૨૨ બોર્ડ સભ્યોનો આક્ષેપ કે શિક્ષણ બોર્ડ બંધારણ મુજબનું કામ કરતું નથી

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની સામાન્ય સભા આવતીકાલે ગાંધીનગર શિક્ષણ બોર્ડની કચેરી ખાતે મળવાની છે. આ સામાન્ય સભા તોફાની બની રહે તેવા એંધાણ વર્તાઈ રહ્યા છે. જેમાં બોર્ડ સભ્યો તરફથી આવેલ પ્રસ્તાવો અને પ્રશ્નોની ચર્ચા – વિચારણા થશે અને વિદ્યાર્થી, શિક્ષણ અને શાળા સબંધી નિર્ણય કરવામાં આવશે.

મળતી માહિતી મુજબ બોર્ડના ૨૨ જેટલા સભ્યો દ્વારા આક્ષેપ કરાયો છે કે શિક્ષણ બોર્ડ બંધારણ મુજબનું કામ કરતું નથી કેમકે ૩૦ એપ્રિલે મળેલી સામાન્ય સભા બોર્ડના સભ્યોની ઉપરવટ જઇ બોલવામાં આવી હતી ત્યારબાદ ૨૨ જેટલા બોર્ડના વનથર્ડ સભ્યોએ સામાન્ય સભા ફરીથી બોલાવવા માંગ કરી હતી જોકે તે સભા ૨૧ મે ૨૦૧૯ સુધી એટલે કે ૨૧ દિવસમાં બોલાવવાની હોય તે બોલવાઈ નથી અને ૨૨ બોર્ડ સભ્યોનો આક્ષેપ કે શિક્ષણ બોર્ડ બંધારણ મુજબનું કામ કરતું નથી.

આવતીકાલે જે બેઠક મળવાની છે તે રુટિંગ બેઠક છે જેમાં અગાઉ મળેલી બેઠકના ૩૫ મુદ્દાઓની પણ ચર્ચા કરવામાં આવશે અને જે આક્ષેપ થઈ રહ્યો છે તેના પર પણ ચર્ચા કરવામાં આવશે. ટૂંકમાં હજુ શિક્ષણ બોર્ડની સામાન્ય સભાનો  એજન્ડા ખાનગી રાખવામાં આવ્યો છે હવે કાલે બેઠક મળ્યા બાદ જ તમામ મુદ્દાઓ સામે આવશે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.