લોકમેળાની સાથે લાખોની સંખ્યામાં લોકો લ્યે છે મહાપ્રસાદનો લાભ

કરવા માટે આવતા હોય છે. દેશ-વિદેશથી લોકોને પરબધામ પ્રત્યે અનોખી શ્રદ્ધા રહેલી છે. નાત-જાત વિના લોકો પરબધામ આવી પોતાના ભકિતભાવથી ભગવાનને ભજે છે. જો વિશેષ વાત કરવામાં આવે તો લોકોને અનેકવિધ તકલીફોમાંથી પરબધામ પ્રત્યેની શ્રદ્ધા તેમને પોતાના દુ:ખોમાંથી પાર કરી દયે છે. લોકવાહિકા પ્રમાણે પહેલાના સમયમાં રકતપીત નામનો રોગ ખુબ જ વ્યાપેલો હતો. જેનો કોઈ પણ ઈલાજ ન હતો. આ રોગના કારણે મૃત્યુઆંક ખુબ જ વધી ગયો હતો પરંતુ તે સમયમાં સંત દેવીદાસ નામના ઋષિએ આ અસહય અને જીવલેણ રોગમાંથી લોકોને બહાર કાઢયા હતા. પરબધામની લોકવાહિકા એવું પણ કહે છે કે ત્યાં આવેલા કુંડમાંથી જે કોઈ શ્રદ્ધાળુઓ શ્રદ્ધા રાખી જળપાન કરે તો તેમને લાગેલા તમામ રોગોમાંથી તેઓ મુકત થાય સ્વાસ્થ્યસભર જીવન જીવે છે.

અષાઢી બીજ એટલે જગન્નાથજીની રથયાત્રાને લઈ લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળતો હોય છે. સાથો સાથ અષાઢી બીજના દિવસે અને તેના પહેલાના દિવસે પરબધામ ખાતે ખુબ જ મોટા પ્રમાણમાં બહોળી સંખ્યામાં ભકતજનો ઉપસ્થિત રહી બીજનો લાભ ઉઠાવે છે. હાલ પરબધામ ખાતે અનેક રાજયોમાંથી લોકો પોતાની શ્રદ્ધાના બળે આવી સંત દેવીદાસ અને માં અમરના પાવન સાંનિધ્યમાં પોતાને ધન્યતા અનુભવે છે. પરબધામ ખાતે અષાઢી બીજના દિવસે ખુબ જ મોટો લોકમેળો યોજાતો હોય છે. તેમાં અનેક વર્ણના લોકો ઉપસ્થિત રહી પરિવાર સાથે મોજ મજા કરી આનંદ અનુભવતા હોય છે. જયારે પરબધામ ખાતેની સંધ્યાઆરતી સમયે ખુબ જ મોટી પ્રમાણમાં આરતીનો લાભ લઈ પોતાને ધન્ય અનુભવે છે.

પરબધામ સંસ્થાની જો વાત કરવામાં આવે તો સંસ્થા તમામ ભકતજનો માટે ઉતમ રહેવાની અને જમવાની વ્યવસ્થા રાખે છે. જો ખાસ કરીને પરબધામની જમવાની વ્યવસ્થા ઉપર નજર કરીએ તો તમામ ભકતજનોને માટે ખુબ જ મોટાપ્રમાણમાં મહાપ્રસાદનું આયોજન કરવામાં આવે છે. જેના માટે પૂર્વ સંધ્યાથી જ સંસ્થા દ્વારા ખુબ જ મોટા વાસણોમાં મહાપ્રસાદ બનાવવાની કામગીરી શ‚ કરવામાં આવે છે. સાથો સાથ ચોખ્ખા ઘીનો શીરો પ્રસાદ સ્વ‚પે આપવામાં આવે છે. આ પ્રસાદ માટે દેશ-વિદેશથી લોકો ઉમટી પડે છે અને તેઓમાં એક માન્યતા એ પણ છે કે તેમના તમામ કસ્ટો પરબધામનો પ્રસાદ લઈ નષ્ટ થતા હોય છે. સાથો સાથ પરબધામ સામે આવેલી તમામ વ્યાપારીઓની દુકાનોમાં ખુબ જ ભીડ જોવા મળે છે.

દુ:ખીયારાઓ માટેનું આસ્થાનું કેન્દ્ર એટલે પરબધામ જેની લોકવાયકા છે અતિપ્રચલિત અને રસપ્રદ

એક સમયે શરભંગઋષી નામના ઋષી સૌરાષ્ટ્રની ધરતી ઉપર થઈ ગયા. તેઓ ખુબ જ તપસ્વી અને સાધક સાધુ હતા. એક સમયે ત્યાંનો રબારી સમાજ શરભંગઋષીને પ્રસાદ ‚પે ગાયનું દુધ આપતા હતા. જયારે તેઓએ શરભંગઋષીને જણાવ્યું કે તેમને કોઈપણ સંતાન નથી ત્યારે શરભંગઋષીએ જણાવ્યું કે તેમના ખોળે એક બાળકનો જન્મ થશે અને જે બાળકએ જન્મ લીધો તે સંતદેવીદાસ કે જેઓ ગુ‚દતાત્રેયનો અંશ ગણવામાં આવે છે. ત્યારબાદ સંતદેવીદાસ અને માં અમરે લોકોની સેવા કરી તેઓએ જીવતી સમાધી લીધી હતી. પરબધામ ખાતે કુલ ૯ જીવતી સમાધી છે. જે લોકોના આસ્થાનું પ્રતિક છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.