ટીસી-૪ નામનો મહાકાય પદાર્થ પૃથ્વી પર ખાબકવાનો કોઈ જ ખતરો નથી: નાસાના વૈજ્ઞાનિકોની ખાતરી
આવતીકાલે હજારો સેટેલાઈટ વચ્ચેથી અવકાશી પથ્થર પસાર થશે પરંતુ નાસાના વૈજ્ઞાનિકોના જણાવ્યા અનુસાર કોઈ ખતરો નથી. કાલે ગુરુવારે નામનો મહાકાય અવકાશી પથ્થર પૃથ્વીની ૪૪૦૦૦ કિલોમીટર નજીકથી પસાર થઈ જશે. આ અવકાશી પથ્થર એટલે કે ઉલ્કા પિંડ પૃથ્વીની કક્ષામાંથી પસાર થવા છતાં કોઈ દુર્ઘટના ઘટવાની સંભાવના નથી. પૃથ્વીથી વિમાન આશરે ૩૬૦૦૦ કિલોમીટર ઉંચે (દરિયાઈ સપાટીથી) ઉડતું હોય તેનાથી ૬૩૦૦૦ કિલોમીટર ઉંચેથી આ અવકાશી પથ્થર પસાર થઈ જશે પરંતુ તેનાથી માનવજાતને કોઈ અસલામતી અનુભવવાની જ‚ર નથી. અમેરીકાની અવકાશ સંશોધન માટેની સંસ્થા નાસાના વૈજ્ઞાનિક પ્રો.ડો.એસ્લી નાથને જણાવ્યું હતું કે, આ ઉલ્કા મહાકાય છે. લગભગ સરેરાશ કક્ષાના એક ઘર જેવડો આ અવકાશી પદાર્થ છે પરંતુ મોટા કદની ઉલકા અનેક ગૃહો વચ્ચેથી પસાર થતી પૃથ્વીથી ખૂબ જ નજીક આવીને અલગ દિશામાં ફંટાઈ જશે પૃથ્વી પર ખાબકશે નહીં. નાસાએ અંતમાં જણાવ્યું હતું કે, અવકાશી પદાર્થને નરી આંખે એટલે કે ખુલ્લી આંખે અથવા રેગ્યુલર દૂરબીનથી જોઈ શકાશે નહીં. ખાસ વૈજ્ઞાનિક હાઈટેક ઉપકરણોથી જ જોઈ શકાશે. અહીં ખાસ ઉલ્લેખનીય છે કે ખગોળ વિજ્ઞાનના રસિકો માટે ઉલ્કા પીંડ કે અવકાશી પદાર્થ એક કુતુહુલનો અને સંશોધનનો વિષય રહેલો છે.