- ‘અબતક’ની મુલાકાતમાં ગ્રેટર ચેમ્બરના આગેવાનોએ કાર્યક્રમની આપી વિગતો
સૌરાષ્ટ્રના પાટનગર અને ઔદ્યોગિક હબ રાજકોટના વેપાર ઉઘોગના વિકાસ માટે સતત જહેમત ઉઠાવી વેપાર ઉઘોગને વેગવાન બનાવવા યોગદાન આપનાર ગ્રેટર ચેમ્બર દ્વારા રાજકોટનું નામ વિશ્ર્વમાં ચમકાવનાર ઉદ્યોગપતિઓનું ચેમ્બર દ્વારા સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં જ્ઞાન વત્સલ સ્વામી પરિવાર અને વ્યવસાય વચ્ચે સંતુલન વિષયે પ્રવચન આપશે.
‘અબતક’ની મુલાકાતે આવેલા ગ્રેટર ચેમ્બરના પ્રેસીડેન્ટ રાજીવભાઇ દોશી, ચેરમેન ધનસુખભાઇ વોરા અને સેક્રેટરી મયુરભાઇ શાહે કાર્યક્રમની વિગતો આપતા જણાવેલ કે ગ્રેટર ચેમ્બર દ્વારા તા. ર1-9-24 ને શનિવારે સાંજે 4.15 કલાકે નવા 150 ફુટ રીંગ રોડ કટારીયા ચોકડી રોડ પર આવેલ આર.વી. કીચન ખાતે જ્ઞાન વત્સલસ્વામીના અતિથિ વિશેષપદે ગ્રેટર ચેમ્બર બીજનેશ આઇકોન એવોર્ડ સમારંભ યોજાશે.આ કાર્યક્રમમાં આર.કે. ગ્રુપના સર્વાનંદ સોનવાણી, સીંધલ પાવર પ્રેસ લી. અજીતભાઇ ચાવડા અને તન્વી ગોલ્ડ કાસ્ટના બીપીનભાઇ વીરડીયાનું સન્માન કરી ગ્રેટર ચેમ્બર બિજનેસ આઇકોન એવોર્ડથી સન્માનીત કરવામાં આવશે.આ એવોર્ડ સમારંભમાં સતેન્દ્ર શાહ દ્વારા એક્ષપોર્ટ ધીરાણ, રૂપસિંહ ચૌહાણ, એનએસએમઇ ધીરાણ અને એગ્રો એન્ડ ફુડ પ્રોસેસીંગ ધીરાણ અંગે દેવેન્દ્રસિંધ વકતૃવ્ય આપશે. અને એકસપોર્ટની તક અને સરકારી સહાયની યોજના અંગે ડીજીએફટી રોહીત સોની વકતવ્ય આપશે.આ કાર્યક્રમનો લાભ લેવા નિમંત્રીતોને પંજાબ નેશનલ બેંકના આલોક કપુર અને ગ્રેટર ચેમ્બર દ્વારા અનુરોધ કરાય છે.