માસના અંતિમ રવિવારે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી મન કી બાત દ્વારા લોકો સાથે સીધો સંવાદ પ્રસ્થાપિત કરે છે. મન કી બાતનું આકાશવાણી અને દૂરદર્શન ના તમામ નેટવર્કો પર પ્રસારિત કરવામાં આવે છે. વડાપ્રધાન કાર્યાલય, સુચના અને પ્રસારણ મંત્રાલય તથા દૂરદર્શન સમાચારની યુ ટયુબ ચેનલો પર પણ ઉપલબ્ધ હોય છે. જે અંતર્ગત શહેરના તમામ વોર્ડના શકિતકેન્દ્રો પર કાલે સવારે ૧૧ વાગ્યે શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણીના માર્ગદર્શન હેઠળ મન કી બાત કાર્યક્રમ યોજાશે. આ કાર્યક્રમમાં શહેરના તમામ શકિત કેન્દ્રો પર શહેર ભાજપની તમામ શ્રેણીના કાર્યકર્તાઓ બહોળી સંખ્યામાં જોડાવા શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણી, મહામંત્રી દેવાંગ માંકડ, જીતુ કોઠારી, કિશોર રાઠોડે જાહેર અનુરોધ કર્યો છે.
Trending
- હાડકાંમાંથી ‘કટ-કટ’નો અવાજ આવે છે..?
- સૂતા પહેલા ગોળ+ગરમ પાણીના આ નુસખાથી ગંભીર બીમારીઓ થશે છુમંતર
- શું તમે પણ કાશ્મીરની મુલાકાત લેવાનું વિચારી રહ્યા છો? તો આજે જ લિસ્ટમાં સામેલ કરો આ પ્રવૃત્તિ
- ‘માવા’ લવર્સ દાંત સાફ કરવા હોઈ તો આ વાંચી લો
- કેવી રીતે ટોપિક X પર રાતોરાત ટ્રેન્ડ કરવા લાગે છે..!
- તમારા બાળકને મજબુત બનાવવા દરરોજ પીવડાવો આ સ્મૂધી
- મૂળાના પાનમાંથી બનાવો સ્વાદિષ્ટ સૂકું શાક, આ છે સરળ રીત
- મૃત્યુ પછી કોઈ વ્યક્તિ ખાલી હાથે નથી જતાં, આ 3 વસ્તુઓ તેની સાથે જાય છે