૬૦ નવદંપતિઓ પ્રભુતામાં પગલા પાડશે: કેબીનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળીયા તથા કોળી ઠાકોર નિગમના ચેરમેન ભુપત ડાભી હાજરી આપશે: દિકરીઓને ૩૫થી વધુ કરીયાવરની ભેટ જ્ઞાતિ અગ્રણીઓ ‘અબતક’ની શુભેચ્છા મુલાકાતે
સમસ્ત તળપદા કોળી પટેલ યુવક મંડળ દ્વારા કાલે આજી ડેમ ચોકડી, આજી ડેમ ગ્રાઉન્ડ, ભાવનગર રોડ રાજકોટ ખાતે ભવ્ય સમૂહ લગ્નોત્સવ યોજાનાર છે. જેમાં ૬૦ નવદંપતિઓ લગ્નગ્રંથીથી જોડાશે. સમૂહ લગ્નોત્સવમાં કેબીનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળીયા તથા કોળી ઠાકોર નિગમના ચેરમેન ભુપતભાઈ ડાભી હાજરી આપી આશિર્વચન પાઠવશે. આ ઉપરાંત જયશ્રી દેવાબાપાની જગ્યાના મહંત વિરજી ભગત, મહંત વાલા ભગત, દેહા ભગત અને પૂ.મીણામાં ચૌહાણ શુભઆશિષ આપશે.
સમૂહ લગ્નોત્સવમાં જ્ઞાતિના આશરે ૩૦ હજારથી વધુ લોકો ઉપસ્થિત રહી ભોજન પ્રસાદનો લાભ લેશે.
આ અવસરે મહેમાનો જેમાં પુરુષોતમભાઈ સોલંકી, ઈશ્વરભાઈ કોળી પટેલ, બચુભાઈ બાખડ, રાજેશભાઈ ચુડાસમા, ભારતીબેન શિયાળ, શંકરભાઈ વેગડ, ઋત્વીકભાઈ મકવાણા, પૂંજાભાઈ વંશ, સોમાભાઈ પટેલ, વિમલભાઈ ચુડાસમા, બાબુભાઈ વાંજા, આર.સી.મકવાણા, દેવા માલમ, ભીખાભાઈ બારૈયા સહિતના રાજકીય અગ્રણીઓનું દબદબાભેર સન્માન કરાશે.સમૂહ લગ્નોત્સવને સફળ બનાવવા આયોજકો ભીખાભાઈ ડાભી, છગનભાઈ ભુસડીયા, નિલેશભાઈ મકવાણા, સોમાભાઈ બાલ્યા, ખોડાભાઈ બાલ્યા, અજયભાઈ સોરાણી, કાનાભાઈ શિયાળ, ભુપતભાઈ જેસાણી, ગોપાલભાઈ કાલીયા, દિનેશભાઈ સરવૈયા, પાંચાભાઈ વજકાણીએ ‘અબતક’ની શુભેચ્છા મુલાકાત લીધી હતી.દાતાઓ તરફથી દીકરીઓને ૩૫થી વધુ વસ્તુઓ કરીયાવરરૂપે આપવામાં આવશે જેમાં કબાટ, પલંગ, ગાદલા, સ્ટીલનું ટીપ, ખુરશી, ભાતાના ડબ્બા, કાંસાની તાંસડી, બોઘેણી, કાથરોટ, ત્રાંસ, બ્લેન્કેટ ઓછાડ જેવી વસ્તુઓ ઉપરાંત રસોડાની ઉપયોગી વસ્તુઓ આપવામાં આવશે.
તળપદા કોળી પટેલ યુવક મંડળ ઉપરાંત જય માંધાતા સુર્યવંશી ચેરીટેબલ ટ્રસ્ટના સભ્યો, માંધાતા ગ્રુપના સભ્યો, સૌરાષ્ટ્ર તથા ગુજરાતના તમામ સમુહ લગ્ન સમિતિના સભ્યો તેમજ તળપદા કોળી સમાજના જજ, વકીલ, મહાનગરપાલિકાના કર્મચારીઓ, પીજીવીસીએલના કર્મચારીઓ, સમાજના શિક્ષક ભાઇઓ-બહેનો વગેરેનો સહયોગ પ્રાપ્ત થયો છે.