સૌરાષ્ટ્રના ઈતિહાસમાં સૌ પ્રથમવાર ૧૯૨ વર્ષ પ્રાચીન તીર્થ સુપાર્શ્ર્વનાથ જીનાલય માંડવી ચોકમાં સંપતિ રાજાના વખતની ૩૫૦૦ વર્ષ જૂની પ્રાચીન પ્રતિમાં આદેશ્વરદાદા, શંખેશ્વરા પાર્શ્ર્વનાથ દાદા તથા શાંતીનાથદાદાને સોનું, ચાંદી તથા ડાયમંડની ભવ્યા-તિ ભવ્ય આંગી તથા તેની અંદર એક લાખ નંગ ડાયમંડ, સીતેર કિલો ચાંદી તઙથા નેવું ગ્રામ સોનાથી ભવ્ય આંગી બનાવવામા આવેલ છે.
આ આંગી અમદાવાદના કારીગરો દ્વારા નવમહિનાથી અંદર તૈયાર કરવામા આવેલ છે. જેમાટે અંદાજીત ખર્ચ એક કરોડ રૂપીયા ખર્ચવામાં આવેલ છે. આ આંગીના દર્શન કાલે ગૂરૂવારે રાત્રે ૧૨ વાગ્યા સુધી દર્શન થઈ શકશે જેનો લાભ લેવા તમામ જૈન તથા જૈનેતર પ્રજાને અનુરોધ કરાયો છે.
આ આંગી બનાવનાર અમદાવાદના કારીગર , નરેશ પંચાલ, જયેશ પંચાલ તથા ટ્રસ્ટી કેતનભાઈ વોરા, ભાવેશભાઈ વોરા, અને હિતેનભાઈ વોરા ના માર્ગદર્શન મુજબ તૈયાર કરવામાં આવેલ છે