મેરેથોન રૂટ પર ડી.જે. સ્ટોલ, ડાન્સીંગ સ્ટોલ, લાઇવ પર્ફોમન્સ, ચીયર અપ સહિત વ્યવસ્થા
સદ્દાવના ગ્રુપ-જામનગર અને ફીઝીકલ ફાઉન્ડેશન ઓફ ઇન્ડિયા (પેફી)ના દ્વારા તેમજ ધર્મરાજસિંહ જાડેજા રાજય)ના નેજા હેઠળ જામનગરમાં આગામી તા.૨૫-૨-૨૦૧૮ને રવિવારના રોજ સવારે ૬.૦૦ કલાકે આંતરરાષ્ટ્રીય કક્ષાની સ્પર્ધા RFC-જામનગર હાફ મેરેથોન-૨૦૧૮નું મેગા આયોજન કરવામાં આવેલ છે.
જામનગરમાં યોજાનાર વિશ્ર્વકક્ષાની સ્પર્ધાને હવે જયારે ગણતરીના કલાકો જ બાકી રહ્યા છે તે શહેરરમાં RFC-જામનગર હાફ મેરેથોન-૨૦૧૮ની ચર્ચાએ જોર પકડ્યું છે. જામનગરમાં અનેક સામાજીક અને પર્યાવરણ પ્રત્યે જાગરૂકતાના ઉમદા હેતુસર તેમજ નાના લકા થી લઇ સીનીયર સીટીઝન માટે મોજ-મસ્તી તેમજ ખાસ કરીને યુવા વર્ગ માટે પ્રેરણાદાયી બની રહે તે માટે આ સ્પર્ધાના આયોજકો દ્વારા તડામાર અને વ્ય તૈયારીઓ ચાલી રહી છે.
આ તકે RFC-જામનગર હાફ મેરેથોન-૨૦૧૮ના આયોજકો દ્વારા જામનગરના તમામ નાગરિકોને આ મેગા ઇવેન્ટમાં ઉપસ્થિત રહી આ વિશ્ર્વકક્ષાની સ્પર્ધામાં ભાગ લેનાર તુમામ દોડવીરોનો ઉત્સાહ વધારવા અનુરોધ કરાયો છે. જામનગરના શહેરના જે નાગરિકોએ રજીસ્ટ્રેશન કરાવ્યું છે તે તો આ મેગા ઇવેન્ટમાં ઉપસ્થિત રહેશે જ પરંતુ જેણે રજીસ્ટ્રેશન નથી કરાવ્યું તેઓએ ૨૧ કિ.મી. સુધીના રૂટ પર બહોળી સંખ્યામાં હાજર રહી આ સ્પર્ધામાં ાગ લઇ રહેલા દોડવીરોનો ઉત્સાહ વધારવો જેથી દોડવીરો વધુ ઉમંગ અને ઉત્સાહ સાથે દોડી હાફ મેરેથોન પૂર્ણ કરે તેવી અપીલ આયોજકો દ્વારા કરવામાં આવી છે.
જામનગરમાં આગામી રવિવારે યોજાનાર વિશ્ર્વકક્ષાની સ્પર્ધામાં ભાગ લેનાર દોડવીરો માટે તો શ્રેષ્ઠ સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવશે પરંતુ આ સ્પર્ધાને નિહાળવા આવનાર લોકો માટે કે જેઓ આ સ્પર્ધાનું ભાગ નથી લઇ રહ્યા તેઓ માટે પણ આ સ્પર્ધા નિહાળવી એક લ્હાવો બની રહેશે. કેમ કે RFC-જામનગર હાફ મેરેથોન-૨૦૧૮ની સ્પર્ધાના સમગ્ર રૂટ ઉપર અનેક અવનવી અને આકર્ષક પ્રવૃતિઓના સ્ટોલ ગોઠવવામાં આવશે જેમ કે, હાઇ-ફાઇ સાઉન્ડ સીસ્ટમ સાથે ડી.જે. જોશીલા સંગીતથી દોડીવીરો સાથે જામનગરના લોકોને ડોલાવશે, ઝુમ્બા ડાન્સના સ્પેશ્યાલીસ્ટો દ્વારા પણ રૂટ પર અનેક સ્ટોલ રાખવામાં આવશે જે દોડવીરોને સાથે-સાથે લોકો પણ તેમની સાથે આ ડાન્સની મજા માણી શકશે. સાથે-સાથે અન્ય ડાન્સીંગ અને લાઇવ પર્ફોમન્સ જેવી અન્ય પ્રવૃતિઓના સ્ટોલ પણ રાખવામાં આવશે જે નિહાળવો લોકો માટે એક અદ્દૂત લ્હાવો બની રહેશે.આગામી રવિવારે પ્રદર્શન ગ્રાઉન્ડ ખાતે યોજાનાર આંતરરાષ્ટ્રીય કક્ષાની સ્પર્ધામાં બોલીવુડ અને ખેલજગતની અનેક હસ્તીઓ પણ સામેલ થાય તેવા પ્રયાસો આયોજકો દ્વારા કરવામાં આવી રહ્યા છે જેને નિહાળવાની લોકોને તક મળશે.
આ ઉપરાંત હાલના જમાનામાં જે યુવાઓમાં સેલ્ફી ક્રેઝ જોવા મળી રહ્યો છે તેને જોતા ગ્રાઉન્ડ ખાતે એક સ્પેશ્યલ સેલ્ફી ઝોન બનાવાશે જેથી યુવાઓ અહીં સેલ્ફી લઇ શકશે આ ઉપરાંત દોડના રૂટ ઉપર પણ અનેક જગ્યાએ સેલ્ફી ઝોન અને ચીઅર-અપ સ્ટેજ બનાવવામાં આવશે.
સ્વચ્છતા અયિાનમાં લોકો સ્વેચ્છાએ જોડાય અને સંપૂર્ણ સહયોગ આપી જામનગરનું નામ રોશન કરેજામનગર શહેરમાં આગામી રવિવારે ક્લિન એન્ડ ગ્રીન જામનગરની થીમ ઉપર યોજાનાર વિશ્ર્વકક્ષાના આયોજન એક RFC-જામનગર હાફ મેરેથોન-૨૦૧૮ અંતર્ગત જામનગર શહેરમાં છેલ્લા કેટલાય દિવસ સ્વચ્છતા અયિાન ચાલી રહ્યું છે, ત્યારે આ સ્પર્ધામાં ખૂબ મોટી સંખ્યામાં લોકો હાજર રહી સ્વચ્છતા અયિાનમાં જામનગરના નાગરિકો સ્વેચ્છાએ જોડાય અને જામનગરની સ્વચ્છ અને હરિયાળુ બનાવવા માં સહયોગ આપે તેવી આયોજકો દ્વારા અપીલ કરવામાં આવી છે. જેથી જામનગર શહેરને સ્વચ્છ અને સુઘડ બનાવી વિશ્ર્વસ્તરે જામનગરનું નામ રોશન કરી શકાય.
જામનગરમાં યોજાનાર વિશ્ર્વકક્ષાની સ્પર્ધાનું જામનગરવાસીઓ વધુમાં વધુ લાગ લે તે જ અમારૂ લક્ષ્ય: ધર્મરાજસિંહ જાડેજા
જામનગરમાં આગામી રવિવારે યોજાનાર વ્યાતિવ્ય આયોજન એવા છઋઈ-જામનગર હાફ મેરેથોન-૨૦૧૮ના મુખ્ય કર્તા-હતા એવા શ્રી ધર્મરાજસિંહ જાડેજાએ જણાવ્યું છે, અમે આ વિશ્ર્વકક્ષાનું આયોજન જામનગરવાસીઓ માટે જ કર્યુ છે માટે આ સ્પર્ધામાં અમારી ટીમ દ્વારા ગોઠવવામાં એક લાખ વોલ્ટની હાઇ-ફાઇ સાઉન્ડ સીસ્ટમ, ઝુમ્બા ડાન્સીંગ, લાઇવ પર્ફોમન્સ, સેલ્ફીઝોન, ડીજે મ્યુઝકિ સહિતની તમામ પ્રવૃતિઓનો લા લે અને તેની મોજ માણે તે જ અમારૂ લક્ષ્ય છે, તેથી અમે રમત-ગમતપ્રેમી અને મોજીલા તમામ જામનગરવાસીઓને આ સ્પર્ધાનો લાવો લેવાનું આહવાન કરીએ છીએ.