અબતકની શુભેચ્છા મુલાકાતે આવેલા સુવર્ણકાર એકતા સમિતિના સભ્યોએ આપી માહિતી
દેવા ધી દેવ ભોળાનાથ મહાદેવજીને રીઝવવા ભકિતભાવથી પૂજન અર્ચન કરવા તથા હજારો શિવભકતોમાં ભકિતનો ભાવ પ્રબળક થાય તે માટે રાજકોટના ઈતિહાસમાં સૌ પ્રથમ વખત સર્વજનહિતાય સર્વજન સુખાયના શુભ હેતુથી હજારો ‚દ્રાક્ષની સજાવટથી ૨૫ ફૂટ ઉંચા શિવલીંગ મહાદેવના સ્વ‚પને પધરાવી દર્શન મહાઆરતી મહાપ્રસાદનું તેમજ સાંસ્કૃતિક કાર્યકમ્રનું રાજકોટના ધારાસભ્ય ઈન્દ્રનીલભાઈ રાજયગૂ‚ની ટીમ ઈન્દ્રનીલ દ્વારા રાજકોટના રેસકોર્ષનાં મેદાનમાં ૩૧ જુલાઈ ૨૦૧૭ સુધીજે આયોજન થયેલ છે. તેમાં સર્વે જ્ઞાતિને પણ આમંત્રણ મળેલ છે. જેમાં આવતીકાલે સમસ્ત સોની સમાજ વિશાળ સંખ્યામાં સાંજે ૭ વાગ્યે મહાઆરતી, દર્શન, મહાપ્રસાદ તથા સાંસ્કૃતિક કાર્યક્રમનો લાભ લેશે. સમસ્ત સોની સમાજને આ ભવ્ય અને દિવ્ય અલૌકિક દર્શન, આરતી તથા મહાપ્રસાદમાં સહ પરિવાર પધારવા સુવણર્કાર એકતા સમિતિ અનુરોધ કરવામાં આવ્યો છે. તેમ અબતકની શુભેચ્છા મુલાકાતે આવેલા અરવિંદભાઈ પાટડીયા, કમલેશભાઈ સોની, કૈલાસ રાજપરા, અરવિંદભાઈ કોઢીયા, ધી‚ભાઈ હડાળાવાળા તેમજ હિરેનભાઈ કોઢીયા સહિતના સમિતિનાં સભ્યોએ માહિતી આપી હતી.