વિશ્ર્વ પર્યાવરણ દિને પ્લાસ્ટીકના વપરાશથી થતી હાની વિશે જન જાગૃતિ લાવવાનો પ્રેરક પ્રયાસ
આવતીકાલે પર્યાવરણ દિવસે પ્લાસ્ટીકનો વપરાશ ઘટાડવાના સંદેશ સાથે સુરક્ષા સેતુ સોસાયટી અને નવરંગ નેચર કલબ દ્વારા સાંજે ૬ કલાકે મવડી શાક માર્કેટ ખાતે વિનામૂલ્યે કાપડની થેલીનું વિતરણ કરવામાં આવશે. જે અંગે વિસ્તૃત વિગત આપવા નવરંગ નેચર કલબના પ્રમુખ વી.ડી. બાલા, નયનાબેન સિંધવ, કાજલબેન પટેલ, સુરભીબેન બાલા, અને કોમલબેન મહેતાએ ‘અબતક’ની શુભેચ્છા મુલાકાત લીધી હતી.
માનવ દ્વારા ઉત્પાદીત ચીજોમાં પ્લાન્ટીંકની થેલી એવી ચીજ છે જે પર્વતથી લઈ દરિયા સુધી જોવા મળે છે. પ્રવાસના સ્થળોમાં, પરિક્રમા દરિયા કિનારો, નદી નાળા, શેરીઓ, પાર્ટી પ્લોટો વગેરે સ્થળે જમીનની ઉપર અને અંદર પ્લાસ્ટીકના ઢગલાઓ પડેલ હોય છે. ત્રીસ વર્ષ પહેલા શોધાયેલ પ્લાસ્ટીક એવડો ભયંકર ફેલાવો કરેલ છે કે પ્રત્યેક ઉત્પાદન પ્લાસ્ટીકની થેલીઓમાં મળે છે. અને આપ્લાસ્ટીકની થેલીઓ કચરામાં પાંતરીત થઈ બહાર ફેંકવાથી પર્યાવરણને ભયંકર નુકશાન થાય છે. દિવસે દિવસે પ્લાસ્ટીકનો વપરાશ વધતો જાય છે. લોકો પોતાની થોડી સગવડતા માટે પ્લાસ્ટીકનો વપરાશ વધારી પૃથ્વીને ગંદકી કરવા લાગ્યા છે.
ભારતીય લોકો પૃથ્વી ‘મા’ ગણરે છે. પણ પોતાની રહેણી કહેણીથી પૃથ્વીને ગંદી કરે છે. ખાસ કરીને ફેંકી દેવાયતેવી ભોજનની ડીસો થર્મોકોલ પાણી, છાસ અને ચા પીવાના પ્લાસ્ટીકના ગ્લાસનો વપરાશ વધી ગયેલ છે. લગ્નો અને મોયા મેળાવળા વખતે ખૂબ પ્લાસ્ટીક વપરાય છે. શાક ભાજી, ફળની ખરીદીમાં પ્લાસ્ટીકની થેલીઓ આપણા ઘર સુધી આવી બજારમાં ફેંકી દેવામાં આવે છે. તેથી ગટરો બંધ થઈ જાય છે. ધરતીની ઉત્પાદન શકિત ઓછી થાય છે.વરસાદી પાણી ધરતીમાં ઉતરી શકતુ નથી અને ભૂગર્ભ જળ બગડે છે. અને અબોલજીવો (ગાયો) અકાળે મૃત્યુ પામે છે. પ્લાસ્ટીકનો વપરાશ ઘટાડવા માટે કપડાની થેલીનો પયોગ વધારીએ તો પર્યાવરણને પ્લાસ્ટીકથી નુકશાન નિવારી શકીએ. પ્લાસ્ટીકનો વપરાશ ઘટે તે માટે આખુ વર્ષ જનજાગૃતિનું કામ કરવામાં આવશે તેથી ૪ હજાર કાપડની થેલીનું વિતરણનો એક કાર્યક્રમ મવડી શાક માર્કેટ ખાતે કાલે સાંજે ૬ કલાકે રાખેલ છે.