દેશ–વિદેશના ચર્મરોગ નિષ્ણાંતો રોગના નિદાન–સારવાર અંગે વિસ્તૃત છણાવટ કરશે: ત્રણ દિવસીય કાર્યક્રમમાં વર્કશોપ સહિતના આયોજનો: ૮૦૦થી વધુ તબીબો આપશે હાજરી
ચામડીના રોગમાં વૈજ્ઞાનિક પુરાવા સાથે નિયમ પ્રમાણે નવિનતમ સારવાર એ હેતુ સાથે આવતીકાલ તા.૧૫થી ત્રણ દિવસ માટે રાજકોટ ખાતે ગુજરાત સહિત પાંચ રાજયના બનેલા વેસ્ટ ઝોનના ચામડીના રોગનાં નિષ્ણાંત તબીબોની દ્વિવર્ષિક કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં ચામડીના રોગ અને કોસ્મેટીક ક્ષેત્રે વિશ્ર્વ કક્ષાએ થયેલ અદ્યતન શોધ-સારવાર અંગે દેશ-વિદેશના ચર્મરોગ નિષ્ણાતો જ્ઞાનની આપ-લે કરશે એમ કોન્ફરન્સના ઓર્ગેનાઈઝીંગ ચેરપર્સન અને જાણીતા ચર્મરોગ નિષ્ણાંત ડો.પી.એમ.રામોતીયા અને ઓર્ગેનાઈઝીંગ સેક્રેટરી ડો.ચેતન લાલસેતાએ ‘અબતક’ની મુલાકાત દરમિયાન જણાવ્યું હતું. ઈન્ડીયન એસોસીએશન ઓફ ડર્મેટોલોજી-વેનેરીયોલોજીસ્ટ એન્ડ લેપ્રોલોજીસ્ટની ગુજરાત બ્રાન્ચના યજમાન પદે રાજકોટ ડર્મેટોલોજી એસોસીએશન દ્વારા યોજાનારી આ કોન્ફરન્સમાં વિશ્ર્વભરના ચામડીના રોગના નિષ્ણાંત તબીબો ઉપસ્થિત રહેશે.
આઈ.એ.ડી.વી.એલ.ની વેસ્ટ ઝોનની આ દ્વિવાર્ષિક કોન્ફરન્સના ઓર્ગેનાઈઝીંગ ચેરપર્સન ડો.રામોતીયાના જણાવ્યા અનુસાર વેસ્ટ ઝોનમાં ગુજરાત ઉપરાંત મહારાષ્ટ્ર, રાજસ્થાન, મધ્યપ્રદેશ અને ગોવા રાજયનો સમાવેશ થાય છે. દર બે વર્ષે અલગ અલગ ઝોનમાં આ પ્રકારે ચર્મ રોગ નિષ્ણાંતોની કોન્ફરન્સનું આયોજન કરવામાં આવે છે. ગુજરાતમાં આ બીજી અને રાજકોટમાં પ્રથમ વખત કોન્ફરન્સ યોજાઈ રહી છે. કોન્ફરન્સમાં ચામડીના રોગના નિદાન અને સારવાર ક્ષેત્રે વિશ્ર્વકક્ષાએ થયેલાં વિવિધ રીસર્ચ અને સારવારની પધ્ધતિ અંગે ગહન ચર્ચા કરવામાં આવતી હોય છે અને ચર્મ રોગ નિષ્ણાંતો અદ્યતન સારવાર પોતાના દર્દીને પૂરી પાડી શકે એ હેતુ હોય છે. વેસ્ટ ઝોનની આ કોન્ફરન્સ આવતીકાલ તા.૧૫ ડિસે.થી ત્રણ દિવસ માટે પ્રમુખ સ્વામી ઓડિટોરીયમ ખાતે યોજાનાર છે. કોન્ફરન્સમાં ૧૦૦૦ જેટલાં ચર્મરોગ નિષ્ણાંત તબીબોને દેશ-વિદેશના જાણીતા ચર્મરોગ નિષ્ણાંતો માર્ગદર્શન આપશે.
કોન્ફરન્સના ઓર્ગેનાઈઝીંગ સેક્રેટરી અને જાણીતા ચર્મરોગ નિષ્ણાંત ડો.ચેતન લાલસેતાએ માહિતી આપતા જણાવ્યું હતું કે, કોન્ફરન્સમાં જર્મની, થાઈલેન્ડ, મુંબઈ, બેંગ્લોર, અમદાવાદ, વડોદરા, જલંધર, સુરત સહિતના શહેરોમાંથી નિષ્ણાંત ફેકલ્ટી લેકચર લેવા પધારશે. જર્મનીના ડો.પિયેટ્રો નેનોફ ફંગલ ઈન્ફેકશન, ધાધર જેવા રોગની સારવાર અંગે, થાઈલેન્ડના ડો.વચીરા ખીલના ડાઘ-ખાડા, ઉમરના કારણે ચહેરા પર થતી કરચલીઓ વગેરેમાં લેઝર ટ્રીટમેન્ટ વિશે, કોસ્મેટીક સારવારના પ્રણેતા એવા મુંબઈના ડો.સતિષ સાવંત ખિલના કારણે થતા ખાડાની અદ્યતન સારવાર વિશે, ડો.વિનય શરાફ સફેદ ડાફ (કોઢ)માં પ્લાસ્ટીક સર્જરી અંગે મૈસુરના ડો.વેંકટ રામન વાળના વિવિધ રોગની સારવાર અંગે, ત‚ણાવસ્થા તથા મોટી ઉંમરે થતા ખિલ અને તેના કારણે થતા હોર્મોન્સ ચેન્જીસ વિશે ડો.વિના મદનાની,ચામડીના રોગની અદ્યતન સારવાર વિશે અમદાવાદના ડો.સુધીર પુજારા, ચામડીમાં એલર્જીના કારણે તથા અન્ય કારણોસર થતી ખંજવાળની તકલીફ અંગે મુંબઈના ડો.સુશિલ તાહેલીયાની, એલર્જી અને સીરસની સારવાર અંગે મુંબઈના ડો.કિરણ ગોડસે સહિદ દેશ વિદેશના અનેક જાણીતા ચર્મરોગ નિષ્ણાંત તબીબો માર્ગદર્શન આપશે. આઈ.એ.ડી.વી.એલ.ના રાષ્ટ્રીય પ્રેસીડન્ટ અને વડોદરા જાણીતા ચર્મરોગ નિષ્ણાંત ડો.યોગેશ મારફતીયા દ્વારા તબીબી વિદ્યાર્થીઓ માટે રીસર્ચ-મેથોલોજી વર્કશોપ રાખવામાં આવ્યો છે. જેમાં પેપર પ્રેઝન્ટેશન કઈ રીતે કરવું…? એ વિશે ખાસ માર્ગદર્શન આપવામાં આવશે. સંધીવા-આર્થરાઈટીસમાં ડર્મેટોલોજીસ્ટ અને ‚મેટોલોજીસ્ટ સાથે મળીને કઈ રીતે સારવાર કરી શકે એ વિશે અમદાવાદની સરકારી હોસ્પિટલના સ્કીન વિભાગના હેડ ડો.બેલા શાહ માર્ગદર્શન આપશે.
આ કોન્ફરન્સમાં સંધીવા-આર્થરાઈટીસમાં ડર્મેટોલોજીસ્ટ અને ‚મેટોલોજીસ્ટ સાથે મળીને સારવાર કરવી વગેરે વિષયો પર પણ નિષ્ણાંત તબીબો માર્ગદર્શન આપશે. આ ઉપરાંત તબીબી વિદ્યાર્થીઓ દ્વારા ૧૪ જેટલા એવોર્ડ પેપર, ૧૦૪ જેટલા ઈપેપર અને ૨૦થી વધુ થિસિસ પેપર રજૂ કરવામાં આવશે.
ચર્મરોગ નિષ્ણાત તબીબોની આ કોન્ફરન્સ ડર્મોઝોન વેસ્ટ-૨૦૧૭ નો ઉદધાટન સમારોહ આવતીકાલ તા.૧પ ડિસેમ્બરને શુક્રવારે બપોરના ૧રકલાકે રાખવામાં આવ્યો છે. રાજકોટમાં મેયર ડો. જયમનભાઇ ઉપાઘ્યાયના અઘ્યક્ષસ્થાને યોજાનારા આ સમારંભમાં રામકૃષ્ણ મિશનના સ્વામીશ્રી નિખિલેશ્ર્વરાનંદજી ખાસ ઉ૫સ્થિત રહી લેકચર આપશે. આ પ્રસંગે એસોસીએશનના રાષ્ટ્રીય પ્રેસીડન્ટ વડોદરાના ડો. યોગેશ મારફતીયા, પેટ્રન ડો. કે.એમ. આચાર્ય, ડો. ફેની બિલીમોરીયા સહીત જાણીતા ચર્મ રોગ નિષ્ણાતો ઉ૫સ્થિત રહેશે. સીનીયર ચર્મ રોગ નિષ્ણાતના બહુમાન કરવામાં આવશે તથા કોન્ફરન્સના ઇસોવેનીયરનું મહાનુભાવોના હસ્તે વિમોચન કરવામાં આવશે.
કોન્ફરન્સના આયોજન માટે પ્રેટ્રન ડો. કે.એમ. આચાર્ય, ડો. ફેની બિલીમોરીયા, આઇ.એ.ડી.વી. એલ. ગુજરાત બ્રાન્ચના પ્રેસીડન્ટ ડો. ભાવેશ દેવાણી, ઓર્ગેનાઇઝીંગ ચેરપર્સન ડો. રામોતીયા, સેક્રેટરી ડો. લાલસેતા સાથે ઓર્ગેનાઇઝીંગ કો. ચેરપર્સન ડો. મુકેશ પોપટ, ડો. રાજેશ બુઘ્ધદેવ, સાયન્ટીફીક કમીટીના ચેરપર્સન ડો. કે.બી. પંડયા, ડો. બેલા શાહ, સાયન્ટીફીક સેકેટરી ડો. અશ્મી પંડયા, ટ્રેઝરર ડો. જતીન પટેલ, જોઇન્ટ સેક્રેટરી ડો. મુકેશ ‚પારેલીયા, ડો. હેમાંગ દેસાઇ, ડો. પ્રતીક શેઠ કાર્યરત છવે. આ ઉપરાંત શ્રી સમીર વસાવડા, ડો. સંતોષ રાઠોડ, ડો. ભાવેશ શાહ, ડો. દિપક ઝાલા, ડો. વિજય કાનાણી, ડો. ચેતાલી પટેલ, ડો. હર્ષિત રાણપરા, ડો. ભરત ટાંક, ડો. હિતેન્દ્ર પટેલ, ડો. ભારતી પટેલ, ડો. આશા માત્રાવાડીયા, ડો. કિંજલ વસોયા સહીતના તબીબો વિવિધ કમીટીમાંસેવા આપે છે. કોન્ફરન્સના મીડીયા કો. ઓર્ડીનેટર તરીકે વૈભવ ગ્રુપના વિજય મહેતા સેવા આપે છે.