૨૦૧૯ અંતરીક્ષ માટે એક શાનદાર વર્ષ થવા જઈ રહ્યું છે.વાસ્તવમાં આ વર્ષનો પ્રથમ મહિનો ખગોળ રસિકો માટે ખૂબજ આશ્ચર્ય ચકિત ઘટનાઓ લઈને આવી રહ્યો છે.આ મહિનામાં એક દુર્લભ ચંદ્ર ઘટના સુપર બ્લડ મુન વાસ્તવમા ચંદ્ર ઘટનાઓની એક મહત્વની ફિફેકટા બનવા જઈ રહી છે ફૂલ ચંદ્રગ્રહણ, સુપર બ્લડ મુન અને ‘વુલ્ફમુન’ અને સુપર બ્લડમુન પણ કહેવામાં આવે છે. ૨૦૧૯માં સુપરમૂન જે ૨૦ જાન્યુઆરીના રોજ દેખાશે. અમેરિકા અને પશ્ચિમી યુરોપ અને આફ્રિકાના કેટલાક હિસ્સામાં લોકોને દેખાશે.
ઉલ્લેખનીય છે કે ફૂલ ચંદ્રગ્રહણ ત્યારે જ થાય છે. જયારે સૂર્ય પૃથ્વી અને ચંદ્રમાં પુરી રીતે એકલાઈનમાં હોય અને પૃથ્વી સૂર્યના પ્રકાશને ચંદ્રમાં સુધી જતા રોકે આ ઉપરાંત પૂર્ણ ચંદ્ર હોય એટલે કે ફૂલમૂન ડે (પૂનમ)ના દિવસે જ ચંદ્રગ્રહણ હોય છે.
જયારે સુપર બ્લડ એક ઘટના છે. જેમાં ચંદ્ર વિશેષ રૂપે મોટો અને ઉજજવળ દેખાય છે. જેમાં એક લાલ ચમક હોય છે. સુપરમુન દરમિયાન ચંદ્રમાં પૃથ્વીથી સામાન્યથી અધિક નજીક હોય છે. જેનાથી તે એક મોટો અને ચમકદાર દેખાય છે. ફૂલ ચંદ્રગ્રહણ દરમિયાન જયારે સૂર્યનો પ્રકાશે પૃથ્વીના વાયુમંડળમાંથી પસાર થાય છે. અને સૂર્યના પ્રકાશની નાની તરંગદૈર્ધ્ય પૃથ્વીની છાયાની બહાર વિખેરાઈ જાય છે. લાલ ચમક પૃથ્વીના વાતાવરણમાં ધૂળ અને વાદળોની માત્રા પર નિર્ભર કરે છે. વધુ ધૂળ ચંદ્રમાને વધુ લાલ બતાવે છે.
બીજી તરફ વુલ્ફમુન એક પૂર્ણિમાનું ઉપનામ છે. જે આ નામ અમેરિકી જનજાતીઓ દ્વારા આપવામાં આવ્યું હતું. અમેરિકી જનજાતીઓ દ્વારા વુલ્ફનો શિકાર કરવામાં આવતો અને ઠંડીની ઋતુમાં તેનો ભોજનમાં ઉપયોગ થતો હતો. અને હવે આ ઠંડીની ઋતુમાં નવા વર્ષની શરૂઆત સાથે ખગોળીય ઘટનાનો ઉત્કૃષ્ટ નજારો જોવા તૈયાર થઈ જાવ કેમકે ૨0 જાન્યુઆરીએ સુપર બ્લડ વુલ્ફમુન દેખાશે જે ૨૦૧૯નું પહેલુ પૂર્ણ ચંદ્રગ્રહણ છે.