રાજકોટ તા. ૯ ઓગસ્ટ – મહિલા અને બાળ વિકાસ વિભાગ, ગુજરાત સરકાર દ્વારા તા. ૧-૮થી તા. ૧૪/૮/૨૦૧૯ દરમિયાન મહિલા સશક્તિકરણ પખવાડિયું સમગ્ર રાજ્યમાં ઉજવવામાં આવી રહ્યું છે. જે અંતર્ગત ‘મહિલા બાળ પોષણ જાગૃતિ’ દિવસની ઉજવણી તા. ૧૦/૮/૨૦૧૯ ના રોજ સવારે ૧૦:૦૦ કલાકે જિલ્લા પંચાયત સભાખંડ, જિલ્લા પંચાયત, રેસકોર્સ ખાતે કરવામાં આવનાર છે.
આ કાર્યક્રમમાં રાજકોટ જિલ્લાના મધ્યમ અને અતિ કુપોષિત બાળકોની માતાઓને તજજ્ઞો તથા મહાનુભાવો દ્વારા માર્ગદર્શન અને પરિસંવાદ કરવામાં આવશે.
આ કાર્યક્રમના અધ્યક્ષસ્થાને જીલ્લા પંચાયત પ્રમુખ સુશ્રી અલ્પાબેન અર્જુનભાઈ ખાટરીયા, અતિથિ વિશેષ તરીકે જિલ્લા વિકાસ અધિકારીશ્રી અનિલભાઈ રાણાવસીયા, મહિલા બાળ વિકાસ અને યુવા પ્રવૃત્તિ સમિતિના અધ્યક્ષ સુશ્રી હેતલબેન ગોહિલ, કારોબારી સમિતિના ચેરમેનશ્રી રેખાબેન પટોળીયા, વિપક્ષ નેતાશ્રી ધ્રુપદબા કુલદીપસિંહ જાડેજા વગેરે ઉપસ્થિત રહેશે. આ કાર્યક્મમાં ઉપસ્થિત રહેવા આઈ.સી.ડી.એસ. શાખાના પ્રોગ્રામ ઓફિસર વત્સલાબેન દવેએ જણાવ્યું છે.