પોસ્ટલ ડિપાર્ટમેન્ટના આશરે ૪ લાખથી વધુ કર્મચારીઓ રહેશે કામકાજથી દૂર

આવતીકાલે તારીખ ૨૩મી ઓગસ્ટને બુધવારે પોસ્ટ કર્મચારીઓની હડતાલ છે. પોસ્ટલ એમ્પ્લોયીઝ યુનિયને રાષ્ટ્રીય લેવલે હડતાલનું એલાન કરી દીધું છે. જેના પગલે પોસ્ટલ ડીપાર્ટમેન્ટના તમામ કર્મચારીઓ કામકાજ કરવાથી દૂર રહેશે. ધ નેશનલ ફેડરેશન ઓફ પોસ્ટલ એમ્પ્લોયીઝ જે પોસ્ટલ ડિપાર્ટમેન્ટના આશરે ૪ લાખ કર્મચારીઓના મામલા સંભાળે છે તેમણે કેટલાક મુદાઓ અને માગણીઓને લઈને એક દિવસીય હડતાલ પર જવાનો નિર્ણય કર્યો હતો.

કેટલાક પડતર મુદા અને ગ્રામીણ ડાક સેવક કમિટીના રીપોર્ટમાં સુચવાયેલી ભલામણો લાગુ કરવાના નિર્ણયના વિરોધમાં હડતાલ કરાશે. જેના પગલે આવતીકાલે બુધવારે પોસ્ટલ સેવાને પ્રતિકૂળ અસર થશે. અત્રે ખાસ ઉલ્લેખનીય છે કે દેશની આશરે ૧.૫૫ લાખ પોસ્ટ ઓફિસો જેમાં ૧.૩ લાખ ‚રલ પોસ્ટ ઓફિસ છે. તેમાં પોસ્ટલ વર્ક ઠપ્પ રહેશે.

હજુ આજે બેંક હડતાલના પગલે આર્થિક વ્યવહારોને અસર થઈ છે ત્યારે આવતીકાલે પોસ્ટ સેવા પણ પ્રભાવિત થશે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.