બક્ષીપંચ મોરચા દ્વારા બ્લડ ડોનેશન કેમ્પ, લઘુમતિ મોરચા દ્વારા સિવિલ અને જનાના હોસ્પિટલમાં ફ્રુટ વિતરણ અને યુવા ભાજપ દ્વારા વૃઘ્ધાશ્રમમાં ભોજન સહિતના કાર્યક્રમો યોજાશે
આવતીકાલે રાજયના લોકલાડીલા મુખ્યમંત્રી વિજયભાઇ ‚પાણીનો જન્મદિવસ છે. ત્યારે શહેર ભાજપ દ્વારા આ નિમિતે વિવિધ સેવા કાર્યો હાથ ધરાયા છે. જેમાં શહેર ભાજપ પ્રમુખ કમલેશ મીરાણીના માર્ગદર્શનહેઠળ બક્ષીપંચ મોરચા દ્વારા બ્લડ ડોનેશન કેમ્પ યોજાશે. લધુમતિ મોરચા દ્વારા સીવીલ અને જનાના હોસ્૫િટલમાં ફુટ વિતરણ કરાશે. અને યુવા ભાજપ રમણીક કુંવરબા વૃઘ્ધાશ્રમનાં વૃઘ્ધો સાથે ભોજન લેશે.
શહેર ભાજપ પ્રમુખ કમલેશ મીરાણીના માર્ગદર્શન હેઠળ તેમજ શહેર ભાજપ બક્ષીપંચ મોરચાના પ્રમુખ નિલેશ જલુ, મહામંત્રી સોમભાઇ ભાલીયા, લલીત વાડોલીયાની આગેવાનીમાં આવતીકાલે શહેર ભાજપ બક્ષી પંચ મોરચા દ્વારા ૯.૩૦ થી બપોરે ૧૨.૩૦ સુધી ગીરનારા સોની સમાજની વાડી, લક્ષ્મીવાડી મેઇન રોડ ખાતે હવેલી પાસે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. આ અંગેની વધુ માહીતી
આપતા નીલેશ જલુએ જણાવ્યું હતું કે રકતદાન એ મહાદાન છે. રકતદાન થકી અમુલ્ય માનવજીવન બચાવી શકાય છે. મુખ્યમંત્રી વિજયભાઇ ‚પાણી હરહંમેશ ગુજરાતની પ્રજાની સાથે રહે છે જેનું તાજુ ઉદાહરણ તેઓની પુર અસરગ્રસ્ત ઉતર ગુજરાતના વિસ્તારમાં સતત હાજરીથી મળે છે. આવા પ્રગતિશીલ, નિર્ણાયક, પારદર્શી અને સંવેદનશીલ ભાજપ સરકારના પ્રણેતા વિજયભાઇ ‚પાણીની જીવનયાત્રાના ૬૧ વર્ષ પૂર્ણ થતાં હોય અને ૬રમાં વર્ષમાં મંગલ પ્રવેશ થતો હોય આ સોનેરી અવસરને વધાવવા અને તે યાદગાર બની રહે તેમજ સમાજના પ્રત્યેક માનવીને જીવન બચાવવા માટેની પૂરતી સહાય મળી રહે તેવા ઉન્નત હેતુ સાથે શહેર ભાજપ બક્ષીપંચ મોરચા દ્વારા રકતદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં રાજકોટના મહતમ પ્રજાજનો જોડાય, રકતદાન મહાદાન અર્પણ કરી અનેક માનવીઓની જીંદગીઓ બચાવે તેવા ઉમદા સત્કાર્યમાં જોડાવા નિલેશ જલુએ અનુરોધ કર્યો છે.
શહેર ભાજપ લધુમતિ મોરચા દ્વારા કાલે સવારે ૯.૩૦ કલાકે શહેરની પીડીયુ સીવીલ હોસ્૫િટલ તેમજ જનાના હોસ્૫િટલમાં સારવાર લેતા દર્દીઓને ફ્રુટ વિતરણ કરવામાં આવશે. આ તકે સીવીલ હોસ્૫િટલ ખાતે કાર્યક્રમની વ્યવસ્થા પીડીયુ સીવીલ હોસ્૫િટલના કાઉન્સેલર જયંત ઠાકર સંભાળશે.
શહેર ભાજપ યુવા મોરચા દ્વારા કાલે સાંજે ૭ કલાકે શહેરના રમણીક કુંવરબા વૃઘ્ધાશ્રમમાં વૃઘ્ધો સાથે ભોજન લઇ તેમને હુંફ આપી વડીલો આપણી ફરજ નહી પરંતુ ધર્મ છે. ની ઉકિત સાકાર કરી જન્મદિવસની ઉજવણી કરવાના છે. ત્યારે આ કાર્યક્રમમાં તેમની સાથે શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણી, વિધાનસભા-૬૯ ના વાલી નિતીન ભારદ્વાજ શહેર યુવા ભાજપ પ્રમુખ પ્રદિપ ડવ, કોષાઘ્યક્ષ અનીલભાઇ પારેખ, કાર્યાલય મંત્રી હરેશ જોશી સહીતના ભાજપ અગ્રણીઓ જોડાશે.
કાર્યક્રમને સફળ બનાવવા શહેર ભાજપ યુવા મોરચાના પ્રમુખ પ્રદિપ ડવ, મહામંત્રી પરેશ પીપળીયા, પૃથ્વીસિંહ વાળાની આગેવાનીમાં યુવા મોરચાના અમીત બોરીચા, હિતેશ મારુ, સતીષ ગમારા, સર્વેશ્ર્વર ચૌહાણ, કુલદીપસિંહ જાડેજા, વ્યોમ વ્યાસ, પાર્થરાજસિંહ ચૌહાણ પૂર્વેશ ભટ્ટ કીશનભાઇ ટીલવા, હિરેન રાવલ સહીતના જહેમત ઉઠાવી રહ્યા છે.