ગુજરાત અને મુંબઇના ખ્યાતનામ ધારાશાસ્ત્રીઓ પશુઓના નિકાસ સંબંધી કાયદાઓથી કરશે વાકેફ
’ઈન સાઈટસ ભારત’ દ્વારા પશુઓની ગેરકાયદેસર નિકાસના સંદર્ભે ચર્ચા માટે શનિવાર તા. ૧૨, સાંજે ૬-૦૦ કલાકે વેબીનારનું આયોજન કરવામાં આવ્યું છે. પશુઓની નિકાસ અનેક રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય કાયદાઓ/સંધિઓનું ઉલ્લંઘન કરીને કરવામાં આવતી હોય છે જેનાથી દેશની પ્રતિષ્ઠા પણ જોખમાય છે અને દેશના અર્થતંત્ર પર પણ ખરાબ અસર કરે છે. ઈન સાઈટસ ભારત દ્વારા છેલ્લા ૨૦ વર્ષથી ગુજરાત હાઈકોર્ટમાં એડવોકેટ તરીકે સેવા આપતા એડવોકેટ નીમીશભાઈ કાપડીયા (કે જેઓ પશુ કલ્યાણ બોર્ડ, ગૌસેવા આયોગ અને ગુજરાત અને મહારાષ્ટ્રની અનેક સ્વૈચ્છિક સંસ્થાઓ જે પ્રાણીઓના સંરક્ષણ અને પ્રોત્સાહન માટે કાર્ય કરે છે તેમણે માનદ માર્ગદર્શન આપી રહયાં છે. શ્રી કાપડીયાજીએ તેમના બે દાયકાના કાર્યકાળમાં ૩૦૦૦ જેટલા કેસ ચલાવ્યા છે, મુંબઈ હાઈકોર્ટના એડવોકેટ સિધ્ધ વિદ્યા કે જેઓ ૧ દાયકાથી વધુ સમયથી દેશની ઘણી અદાલતોમાં એડવોકેટ તરીકે સેવા આપી રહયાં છે અને યુનાઈટેડ કિંગડમની બર્મિંગહામ યુનિવર્સિટીમાંથી માસ્ટર્સ કયા તેણે આંતરરાષ્ટ્રીય કોમર્શીયલ આર્બિટ્રેશનમાં વિશિષ્ટતાની સાથે ડબલ્યુટીઓ કાયદો અને માનવાધિકારનો અભ્યાસ કર્યો છે.
કમલેશભાઈ શાહના માર્ગદર્શનમાં વેબીનારનું આયોજન કરવામાં આવ્યું છે. આ તમામ વકતાઓને આ વિષય પર ગહન જાણકારી છે. વકતાઓ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કાયદાઓ ધોરણો માર્ગદર્શીકા પ્રાણીઓના નિકાસથી સંબંધિત ડબલ્યુટીઓ આંતરરાષ્ટ્રીય સંધીઓના કાયદા વગેરેથી વાકેફ છે. વકતાઓએ પ્રાણીઓના નિકાસને લગતી સમસ્યાઓ સમજવા અને તેનાથી સંબંધિત કાયદાઓમાં થતી ભૂલોને સુધારવા માટે સંબંધિત વિભાગોને મદદ કરી છે. વેબીનાર યુટયુબ પર લાઈવ પ્રસારીત થશે. જે તા.૧૨ સપ્ટેમ્બર, શનિવાર, ૨૦૨૦ના સાંજે ૬-૦૦કલાકે https://youtu.be/H9hUXD5vA પર જીવંત નિહાળી શકાશે. વેબીનારની ભાષા હિન્દી અને અંગ્રેજી રહેશે. આ વેબીનારનો સૌ જીવદયા પ્રેમીઓને લાભ લેવા એનીમલ હેલ્પલાઈનના મિતલ ખેતાણીની યાદીમાં જણાવાયું છે.