સંસ્થામાં તાલીમ લેતી મહિલાઓ તેમજ કડવીબાઇ વીરાણી ક્ધયા વિઘાલયની બાળાઓ માટેનું ખાસ આયોજન
તાંડવ નર્તન એજયુકેશન ટ્રસ્ટ દ્વારા આવતીકાલે કડવીબાઇ વીરાણી ક્ધયા વિઘાલય ખાતે કલાસીકલ ગરબાના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. જે અંગેની વિસ્તૃત વિગતો આપવા આયોજકો જીજ્ઞેશ સુરાણી, ક્રિષ્ના સુરાણી, દિપીકા પરમાર, જાગૃતિ મહેતા, ક્રિષ્ના હિંગરાજીયા અને નીરાલી મારેજીયાએ અબતકની મુલાકાત લીધી હતી.
તાંડવ નર્તન એજયુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ રાજકોટ સૌ પ્રથમ વાર નવરાત્રીના અગામન સ્વરુપે પરાશકિતના પગલાને વધાવવા જઇ રહ્યું છે.
ત્યારે સુરક્ષા સેતુ સોસાયટી અને વલ્લભ ક્ધયા કેળવણી મંડળ, સહકાર સાથે અમારી નૃત્ય સંસ્થાની વિઘાર્થીનીઓ તેમજ કડવીબાઇ વિરાણી ક્ધયા વિઘાલયની વિઘાર્થીનીઓ મળીને મા ભગવતી જગદંબાને પોતાની શકિત અને ભકિત આપણા સાંસ્કૃતિક પ્રાચીન – અર્વાચીન રાસ- ગરબા સ્વરુપે આરાધશે.
કલાસીકલ ગરબાનો કાર્યક્રમ આવતીકાલે ઢેબર રોડ પર આવેલ કડવીબાઇ વીરાણ ક્ધયા વિધાલય ખાતે સાંજે ૬ થી ૮ દરમિયાન યોજાશે.