પત્રકારોએ જ્ઞાનયજ્ઞમાં મહાઆરતીનો લાભ લીધો: મોટી સંખ્યામાં કથાનું રસપાન કરતા ભાવિકાે
ઉપલેટામાં તા.૧૧ થી પ્રારંભ થયેલ કલા ભગત સમાધી દ્વિશતાબ્દી મહોત્સવ નિમિતે રામદેવપીર સપ્તાહ જ્ઞાનયજ્ઞનું આવતીકાલે સાંજે સમાપન કરવામાં આવશે.જ્ઞાનયજ્ઞના વ્યાસપીઠ પર રામદેવડા (રાજસ્થાન) નિવાસી સ્વામી મુલયોગીરાજ રામદેવરા છેલ્લા પાંચ દિવસથી રામદેવપીર સપ્તાહમાં શ્રીહરિ ભુલોક સ્થાન, દડાની રમત, ડાલીબાઈ જન્મકથા, રામદેવપીરના વિવાહ, સાર્ધરાજજીનો જન્મ ડાલીબાઈએ રણુજા ત્યાગી દીધું. સમાધી લેવા રણુજા રામસરોવર સહિતના પ્રસંગોનું ભકતોને રસપાન કરાવેલ.
જયારે આજે શ્રી રામદેવજીએ સમાધી લીધી. વંશજો દ્વારા નિર્માણ થયું. શ્રી રામેદવજીના પરમ ભગત શ્રી દરજી ભાટી (ક્ષત્રિય)નો જન્મ દલા મહાજનને પુત્ર આપવો દલા મહાજન દ્વારા બરાઠીયામાં વિશાળ મંદિરના પ્રસંગોનું સુમધુર વાણીમાં રસપાન કરાવેલ હતું. જયારે આવતીકાલે રામદેવ મહાયજ્ઞ પાટ-પ્રસાદી, સપ્તાહ પૂર્ણાહુતી, સાંજે મહાઆરતી અને મહાપ્રસાદનું આયોજન કરવામાં આવેલ છે.
આ જ્ઞાનયજ્ઞ સપ્તાહ દરમ્યાન દરરોજ જુદા-જુદા સામાજીક કાર્યક્રમોમાં સાંજે રાખવામાં આવ્યો હતો તેમાં ગઈકાલે આખો દિવસ બ્લડ ડોનેશન કેમ્પ યોજવામાં આવેલ હતો. તેમાં ૫૧ યુનિટ રકત એકત્ર થયું હતું. જયારે આજે સાંજે કથાસ્થળે જાણીતા હાસ્ય કલાકાર મનસુખભાઈ વસોયા, ખિલોરીના મંડળી પોતાનું હાસ્ય રસ પીરસશે. આ જ્ઞાનયજ્ઞ સપ્તાહમાં ધારાસભ્ય લલીતભાઈ વસોયા પણ જ્ઞાનવાણીનો લાભ લીધો હતો.
સપ્તાહના અંતિમ ચરણમાં શહેરના પત્રકારો ભરત રાણપરીયા, કૃષ્ણકાંતભાઈ ચોટાઈ, જગદીશભાઈ રાઠોડ, કાનભાઈ સુવા, વિપુલભાઈ ધામેચા, હરસુખભાઈ સોજીત્રા તેમજ કલા ભગત સમાધિ મહોત્સવ સમિતિના અશોકભાઈ ડોબરીયા, બટુકભાઈ ગજેરા, કિશન વસોયા, દેવેનભાઈ વસોયા, બટુકભાઈ મુરાણી, બાબુભાઈ ડોબરીયા સહિત કમિટીના સભ્યોની હાજરીમાં પત્રકારોના હસ્તે મહાઆરતી ઉતારવામાં આવી હતી. આ કથામાં છેલ્લા પાંચ દિવસ થયા બહોળી સંખ્યામાં ભાઈ-બહેનો મોટી સંખ્યામાં હાજર રહી કથાનું રસપાન કરી રહ્યા છે.