કરવામાં આવે તો દેશની આર્થિક સ્થિતિ સુધારા પર આવી શકે છે.
નાણામંત્રી દ્વારા જે બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે તેમાં સૌથી મોટો મુદ્દો એ છે કે રાજ્યોની આર્થિક સ્થિતિ કેવી રીતે સુધારી શકાય એટલું જ નહીં દેશ માં અર્થ વ્યવસ્થા કરી ઝડપી અને બેઠી થાય માટે ઈન્ફ્રાસ્ટ્રક્ચર,ડિજિટલ સેવા સહિતના મુદ્દાઓને ધ્યાને લઇ આ બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે. વર્ષ 2022-23 નું બજેટ ૧લી ફેબ્રુઆરી માં રજુ થાય તો નવાઈ નહીં પરંતુ તે પૂર્વે દેશમાં શું માંગવી થઈ રહી છે ઉદ્યોગિકરણ ને વેગ કેવી રીતે મળી શકે તે મુદ્દે સતત ચર્ચા વિચારણા કરવામાં આવશે.
સૂત્રો દ્વારા મળતી વિગતો મુજબ દેશના નાણામંત્રી નિર્મલા સીતારામન ઉદ્યોગકારો નાણાકીય સંસ્થા સાથે જોડાયેલા લોકો લેબર યુનિયન ખેડૂતો અને ધારાશાસ્ત્રીઓ સાથે બેઠક માં જોડાશે અને તેમની પાસેથી તેમના સુજાવો પણ રહેશે જેના કારણે આવકવેરાના સ્લેબમાં પણ ઘટાડો થઈ શકે સાથોસાથ દેશમાં યોગ્ય ઇન્ફ્રાસ્ટ્રકચર અને ડિજિટલ સર્વિસ પર સુચારુ રૂપથી લોકોને મળતી રહે. આવતીકાલની આ બેઠક ખૂબ મહત્વની માનવામાં આવી રહી છે અને તેને અનુસરવા માટે નાણાકીય વિભાગ ખરા અર્થમાં સર્જન થયું છે.
નાણામંત્રાલય દ્વારા પ્રકાશિત કરવામાં આવેલા ડેટા માં એ વાતની સ્પષ્ટતા કરવામાં આવી છે કે ડિસેમ્બર 15 થી ડિસેમ્બર 22 સુધીમાં આઠ જેટલી મહત્વની નાણાકીય બેઠકો યોજાઈ છે અને હજુ પણ આગામી દિવસોમાં આ બેઠકનો દોર ચાલુ રહેશે જેથી યોગ્ય રીતે બજેટમાં તેની અમલવારી કરી શકાય. સાત દિવસમાં જે આઠ જેટલી બેઠકો યોજવામાં આવેલી છે તેમાં 120 આમંત્રિત લોકો સહભાગી થયા હતા. બજેટ પૂર્વની આ બેઠકમાં સૌથી મોટી વાત તો એ છે કે ભારત દેશ જે રીતે કોવિડ માંથી રિકવર થઇ રહ્યું છે તેનાથી દેશની આર્થિક સ્થિતિમાં અને અંશે સુધારો જોવા મળ્યો છે.