લ્યો કરો વાત…સૂર્યગ્રહણને કારણે રજા જાહેર કરતી ઓરિસ્સા સરકાર
સૂર્યગ્રહણની દાયકાઓમાં જૂજ બનતી ખગોળીય ઘટનાઓ અંગે અનેક માન્યતાઓ પ્રવર્તી રહી છે. આવતીકાલે ગૂરૂવારે ભારતનાં કેટલાક ભાગોમાં આંશીક સૂર્યગ્રહણ જોવા મળશે. ભારત સહિત અન્ય દેશોમાં પણ સૂર્યફરતે અગન બંગડી જેવી સૂર્યગ્રહણનું ચિત્ર જોવા મળશે. આવું દ્રશ્ય જયારે પૃથ્વી અને સૂર્ય વચ્ચે બરાબર ચંદ્ર સૂર્યની મધ્યભાગમાં આવી જાય છે.ત્યારે આવું દ્રશ્ય સર્જાય છે.
ગૂરૂવારે દેશમાં દેખાનારૂ આ સૂર્યગ્રહણ વર્ષનું ત્રીજુ અને અંતિમ સૂર્યગ્રહણ બનશે જે એશિયા, આફ્રિકા અને ઓસ્ટ્રેલીયામાં જોવા મળો. ભારતમાં અલગ અલગ વિસ્તારોમાં અલગ અલગ માત્રામાં આ નજારો જોઈ શકાશે જેમાં બેંગ્લોરમાં ૮૯.૪%, ચેન્નાઈમાં ૮૪.૬% મુંબઈમાં ૭૮.૮%હૈદ્રાબાદમાં ૭૪.૩% અમદાવાદમાં આ નજારો જોવા મળશે.
બિલા ઈન્ડસ્ટ્રીયલ ટેકનોલોજી મ્યુઝીમ અનુસાર કોલકતામાં ૪૫% ગ્રહણ ૮.૨૬:૫૫ સેકન્ડે શરૂ થશે અને ૯.૫૨:૩૭ વાગે ચરમ સીમાએ અને ૧૧:૩૨:૩૬ સેકન્ડે ગ્રહણ છૂટ્ટુ થશે. આ સૂર્યગ્રહણ છેલ્લા ૩ મીનીટ અને ૪૦ સેકન્ડે સંપૂર્ણ જોવા મળશે.
ભારત ઉપરાંત સાઉદી અરબ, કતાર, દુબઈ, ઓમાન, શ્રીલંકા, મલેશિયા, ઈન્ડોનેશિયા, સિંગાપૂર ઉતર મરીના ટાપુ, ગુવહાગ જેવા પ્રદેશો આ સૂર્યગ્રહણનાં સાક્ષી બનશે. જો તમારે સૂર્યગ્રહણ જોવું હાય તો તે નરી આંખે ન જોતા તેના માટે આંખોને રક્ષણ આપતા ચશ્મા પહેરવા જરૂરી છે. વેના આ છેલ્લા સૂર્યગ્રહણ બાદ વિશ્ર્વ ફરીથી ૧૫ દિવસ બાદ ૧૦ જાનયુ. ૨૦૨૦ના ફરીથી સૂર્યગ્રહણ જોઈ શકશે.ઓરિસ્સા સરકાર મંગળવારે રાજયમાં ૨૬મીડિસે. સૂર્યગ્રહણને લઈને સત્તાવાર રજા જાહેર કરી છે. રાજયની તમામ સરકારી કચેરીઓ ન્યાયાલય અને શાળા કોલેજો સૂર્યગ્રહણના દિવસે બંધ રહેશે.
શિક્ષણમંત્રી સમીરરંજનદાસે જણાવ્યું હતુ કે ગૂરૂવારે ૨૬મીએ રાજયની તમામ શાળા કોલેજોમાં રજા રહેશે. ઓરિસ્સા રાજય સરકારે મહેસુલી અને ન્યાયીક કોર્ટ સહિતના તમામ સરકારી સંસ્થાધનો ૨૬મીએ સૂર્યગ્રહણના દિવસે બંધ રાખવા અંગે રાજયના ડિઝાસ્ટર મેનેજમેન્ટ દ્વારા જાહેરનામુ રજૂ કરીને રજા જાહેર કરી છે.
ઓરિસ્સાનું વિશ્ર્વ પ્રસિધ્ધ જગન્નાથ મંદિર વ્યવસ્થા સમિતિ દ્વારા મંદિરના દર્શનમાં ફેરફારકરાયો છે. ભાવિકો માટે મંદિર ૨૫મી ડીસે.ની રાત્રે ખૂલ્લુ રહેશે સૂર્યગ્રહણ દરમિયાન દિવસે મંદિરના દ્વાર દર્શનાથીઓ માટે નહી ખૂલે મંદિરની દૈનિક મહાપૂજા પણ ગર્ભગૃહની અંદર જ યોજાશે. જોકે વિજ્ઞાનિક રીતે સૂર્યગ્રહણનો નજારો જોઈ શકાય તે માટે પલેનેટેશ્યિમ ખાતે લોકોને સૂર્યગ્રહણથી માહિતગાર કરવા માટે ખગોળીય ઘટનાની સાક્ષી જનતા બની રહે તે માટે વ્યવસ્થા કરવામાં આવી છે. પ્લેટેનિયમ અનુસાર ૨૬મી સવારે ૮.૨૦ સેકન્ડેથી શરૂ થનારૂ સૂર્યગ્રહણ ૧૧:૨૯:૧૦ સુધી રહેશે.
સૂર્યગ્રહણને લઈને ધાર્મિક પરંપરા મુજબ મંદિરો અને દેવાલયોમાં ગ્રહણ નિમિતે દર્શન સેવા, પૂજા, કરવામાં આવતી નથી. ગ્રહણ પૂરૂ થયા બાદ ખાસ જલાભિષેક બાદ મંદિરો ખોલવામાં આવે છે. ગ્રહણ પૂરૂ થાય ત્યારે ખાસ સ્નાન અને દરેક ઘરમાં પાણીયારાના ગોળા વિછળીને ગ્રહણ દરમિયાન ભરેલ પાણી બદલાવી નાખવામાં આવે છે. મુસ્લીમ ધર્મમાં પણ ગ્રહણ દરમિયાન ખાસ નમાઝ અદા કરવામાં આવે છે. સૂર્યગ્રહણને ધર્મ અને માન્યતાઓમાં પ્રકૃતિની અમંગળ ઘટના ગણાવામાં આવે છે. જયારે પ્રકૃતિ અને વિજ્ઞાન ચંદ્ર અને સૂર્યગ્રહણની ઘટનાઓ ખગોળની પરંપરાગત સામાન્ય ઘટનાઓ ગણે છે.
કંકણાકૃતિ સુર્યગ્રહણ કેવી રીતે પાળવું ?
કાલે થનાર ગ્રહણ ૫૮ વર્ષ પછી કંકણાકૃતિ સુર્યગ્રહણ તા.૨૬/૧૨/૨૦૧૯નાં રોજ સવારનાં ૮:૦૬ મિનિટ થી ૧૧ વાગ્યા સુધી થવાનું છે. જે આપણા પ્રદેશમાં દેખાવાનું હોય તો ધાર્મિક તથા વૈજ્ઞાનિક દ્રષ્ટિથી પાળવું કે નિયમબઘ્ધ રહેવું જરૂરી છે. ગ્રહણનો વૈદ્ય તા.૨૫/૧૨/૨૦૧૯નાં રાત્રે ૮ વાગ્યાથી શરૂ થાય છે. જેથી દરેક મંદિરોમાં ૨૫/૧૨/૨૦૧૯નાં રોજ સાંજની આરતી પણ ૬:૩૦ કલાકે કરી લેવી જોઈએ તથા તા.૨૬/૧૨/૨૦૧૯નાં દિવસે સવારની આરતી થાય નહીં પરંતુ ગ્રહણ મુકત થાય ત્યાર પછી ૧૧ વાગ્યા પછી આરતી થઈ શકે આવો શાસ્ત્રનો નિયમ છે.વૈજ્ઞાનિક દ્રષ્ટિએ સુર્યગ્રહણ વખતે સુર્યનાં તાપમાં બહાર નિકળાય નહીં. તેમાં પણ ખાસ કરીને ગર્ભવતી સ્ત્રી, બિમાર વ્યકિત કે નાના બાળકોએ બહાર નિકળાય નહીં. કારણકે ગ્રહણ વખતના સુર્યનાં કિરણો શરીર ઉપર પડે તો તેનાથી શરીરમાં નુકસાન અને રોગનાં જંતુઓ પ્રવેશે છે. સુર્યનાં કિરણોની અસર રાંધેલા અનાજ કે કોઈપણ ચીજ પર વિપરીત અસર થાય જેથી ગ્રહનાં વૈદ્યથી એટલે કે ૨૫/૧૨/૨૦૧૯નાં સાંજે ૮ વાગ્યાથી ૨૬/૧૨/૨૦૧૯નાં ૧૧ વાગ્યા સુધી જલ પીવું કે કોઈ ચીજ ખાવી તે હાનિકારક છે.
ધાર્મિક દ્રષ્ટિએ મૂર્તિ પુજા થાય નહીં પરંતુ ઈષ્ટદેવ કે આરાઘ્ય દેવને પગે લાગી દીવો પ્રગટાવી ઈષ્ટ મંત્રનાં જપ કરવા ગ્રહણ મુકત થાય ત્યારપછી સ્નાન કરી દેવની પુજા વિગેરે કરી શુઘ્ધ જલ વડે રસોઈ કરી ભોજન લઈ શકાય. સુર્યગ્રહણ નરીઆંખે જોવું નહીં.