દેશભરમાંથી એલજીબીટી સમુદાયના લોકો ઉમટી પડશે

ગે, બાયસેકસુલ, ટ્રાન્સજેંડર અને લેસ્બ્યિન (એલજીબીટી) સમુદાયની પ્રથમ કોન્ફરન્સ અમદાવાદ ખાતે શુક્રવાર અને શનિવારે યોજાશે. રવિવારે કવીર પ્રાઈડ પરેડ થશે. આવતીકાલથી યોજાનારી આ અનોખી કોન્ફરન્સને ‘સંબંધ-ધ વેસ્ટ ઝોન કવીર કોન્ફરન્સ’ એવું ટાઈટલ આપવામાં આવ્યું છે. જેમાં દેશભરમાંથી એલજીબીટી સમુદાયના સભ્યો ઉમટી પડવાની આયોજકોને આશા છે.

આ મેળાવડામાં જેએનયુના પ્રોફેસર બ્રિંદા બોઝ સંબોધન કરશે. આ સિવાય સામાજિક કાર્યકર અક્ષય ખન્ના પણ પ્રસંગોચિત પ્રવચન કરશે. આ પ્રકારનો મેળાવડો ગુજરાતમાં પ્રથમવાર યોજાઈ રહ્યો છે. આયોજકો માની રહ્યા છે કે એલજીબીટી સમુદાયના આશરે ૧૦૦ કે તેથી વધુ સભ્યો મેળાવડામાં આવવા માટે રજીસ્ટર્ડ થયા છે. તેઓ આ સમુદાયના વિવિધ મામલાઓ પર રીસર્ચ પેપર રજુ કરશે. અંદરોઅંદર ચર્ચા વિચારણા કરશે કે મંતવ્યો આપશે.

કોન્ફરન્સ અંગે માહિતી આપતા ક્ધવીનર શામિનિ કોઠારીએ જણાવ્યું કે, આયોજનને અકલ્પનીય સમર્થન મળી રહ્યું છે. મુંબઈ, ચેન્નઈ, કલકતા સહિતના દેશના મેટ્રો સીટિઝમાંથી રજીસ્ટ્રેશન થયું છે. અમે એલજીબીટી સમુદાયને નેકસ્ટ લેવલ પર લઈ જવા માગીએ છીએ તેમનો અવાજ બુલંદ બનાવવા માગીએ છીએ.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.