જે લોકોને જન્મ કુંડળીમાં ચંદ્ર નબળો હોય તેના માટે ગ્રહણ દરમ્યાન મહાદેવજીની ઉ૫ાસના કરવી ઉતમ

વર્ષનું પહેલું ચંદ્ર ગ્રહણ આવતીકાલ તા.૩૧-૧-૧૮ ને બુધવારના રોજ મહાસુદ પુનમના દિવસે વર્ષનું પહેલું ચંદ્ર ગ્રહણ છે આ ખગ્રામ ચંદ્રગ્રહણ ભારતમાં દેખાશે આથી ધાર્મીક દ્રષ્ટિએ પાળવાનું રહેશે. ચંદ્ર ગ્રહણ કર્ક રાશીમાં અને પુષ્પ તેમજ આશ્ર્લેષા નશ્રત્રમાં થશે. ચંદ્ર ગ્રહણ ભારતમાં તથા એશિયા ખંડ અમેરીકા, યુરોપના ઇશાન ભાગમાં ઓસ્ટ્રેલીયા, ન્યુઝીલેન્ડ પેરિફિક મહાસાગર હિન્દ મહાસાગરમાં દેખાશે. ગ્રહણની શરુઆત સાંજે ૫.૧૮ કલાકે અને ગ્રહણનો મઘ્યમ સાંજે ૭ કલાકે ગ્રહણનો મોક્ષ રાત્રે ૮.૪૨ કલાકે ગ્રહણ ૩ કલાક અને ર૪ મીનીટ સુધી ચાલશે. ગ્રહણનો પુણ્યકાળ સાંજે ૬.૩૬ થી ૮.૪૨ સુધી છે. ગ્રહણ દિવસના ચોથા પ્રહરમાં થતુ હોવાથી ૩ પ્રહર પહેલા એટલે કે બુધવાર સુર્યોદય સવારે ૭.૨૭ થી ગ્રહણનો વેધ શરુ થશે.

બાળકો વૃઘ્ધો બીમાર વ્યકિતઓ તથા ગર્ભવતી સ્ત્રીઓ એ સવારે ૧૧.૩૦ થી ગ્રહણનો વેધ પાળવો રહેશે.

ધર્મસિંધુ ગ્રંથના અનુસાર કોઇપણ મનુષ્ય ગ્રહણ પ્રત્યક્ષ નો જોઇ શકે ફકત વસ્ત્ર અથવા તો જળની આડ દઇ તેમાંથી જ ગ્રહણ જોઇ શકાય, ગ્રહણ દરમ્યાન દેવપુજન, તર્પણ, જપ, શ્રાઘ્ય હોમ અને ગ્રહણ પુરુ થયા પછી દાન કરવું ઉત્તમ ગણાય છે. ખાસ કરીને ગ્રહણ દરમ્યાન પોતાના ઇસ્ટ મંત્રના જપ કરવા ઉત્તમ છે. આણી શુભ ફળ વૃષભ,ક્ધયા, તુલા, કુંભ, મિશ્રફળ મિથુન, વૃશ્ર્વિક, મકર, મીન અશુભફળ મેષ, કર્ક, સિંહ, ધન

જે લોકોને જન્મ કુંડલીમાં ચંદ્ર નબળો હોય માનસીક બીમારી ટેન્શન ના નિવારણ માટે ચંદ્ર ગ્રહણ દરમ્યાન મહાદેવજીની ઉ૫ાસના કરવી ઉત્તમ છે.

વૃશ્ર્વિક ધન, મકર રાશીના લોકોને શનિની સાડાસાતી ચાલી રહેલી છે. આથે તેવોએ ગ્રહણ દરમ્યાન હનુમાનજીની ઉપાસના કરવી શુભ છે. સિંહ રાશીના લોકોને બારમે રાહુ ચાલી રહ્યો છે. આથી તેવોએ મહાદેવજી અને કુળદેવીની ઉ૫ાસના ગ્રહણ દરમ્યાન કરવી શુભ છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.