૭૧માં પ્રજાસત્તાક પર્વની ઉત્સાહ ભેર ઉજવણી કરવા ઠેર ઠેર તડામાર તૈયારીઓ: સરકારી કચેરીઓ, રોશનીથી સુશોભિત, ન્યાયમંદિર, શાળા કોલેજો, પોલીસ સ્ટેશન, રેલવે સ્ટેશનનોમાં પણ થશે ઘ્વજવંદન: અનેકવિધ સંસ્થાઓ દ્વારા યોજાશે દેશભકિત ગીતો સહિતના કાર્યક્રમો
દેશભરમાં ૭૧માં પ્રજાસત્તાક પર્વની ઉલ્લાસભેર ઉજવણી થનાર છે. ત્યારે રાજકોટમાં પણ આન બાન શાનથી તિરંગો લહેરાવી ઘ્વજવંદન કરવામાં આવે છે. રાષ્ટ્ર પર્વ નીમીતે નાના મોટા તમામ શહેરોની સરકારી કચેરીઓન રોશનીથી શણગારવામાં આવી છે તો ન્યાય મંદીર, શાળા કોલેજો, પોલીસ સ્ટેશન, રેલવે સ્ટેશનોમાં પણ ઘ્વજ ફરકાવી સલામી આપવામાં આવશે. શહેરમાં રાજય કક્ષાની ઉજવણી થનાર હોય ત્રણ દિવસથી અનેક કાર્યક્રમો યોજાઇ રહ્યા છે.
વિવિધ સંસ્થાઓ દ્વારા દેશભકિત ઉજાગર કરતી રાષ્ટ્ર ગૌરવ યાત્રા રેલી, દેશભકિત ગીતો સહિતના કાર્યક્રમો યોજાનાર છે. અધિકારીઓ, પદાધિકારીઓ, રાજકીય સામાજીક આગેવાનો, શિક્ષકો, સમાજ શ્રેષ્ઠીઓ વિઘાર્થીઓ વગેરે ઉપસ્થિત રહી ઘ્વજવંદન કરશે અને રાષ્ટ્રગીત ગાશે તેમજ શહિદોને શ્રઘ્ધાંજલી પણ આપવામાં આવશે.
રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘ
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ ૧૯૨૫થી અવિરત ભારત માતાની સેવામાં લાગેલું સંગઠન છે. સમાજને સાથે લઈને રાષ્ટ્રને સંગઠીત અને વિકસિત કરવું એ સંઘની નેમ છે. સ્વયંસેવકો કોઈ જ ભેદભાવ વિના ખંભે ખંભો મેળવીને કાર્ય કરે છે. પ્રજાસતાક પર્વની પૂર્વ સંધ્યાએ રાત્રે ભારતમાતાનીક સંગીતીક માનવંદના માટેનો આર.એસ.એસ. બેન્ડનો કાર્યક્રમ દેશ રાગ યોજાશે. આર.એસ.એસ. દ્વારા લયબધ્ધ કરાયેલી ધૂનો ભારતીય સેનાએ પણ અપનાવી છે. આજના સમયમાં મેદાની સંગીતને શાસ્ત્રીય રાગ અનુસાર સાંભળવા માટેનો એક માત્ર વિકલ્પ એટલે આર.એસ.એસ.નું ઘોષ પથક, ઘોષની વિશેષતા એ છે કે તેમાં કોઈ પ્રોફેશનલ વાદકો નથી. હોતા, ડોકટર, ઉદ્યોગપતિ બેંકર, વ્યાપારી, શિક્ષકો વિગેરેથી લઈને વિદ્યાર્થીઓ પોતાના ખર્ચે વાઘ ખરીદીને દેશભકિત માટે વાદન કરે છે.મંત્ર મુગ્ધ કરતી ધુનો દ્વારા ભારતમાતાને સ્વરાંજલી આપવા આજે રાત્રે ૯.૩૦કલાકે કોટેચા ચોક ખાતે પધારવા સર્વેને સર્વેને અનુરોધ કરાયો છે.
વીવીપી
૨૬મી જાન્યુઆરી પ્રજાસતાક દિન નિમિતે વીવીપી ઈજનેરી કોલેજ અને ઈન્દુભાઈ પારેખ સ્કુલ ઓફ આર્કીટેકચર કોલેજ દ્વારા ભારત માતા પૂજન, ધ્વજ વંદન, વિદ્યાર્થી દ્વારા દેશભકિત આધારીત ગાંધીજીની ૧૫૦થી જન્મ જયંતિ નિમિતે ગાંધીજીની વિચારધારાનું મારણ કરનાર કોણ ? વિષય ઉપર વિદ્યાર્થીઓ દ્વારા વિવિધ પ્રકારનાં કાર્યક્રમનું આયોજન વીવીપી કેમ્પસ ખાતે તા.૨૬મી જાન્યુ.ને રવિવારના રોજ સવારે ૮.૪૫ કલાકે કરવામાં આવેલ છે. તેમજ નવરંગ યુવક મહોત્સવ ૨૦૧૯મા વિજેતા થયેલા વિદ્યાર્થીઓને ઈનામ વિતરણનો કાર્યક્રમ રાખવામાં આવેલ છે.
સમગ્ર કાર્યક્રમના આયોજન માટે સંસ્થાના મેનેજીંગ ટ્રસ્ટી લલીતભાઈ મહેતા, ટ્રસ્ટીઓ કૌશિકભાઈ શુકલ, ડો. સંજીવભાઈ ઓઝા, હર્ષલભાઈ મણીઆર, ઈન્દુભાઈ પારેખ સ્કુલ આર્કીટેકચર કોલેજના નિયામક કિશોરભાઈ ત્રિવેદી, વી.વી.પી.ના પ્રિન્સીપાલ ડો. જયેશભાઈ દેશકર, ઈન્દુભાઈ પારેખ સ્કુલ આર્કિટેકચર કોલેજનાં પ્રિન્સીપાલ દેવાંગભાઈ પારેખના માર્ગદર્શન હેઠળ સમગ્ર કર્મચારીગણ ભારે જહેમત ઉઠાવી રહ્યા છે.
ચાણક્ય વિદ્યાલય
પ્રજાસતાક દિન રાજકોટના આંગણે રાજયકક્ષાની ઉજવણી થઈ રહી હોય તેવા સમયે ચાણકય વિદ્યાલયના બાળકો શાળાને દેશભકિતનો માહોલ ઉભો કરશે જેમાં શાળાના બાળકો દ્વારા રંગોળી, ચિત્રો, રંગીન કાગળ પર હસ્તકલાના માધ્યમથી પતંગીયા, તોરણ વગેરેથી સુશોભન કરવામાં આવશે. ગોવિંદ બાગ વોર્ડ ઓફીસ પાસે જાહેર ચોકમાં ભવ્ય ભારત માતા પૂજનનો કાર્યક્રમ યોજાશે.
રોયલ સ્થા. જૈન મોટા સંઘ
રાજાણી નગરી રાજકોટના આંગણે બૃહદ રાજકોટ જૈન સમાજ દ્વારા રોયલ પાર્ક સ્થા. જૈન મોટા સંઘ-સી.એમ.શેઠ પોષધશાળા ખાતે કાલે સવારે ૬:૪પ થી ૭:૧પ કલાકે ર૬મી જાન્યુઆરી ઘ્વજવંદન સમારોહ રાખવામાં આવેલ છે. રાષ્ટ્રસંત પૂ. નમ્રમુનિ મ.સા. પ્રેરીત લુક એન લર્નના બાળકો, અર્હમ ગૃપના યુવાનો-દીદીઓ, રોયલપાર્ક યુવા મંડળ, રોયલપાર્ક યુવા મંડળ, રોયલપાર્ક મહિલા મંડળ વિશિષ્ટ આઇટમો તથા કાર્યક્રમો રજુ કરશે. રોયલપાર્ક સ્થા. જૈન મોટ સંઘ-સી.એમ.શેઠ પૈષધશાળામાં સંઘ પ્રમુખોના હસ્તે ઘ્વજવંદન કરવામાં આવશે તેમજ ર૬મી જાન્યુઆરીના રોજ આ ઘ્વજવંદન કાર્યક્રમમાં બધાએ વ્હાઇટ એન્ડ વ્હાઇટ ડ્રેસમાં પધારવાનું રહેશે. રાજકોટના લુક એન લર્નના ૬૦૦ ઉપરાંત બાળકો, યુવાનો વિગેરે જોડાશે. મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી જૈનનું પ્રતિનિધિત્વ ધરાવતા હોઇને જૈનોમાં ર૬ જાન્યુઆરીની ઉજવણીનો અનોખો થનગનાટ છે. રોયલપાર્ક ઉપાશ્રયને સોળ શણગારથી શુશોભિત કરાયેલ છે.
સફાઈ કામદાર જાગૃતિ મંડળ
સફાઈ કામદાર જાગૃતિ મંડળના પ્રમુખ ભરતભાઈ બારૈયા, ઉપપ્રમુખ લલીતભાઈ પરમાર, મંત્રી નટુભાઈ પરમાર, સહમંત્રી અતુલભાઈ ઝાલા, ખજાનચી મનસુખભાઈ વાઘેલા, કાર્યાલય મંત્રી અકોશભાઈ બારૈયા, કારોબારી સભ્ય ધરમભાઈ બારૈયા, કાળુભાઈ, પીલુભાઈ યુવા જાગૃતિ મંડળના અધ્યક્ષ સાગરભાઈ વાઘેલા રોહિત બારૈયા, કૌશિકભાઈ સોઢા, રાજુભાઈ વાઘેલા, ભરતભાઈ સોલંકી તેમજ તમામ વાલ્મીકી સમાજના આગેવાનો સંતો મહંતો સફાઈ કામદાર ભાઈઓ બહેનો આ પ્રજાસતાક પર્વની ઉજવણીમાં જહેમતઉઠાવી રહ્યા છે. આર. એમ.સી. ગ્રાઉન્ડ સીવીક સેન્ટરની બાજુમાં ઓફીસ નં. ૨, ઢેબર રોડ ખાતે સવારે ૧૧ કલાકે ઉજવવામાં આવશે.
ભારતમાતાનું પૂજન શા માટે…?
આમ, ૨૬મી જાન્યુઆરી તથા ૧૫મી ઓગષ્ટે ભારતમાતાનું પૂજન કરવું જોઈએ જો ૧૭૦૦ વર્ષ સુધી ભૂમિ વિના જીવેલા યહુદીઓને એમના સંકલ્પબળથી ઈઝરાયલ પાછું મળતું હોય તો આજના યુવાનોએ દર વર્ષ સુધી સમર્થ અખંડ ભારત બને અને ભારતમાતાના પૂજન દ્વારા દેશભકિત તથા માં ને પરમવૈભવના શિખરે પહોંચાડવા તત્પર થવું જોઈએ ઉઠો જાગો અન ેધ્યેય પ્રાપ્તી સુધી મંડયા રહો. તમામ શાળા-કોલેજો, કંપનીઓ તથા ભારતના નાગરીકોએ ૨૬મી જાન્યુઆરી અને ૧૫મી ઓગષ્ટના રોજ ભારત માતાનું પૂજન કરવું જોઈએ.ભારત માતા, પૂજનમાં ટેબલ ઉપર ચાદર પાથરી ભારત માતાનો ફોટો, હાર, અબીલ-ગલાલ-કંકુ, છુટા ફુલો પૂજન માટે રાખવા અને તમામ શાળાના વિદ્યાર્થીઓ અને નાગરિકોને તીલક કરી ભારત માતાનું પૂજન કરાવવું અને સંકલ્પ લેવો અમો અખંડ ભારત બનાવીશું ફરી પાછું ભારત અખંડ થશે. ભારત અખંડ રાષ્ટ્ર હતું જ નહિ આવી જુઠી વાતો વહેતી કરવામાં આવી, આ દેશમાં વસતા સામ્યાવાદીઓએ કર્યું. જે વાત અંગ્રેજ સત્તાધિશોએ ચલાલી.પછી કોંગ્રેસે વાત ચાલુ રાખીજવાહરલાલ નહેરૂએ કીધું કે. ” We are a nation in making “અર્થાત આપણે રાષ્ટ્ર બનવાની પ્રકિયામાં છીએ નેતુત્વના મનમાં સ્પષ્ટ વાત હતી જ નહિ અંગ્રેજોએ એવી વાત મૂકી કે ભારત કયારેય એક રાષ્ટ્ર નથી. અમે એને એક રાષ્ટ્ર બનાવ્યું પરંતુ ભારત તો પ્રાચીન રાષ્ટ્ર છે.હિમાલયથી ક્ધયાકુમારી સુધી ભારતનું ચિત્ર સૌના મનમાં સ્પષ્ટ હતું.