રાજકોટમાં સૌપ્રથમ શિક્ષણમંત્રી પ્રફુલભાઇ પાનશેરીયા આવતી કાલે શુક્રવાર ના રોજ સવારે 9 કલાકે યુવા આગેવાન ડો.પરેશભાઇ રબારીના આમંત્રણને ખાસ માન આપીને ઓમ કોલેજ – વિઝન સ્કૂલ, કુવાડવા રોડ દ્વારા આયોજીત રાષ્ટ્રીય શિક્ષણનીતિથી ભારતીય યુવાનોનું ઘડતર શિર્ષક સાથે યુવા સંમેલનમાં ખાસ હાજરી આપવાના છે. પાનશેરીયા દ્વારા શિક્ષણ વિભાગનો હવાલો સંભાળ્યા બાદ શૈક્ષણિક રીતે આમુલ પરિવર્તનો લાવી રહયા છે.
ઓમ કોલેજ-વિઝન સ્કુલ ખાતે યુવાઓને રાષ્ટ્રીય શિક્ષણ નીતિથી ભારતીય યુવાનોનું
ઘડતર: વિષયક માર્ગદર્શન આપશે: અનેક સામાજીક આગેવાનો ઉપસ્થિત રહેશે
આપણા વડા પ્રધાન નરેન્દ્રભાઇ મોદી દ્વારા નવી શિક્ષણનીતિનો પાયો ભારત ભરમાં નખાઇ ચુકયો છે ત્યારે ગુજરાતમાં તેનો મજબૂતાઇથી અમલ કરવા માટે પ્રફુલભાઇ પાનશેરીયાએ મકકમ નિર્ધાર કરેલ છે, નવી શિક્ષણનીતિમાં યુવાનોને કઇ રીતે ભાગીદાર બનાવી શકાય તે માટે આ યુવા સંમેલનમાં ખાસ માર્ગદર્શન આપશે.
ઓમ કોલેજ દ્વારા શિક્ષણમંત્રીનું રંગારંગ ભાતીગળ સંસ્કૃતી મુજબ સૌપ્રથમ રેડ કારપેટ રાસ ગરબાથી સ્વાગત કરાશે તેમજ 700 થી વધારે યુવાનો શિક્ષણમંત્રીના આ કાર્યકમમાં ભાગ લઇને માર્ગદર્શન મેળવશે.
ઉલ્લેખનીય છે કે સૌરાષ્ટ્રની એક માત્ર ઓમ કોલેજ દ્વારા દેશ માટે કામ કરનાર શહિદો, આર્મીના જવાનો અને પત્રકારોના સંતાનોને 50 ટકા સ્કોલરશીપ આપવામાં આવે છે . આ કાર્યક્રમમાં શિક્ષણમંત્રી પ્રફુલભાઇ પાનશેરીયા, મેયર ડો.પ્રદિપભાઇ ડવ , પ્રદેશ યુવા ભાજપ પ્રમુખ પ્રશાંતભાઇ કોરાટ , શહેર ભાજપ પ્રમુખ કમલેશભાઇ મિરાણી , કુલપતી ડો.ગિરીશભાઇ ભીમાણી , ધારાસભ્ય ઉદયભાઇ કાનગડ , અન્ય સામાજિક આગેવાનો તેમજ સૌરાષ્ટ્ર યુનિવર્સીટીના સિન્ડીકેટ સદસ્યઓ ખાસ ઉપસ્થીત રહેશે. આ યુવા સંમેલનને સફળ બનાવવા માટે ઓમ કોલેજ અને વિઝન સ્કૂલના ટ્રસ્ટી અને સંચાલકીયો પરેશભાઇ હાપલીયા , કેતનભાઇ ખટાણા , પરેશભાઇ લીંબાસીયા અને પરેશભાઇ રબારી જહેમત ઉઠાવી રહીયા છે.