સાગર સંઘાણી

લાખો લોકો માટે સ્થળાંતર કરવાનું વાહન એટલે ગુજરાતની એસ.ટી સેવા જે સરકાર દ્વારા પૂરી પાડવામાં આવે છે. જેનું એક સૂત્ર પણ છે કે સલામત સવારી એસટી અમારી ત્યારે તંત્ર દ્વારા જામનગરની આ સુવિધામાં વધારો કરવામાં આવશે આવતી કાલે એટલે કે ૧૨ માર્ચના રોજ જામનગર ખાતેથી નવી 151 એસ.ટી.બસોનું લોકાર્પણ થશે.

WhatsApp Image 2023 03 11 at 12.53.30

જામનગરના શહેરના પ્રદર્શન ગ્રાઉન્ડ ખાતે મંત્રી રાઘવજી પટેલ, મુળુભાઈ બેરા તથા હર્ષ સંઘવીની ઉપસ્થિતમાં એસ.ટી. વિભાગની 151 નવીન બસોનો લોકાર્પણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. જે અન્વયે રાજ્યના 16 જિલ્લાઓને 70 લકઝરી બસ, 30 સ્લીપર બસ તેમજ 51 મીડી બસની સુવિધા મળશે જેમાં અમદાવાદ વિભાગને 9, અમરેલી વિભાગને 6, ભુજ વિભાગને 5, વલસાડ વિભાગને 7, ભરૂચ વિભાગને 5, બરોડા વિભાગને 8, ભાવનગર વિભાગને 5, ગોધરા વિભાગને 10, હિંમતનગર વિભાગને 11, જામનગર વિભાગને 9, જૂનાગઢ વિભાગને 16, મેહસાણા વિભાગને 15, નડિયાદ વિભાગને 9, પાલનપુર વિભાગને 11, રાજકોટ વિભાગને 19 તેમજ સુરત વિભાગને 6 એમ કુલ મળીને 151 બસો ફાળવવામાં આવનાર છે.

WhatsApp Image 2023 03 11 at 12.53.31

આ કાર્યક્રમમાં સાંસદ પૂનમબેન માડમ, મેયર બીનાબેન કોઠારી, જિલ્લા પંચાયત પ્રમુખ ધરમશીભાઈ ચનીયરા, ધારાસભ્ય મેઘજીભાઈ ચાવડા, રીવાબા જાડેજા તથા દિવ્યેશભાઈ અકબરી સહિતના મહાનુભવો ઉપસ્થિત રહેશે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.