વિશ્વ યોગદિનની ઉજવણીના ભાગરૂપે રાજકોટના રાજમહેલ સહિત વિવિધ સ્થળોએ યોગાસનના ભવ્ય કાર્યક્રમો
ભારત દેશ તેની ધર્મ, સંસ્કૃતિ, સભ્યતા, આધ્યાત્મિકતા, આર્યુવેદ, યોગા જેવી બહુમૂલા પ્રતિભાથી સમગ્ર વિશ્વને જ્ઞાન અને દિશા દર્શન પૂરું પાડી રહ્યો છે. યોગ સાધના તન, મનને તાજગી અને તંદુરસ્તી બક્ષવાનું કામ કરે છે. સમગ્ર વિશ્વએ ભારતની આ બેજોડ સાધનાને સ્વીકારી છે. પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના પ્રયત્નોથી સમગ્ર વિશ્વમાં ૨૧ જૂનને વિશ્વ યોગ દિવસ તરીકે સ્વિકૃત કરાયો છે. આ દિવસે વિશ્વભરમાં લોકો યોગ કરી તેને જીવન પ્રણાલીનો એક ભાગ બનાવે તેવો પ્રયત્ન કરવામાં આવે છે.
આગામી તા. ૨૧ જૂનના રોજ વિશ્વ યોગ દિવસ નિમિત્તે સમગ્ર વિશ્વમાં યોગ કરવામાં આવશે. આ વર્ષે યોગની થીમ છે : ‘યોગા ફોર હાર્ટ કેર’. હૃદય એ માનવ શરીરનું સૌથી અગત્યનું અંગ છે. આપણી જીવંતતા હૃદય અને મગજને આભારી છે. ત્યારે હૃદયની તંદુરસ્તી માટે જાગૃતિ જરૂરી છે. હાર્ટ એટેક ખુબ જ જોખમી છે તેના મૂળમાં બ્લડ પ્રેસર, ડાયાબિટીસ, ધુમ્રપાન કે બેઠાડુ જીવન જવાબદાર છે.
હૃદયની બીમારીથી દૂર રહેવા અન્ય અંગોની માફક હૃદયને કેળવવું પણ તેટલું જ જરૂરી છે. હ્ર્દયને શારીરિક રીતે મજબૂત બનાવી હૃદય રોગ, બ્લડ પ્રેસર અને ડાયાબિટીસ જેવી બીમારી ટાળી શકાય છે તેમ હાર્ટ સ્પેશિયાલિસ્ટ ડો. રાજેશ તેલીજણાવે છે. છેલ્લા ૩૦ વર્ષથી હૃદય બીમારી અંગે પ્રેક્ટિસ કરતા, સત્ય સાઈ હોસ્પિટલ – રાજકોટ સાથે સંકળાયેલા ડો રાજેશ જણાવે છે કે યોગ એક કસરત છે જેમ શરીરના અન્ય અંગને મજબૂત કરવા વિવિધ એક્સરસાઇઝ કરવામાં આવે છે તેમ હૃદયના ધબકારાને વધારી ઘટાડી તેને મજબૂત કરવા સ્વિમિંગ, સાઈકલિંગ, રનિંગ કે જોગિંગ જેમ યોગ પણ તેટલું જ મદદરૂપ થાય છે.
નિયમિત યોગ થકી સ્ટ્રેસ સમયે હ્ર્દયના ધબકારા વધે તો પણ તેને એટેક આવવાની સંભવના ઓછી રહે છે, પ્રાણાયમ કરવાથી ધબકારા નિયંત્રણ કરી શકાય છે. તેના માટે નાનપણથી યોગ સાધના નિયમિત કરવાની સલાહ ડો. તેલી આપે છે. સૌથી મહત્વનું છે કે યોગ કોણે કરવા જોઈએ અને કોણે ના કરવા જોઈએ ? ડો. તેલી જણાવે છે કે જે લોકો સંપૂર્ણ નિરોગી છે તેઓ તમામ પ્રકારના યોગાસન કરી શકે છે.
રાજકોટ શહેરમાં પાંચ મુખ્ય ગ્રાઉન્ડમાં મોટી સંખ્યામાં લોકો યોગમાં જોડાશે. જેમા રેસકોર્સ મેદાન ખાતે વોર્ડ નં ૨,૩,૭, સાધુ વાસવાણી રોડ પર રાજ પેલેસે પાસે વોર્ડ નં ૧,૯,૧૦, આર. એમ.સી. ક્વાર્ટર પાસેનું ગ્રાઉન્ડ, પારડી રોડ પર વોર્ડ નં ૧૪,૧૬,૧૭, નાના મૌવા સર્કલ પાસે મલ્ટી એક્ટિવિટી સેન્ટર સામે વોર્ડ નં ૮,૧૧,૧૨,૧૩ ના રહેવાસીઓ તેમજ રણછોડ દાસ બાપુ આશ્રમ સામે ગ્રાઉન્ડ પર વોર્ડ નં ૪,૫,૬,૧૫ ના રહેવાસીઓ મોટી સંખ્યામાં જોડાઈ વિશ્વ યોગ દિન સાર્થક કરશે તેમ જિલ્લા યુવા વિકાસ અધિકારીશ્રી ધર્મરાજસિંહ વાઘેલા જણાવે છે.
યોગ અભ્યાસ પહેલા શું કરવું ?
- યોગાભ્યાસ માટે સ્વચ્છતા એક મહત્વપૂર્ણ આવશ્યકતા છે. જેનાી શરીર અને મન સ્વચ્છ રહે છે.
- યોગ અભ્યાસ શાંત વાતાવરણમાં એક શાંત મન સાથે કરવો જોઈએ.
- યોગ ખાલી પેટે કે પછી થોડુક જ પેટ ભરેલું હોય ત્યારે કરવા જોઈએ. જો કમજોરી મહેસૂસ થાય તો ગરમ પાણીમાં થોડુ મધ નાખી પીવું.
- યોગાભ્યાસ શરૂ કરતા પહેલા એક ગાદલુ, યોગામેટ ડયૂરી કે ફલોડ કરેલી બેડશીટ સંભાળીને રાખો.
- હલકા અને આરામદાયક સુતરાઉ વસ્ત્ર પહેરો.
- બીમારી, દુ:ખાવો, હૃદય સંબંધી સમસ્યાઓના મામલે ડોકટરી સલાહ બાદ યોગાભ્યાસ કરો.
- ગર્ભાવસ કે માસિક ધર્મ દરમિયાન યોગાભ્યાસ કરતા પહેલા વિશેષજ્ઞોની સલાહ લો.
યોગાભ્યાસ દરમિયાન શું કરવું
- મનને શાંત કરવા માટે અનુકુળ વાતાવરણ બનાવવા માટે પ્રાથના કે આહવાન સો યોગાભ્યાસ શરૂ કરો.
- યોગાસનને ધીરે ધીરે આરામી, શરીર અને શ્વાસની જાગૃતિ સો કરો.
- જ્યાં સુધી શ્વાસ સંબંધી સુચનો ન મળે ત્યાં સુધી શ્વાસને રોકી રાખો.
- શ્વાસ હંમેશા નાસિકાના માધ્યમી જ લો.
- કોઈપણ સમયે શરીરને કસકસાવીને કે પરાણે યોગાભ્યાસ ન કરો.
- યોગનો અભ્યાસ લગાતાર અને નિયમીત કરો તો જ ફાયદો શે.
યોગાભ્યાસ બાદ શું કરવું
- યોગ અભ્યાસની ૨૦-૩૦ મીનીટ બાદ સ્નાન કરવું.
- યોગાભ્યાસની ૨૦-૩૦ મીનીટ બાદ જ ભોજન કરવું.
ભગીની ફાઉન્ડેશન લેડીઝ કલબ દ્વારા ૩ દિવસની યોગ શિબિર: નીહરબા સરવૈયા
નીહરબા વિક્રમસિંહ સરવૈયાએ જણાવ્યું કે છેલ્લા ૧૩ વર્ષી યોગ સાધના સો જોડાયેલી છું, યોગ સાધન એક નવજીવન આપવા માટેની દોરી છે. જેક્ષ માનસીક, શારીરિક તા અનેક બીમારીથી છુટકારો મળે છે. સમાજને યોગ સાધનાનો માર્ગ દેખાડવો છે જે માટે નિ:શુલ્ક કલાસો ચલાવીએ છીએ. રાજકોટનાં હંસરાજ નગરમાં, ૬ વર્ષી રેલનગરમાં નિશુલ્ક કલાસો ચલાવીએ છીએ. ૨૧ જૂન નીમીતે સમાજનાં બહેનોને પણ ભગીની ફાઉન્ડેશન લેડીઝ કલબને લાભ મળે તે અંગે ૩ દિવસની શિબીર રાખેલ છે. તેમાં યોગ/પ્રાણાયમ/એકસાઈઝ/ઝુમ્બા જેવી પ્રવૃતિઓ કરાવીએ છીએ.
રાજકોટના પેલેસ રોડ પર આવેલા રાજ મહેલમાં યોગ દિવસ નિમિત્તે ૩ દિવસીય શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે. રાણી કાદમ્બરી દેવી દ્વારા ભગીની ફાઉન્ડેશન લેડીઝ કલબ છેલ્લા કેટલાય સમયી કાર્યરત છે. આ લેડીઝ કલબ અને પતંજલી મહિલા સમિતિના તાલુકા અધ્યક્ષ નીહરબા સરવૈયા દ્વારા માત્ર બહેનો માટે યોગ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું.
લેડીઝ પણ યોગા પ્રત્યે જાગૃત થાય : પૂજાબા જાડેજા
પૂજાબા રાજદીપસિંહ જાડેજાએ જણાવ્યું કે અમે ભગીની સેવા ફાઉન્ડેશન રાજકોટ ફેમીલીમાંી રાણીસાહેબા કાદમ્બરી દેવી ઓફ રાજકોટ દ્વારા ચલાવીએ છીએ, લીલાબા સરવૈયાનો જે મોટીવ છે કે લેડીઝ પણ યોગા પ્રત્યે જાગૃત થાય તો તેના માટે ત્રણ દિવસ અમારી સંસમાં સારી ફરજ આપી અને અમે આ પ્રોગ્રામ લેડીઝ માટે ચાલુ કરેલ છે. યોગ માટે જાગૃત વાની શીખ આપે છે.
યોગમાં જોડાવા માંગતા લોકોએ નીચે મુજબ તૈયારી સાથે આવવું
- દરેક નાગરિકોએ ૬*૪ જેટલી મોટી શેત્રુંજી તથા નેપકીન સાથે લાવવા
- નાગરિકોએ સવારે ખાલી પેટે આવવું
- દરેક નાગરિકોએ ખુલ્લો સારો પોશાક પહેરો આવશ્યક છે
- મહિલાઓએ પંજાબી ડ્રેસ પહેરવો જેથી યોગાભ્યાસ માટે સાનુકૂળતા રહે
- શક્ય હોય તો સફેદ વસ્ત્રો પહેરવા
- નાગરિકોએ સમયથી ૩૦ મિનિટ પહેલા આવી સ્થાન મેળવી લેવું
- દરેક નાગરિકે પોતાના શરીરની મર્યાદા મુજબ જ યોગાભ્યાસ કરવો
- જરૂર જણાય તો નિર્દેશક અથવા સ્વયંસેવકનો સંપર્ક કરવો
- જો સંભવ હોય તો હેળી અને ખભાને બિલકુલ સીધા રાખો અને પીઠને અને માાને પાછળની તરફ ઝુકાવો
- એ પણ સુનિશ્ચિત કરો કે તમારા પગની આંગળીઓ એકબીજાની નજીક રહે
- શરૂઆતમાં આ આસન કરતી વખતે થોડીક જ વાર સુધી આ મુદ્રામાં રહો અને ધીરે ધીરે આ મુદ્રાના સમયને વધારો.
ભૂજંગાસનના ફાયદા
- ભૂજંગાસન કરવાી પાચન બિલ્કુલ ઠીક રહે છે અને કબજીયાત તા એસીડીટીમાં રાહત રહે છે.
- ભૂજંગાસન કરવાી કરોડરજ્જુ એકદમ મજબૂત થાય છે અને પહેલાી વધારે લચીલી બને છે.
- રક્ત પ્રવાહ વ્યવસ્તિ થાય છે.
- મહિલાઓમાં માસિક ધર્મની અનિયમિતતા ખત્મ ઈ જાય છે.
- અસ્મા અને સાઈટીકા જેવી બીમારીઓમાં રાહત રહે છે.
- ભૂજંગાસન પીઠના દર્દોમાં રાહત આપે છે.
- આ ઉપરાંત તે ફેફસાને પણ કાર્યરત રાખે છે.
કોણે ન કરવું
- જો કોઈ વ્યક્તિને અલ્સર, હર્નિયા તેમજ ક્ષય રોગ હોય તો તેણે ભૂજંગાસન કોઈપણ પરિસ્થિતિમાં ન કરવું જોઈએ.
- જો હાઈપો થાઈરોઈડ હોય તો ડોકટરની સલાહ બાદ જ આસન કરવું.
- પેટમાં કોઈ ઈજા ઈ હોય કે પછી અસ્માના દર્દી હોય તો ન કરવું.
- ગર્ભવતી મહિલાઓએ ભૂજંગાસન કરવાનું ટાળવું.
- પીઠમાં જૂની ઈજા ઈ હોય અને તેમાં દુ:ખાવો તો હોય તો ન કરવું.