ઈન્ડિયન ઈન્સ્ટિટયુટ ઓફ આયુર્વેદ રીસર્ચ એન્ડ હોસ્પિટલ દ્વારા
ઈન્ડિયન ઈન્સ્ટિટયુટ ઓફ આયુર્વેદ રીસર્ચ એન્ડ હોસ્પીટલ ૧૫૦ ફૂટ રીંગ રોડ, કાલાવડ રોડ, ગામ ઈશ્ર્વરીયા, રાજકોટ દ્વારા ‘આપણું રસોડુ, આપણી ઔષધાલય’ વિષય પર વેબીનારનું આયોજન કરવામાં આવેલ છે. તા.૩૦ ઓકટોબર ૨૦૨૦ને શુક્રવારના રોજ સવારે ૧૧:૩૦ કલાકે વેબીનારનું પ્રસારણ ઈલેકટ્રોનીકસ મીડિયા દ્વારા યુ-ટયુબ ચેનલ અને આઈઆઈએઆરએચના ફેસબુક પેજ પર કરવામાં આવશે.
ઇન્ડિયન ઈન્સ્ટીટયુટ ઓફ આયુર્વેદ રીચર્સ એન્ડ હોસ્પીટલ આયુર્વેદ ક્ષેત્રમાં શિક્ષણ આપતી એક નામાંકિત કોલેજ અને હોસ્પિટલ છે આ હોસ્પિટલમાં શિક્ષણની સાથે સાથે સમાજ ઉપયોગી કાર્યક્રમ અંતર્ગત અલગ-અલગ વિષયો પર વેબિનારનું આયોજન કરવામાં આવે છે. આ વેબિનારમાં રોજીંદા ઉપયોગમાં લેવાતા રસોડાના દ્રવ્યો જેવા કે હળદર, જી, અજમો, રાઈ, તેલ, હિંગ, સુંઠ, આદુ, અજમો વગેરેના ઔષધીય ઉપયોગ વિશે માહિતી આપવામાં આવશે જેનો આપણે પ્રથમ ઉપચાર તરીકે ધણા બધા રોગોમાં ઉપયોગ કરી શકીએ છીએ. આ વેબીનારનું આયોજન આયુર્વેદમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ અને ગુજરાતભરની જાહેર જનતા માટે અને ખાસ કરીને ગૃહિણીઓ, માતાઓ માટે કરવામાં આવ્યું છે.
વેબિનારમાં વકતા તરીકે ઈન્ડિયન ઈન્સ્ટીટયુટ ઓફ આયુર્વેદ રીસર્ચ એન્ડ હોસ્પિટલના એકસપર્ટ આયુર્વેદ ડોકટર અને અઘ્યાપક ડો.રશેષ ભુત તથા ડો.મનીષ પમનાની દ્વારા માર્ગદર્શન આપવામાં આવશે.
કોરોનાની આ મહામારીમાં આયુર્વેદ ઔષધોનો ઉપયોગ બહોળા પ્રમાણમાં થઈ રહેલ છે જેમાં હળદર, સુંઠ, મરી, તજ, ગોળ, લવિંગ જેવા દ્રવ્યોનો ઉપયોગ વિશેષ થઈ રહ્યો છે. રોજીંદા ઉપયોગમાં લેવાતા ધાણા, જી, રાઈ, મેથી, તેલ, હિંગ, આદુ, મરચા વગેરેથી આપણે પરિચિત તો છીએ પરંતુ સ્વાસ્થ્ય સંબંધી અને રોગ નિવારણ માટે તેનો કઈ રીતે અને કેટલી માત્રામાં ઉપયોગ કરીએ એની સમજણ આ વેબીનારમાં આપવામાં આવશે.
વિભિન્ન બિમારી જેવી કે સ્થોલ્ય, સાંધાના દુ:ખાવો, માથાનો દુ:ખાવો, અપચો, અનિન્દ્રા, થાક વગેરેમાં આ દ્રવ્યોના વિવિધ ઉપાયો વિશે માહિતી આપવામાં આવશે.