શહેરના નાના-મોટા જ્વેલર્સોમાં જામશે ઘરાકી: ગ્રાહકીને આકર્ષવા દુકાનદારો દ્વારા સોના-ચાંદીની ખરીદી ઉપર આકર્ષક ડિસ્કાઉન્ટ: શો રૂમમાં ડાયમંડ-હીરા-રોઝ ગોલ્ડના અવનવા એન્ટીક દાગીના થયા ઉપલબ્ધ
અખાત્રીજના દિવસે તીર્થોમાં સ્નાન, દર્શનથી અનંત ફળની પ્રાપ્તી થાય છે. ખાસ કરીને આ દિવસે સત્યનારાયણ ભગવાનની કથા, વણજોયું મુહર્ત હોય લગ્ન, ખાતમૂહર્ત, ગૃહશાંતિ, વાસ્તુ, નવા મકાન વાહનની ખરીદી, સોના ચાંદીની ખરીદી કરવી ઉત્તમ છે.
ભારત કૃષીપ્રધાન દેશ હોવાથી ખેડુતો નવા વર્ષનો પ્રારંભ અખાત્રીજના અભિજીત મૂહર્તમાં કરે છે. આ શુભ દિવસે તેઓ પોતાનું ખેતર ખેડુ ‘હળોતરા’ વિધિ કરે છે. આ ઉપરાંત ખેતીના સાધનો હળ, બળદ વગેરેને નાડાછડીથી શણગારવામાં આવે છે. ખાસ કરીને અખાત્રીજના પર્વમાં ઉનાળાની કાળઝાળ ગરમી પડતી હોય છે ત્યારે પશુ-પક્ષીઓ માટે પાણીની કુંડીઓ, વટેમાગુઓને જળનું દાન આપવું ખૂબજ પૂણ્ય શાળી છે.
મલબારમાં હોલમાર્કવાળી જ જવેલરીનું રીઝનેબલ રેટ અને મેકીંગ ચાર્જ પર વેચાણ: વિજય બુલચંદાણી
અક્ષયતૃતીય પર્વે લોકો લગ્નની ખરીદી કરતા હોય ત્યારે મુહુર્ત જોવાની જ‚ર રહેતી નથી. આ દિવસે સોનાની ખરીદી કરવાથી બરકત રહે છે. તેથી લોકો સોનાની, હીરા તથા પલેટીનમના દાગીનાની ખરીદી કરે છે. અમારી પાસે બધી જ વેરાયટી તથા ન્યુ લોન્ચીંગ, બ્રાઈડસ માટે વેડીંગ માટેનું નવું કલેકશન લોન્ચ થયું છે.
અત્યારે ન્યુ તથા ફ્રેશ કલેકશન હાઈ રેન્જ, લો રેન્જમાં ઘણી બધી વેરાયટીઓ ઉપલબ્ધ છે. વિશેષતા વિશે જણાયવતા કહ્યું કે મલબારના અઢીસોથી વધુ શો રૂમ છે. અને ભવિષ્યમાં હજુ ગ્રોથ થશે મલબારમાં હોલ માર્ક વાળી જવેલરી જ વેચીએ છીએ. તે પણ રીઝનેબલ રેટ પર, રીઝનેબલ મેકીંગચાર્જ પર બીઝનેસ કરીએ છીએ.
વર્કિંગ વુમન માટે લાઈટવેઈટ ‘મીયાં’ કલેકશનની ધૂમ ખરીદી ધર્મેશ મહેતા (તનિષ્ક જવેલરી)
અક્ષયતૃતીયાને લઈ અમારી પાસે બધી જ વેરાયટી ઉપલબ્ધ છે. લાઈટવેઈટ તથા અમારી માસ્ટરી વેર્ડિંગ કલેકશનમાં છે ત્યારે નવીન ડિઝાઈનની જવેલરી લોન્ચ કરીછે. અમારે ત્યાં લોકો સોનાની ખરીદી કરે છે. પરંતુ આ વખતે ગરમીનું પ્રમાણ વધૂ હોવાથી બપોરના સમયે લોકો ઓછા આવે છે.
વર્કિંગ વુમન માટેનું લાઈટવેઈટ ‘મીયા’ કલેકશન અત્યારે વધારે લોકો ખરીદી કરી રહ્યા છે. તનિષ્કનો કસ્ટમરનો સંતોષ પ્રથમ નંબરે જ હોય છે. બેસ્ટ બ્રાન્ડ ઓફ ધ એવોર્ડ ઘણા વર્ષોથી તનિષ્ક લઈ રહ્યું છે. ક્સ્ટમરની જરૂરીયાત મુજબ કંપની ખૂબજ ધ્યાન રાખી નવી ડિઝાઈન પર ખૂબ જ કામ કરે છે.
નવા કલેકશન ગ્રાહકોને મળતા રહે તે માટે કંપનીની પહેલા તૈયારીઓ હોય છે. અત્યારે લગ્નસરાની સિઝન હોવાથી લોકો વેર્ડિંગ કલેકશન લે છે. પહેલા લોકો સોનાની ખરીદીમાં એટલે કે પ્યોર સોનું જ લેતા પરંતુ આજે ટ્રેન્ડ બદલાઈ ગયો છે. લોકો એન્ટીક જવેલરી ડાયમંડ, રોઝગોલ્ડની ડિમાન્ડ કરે છે.
લાઇટ વેઇટ જવેલરી પર પ્રથમ પસંદગી ઉતારતી યુવા પેઢી: દિલીપભાઇ (કમલેશ જવેલર્સ)
આજની યુવા પેઢી લાઇટ વેઇટ વાળી જવેલરી ઉપર પ્રથમ પસંદગી ઉતારતા હોય છે, જયારે તેમજ અમારા શો ‚મમાં કુંદન, જડતરની જવેલરીઓ પણ ઉપલબ્ધ છે. પહેલા એવું કહેવાતું કે લોકો બચત કરવા માટે સોનાની ખરીદી કરતા પરંતુ આજના સમયમાં એવું રહ્યું નથી અક્ષય તૃતીયાના પાવન દિવસે લોકો મુહુર્ત જોગા વગર સોનાની ખરીદી કરે છે.
અમારા શો-રૂમમાં ૧ થી લઇ ર૦૦ ગ્રામ સુધીની વિશાળ રેન્જમાં દાગીના ઉપલબ્ધ : જેન્તીભાઇ કાકડિયા (ખોડીયાર જવેલર્સ)
જેનો કયારય ક્ષયના થાય તેવા અક્ષય તૃતીયાના પાવન દિવસે લોકો કોઇપણ શુર્ભ કાર્ય કરવા માટે મુહુર્ત જોતા નથી તેમજ આ દિવસે સોના, ચાંદીની ખરીદી ખુબ જ કરે છે. ત્રણ વર્ષથી ચાલતા અમારા આ શો-રૂમમાં ૧ ગ્રામથી લઇને ર૦૦ ગ્રામ સુધીની વિશાળ રેન્જના
દાગીના છે જેમાં વીંટીથી લઇને હેવી સેટ જેવી બધી જ પ્રકારની વસ્તુઓ ઉપલબ્ધ છે અત્યારે લોકો એન્ટીક દાગીના લેવાનું વધુ પસંદ કરે છે જયારે યુવાનોમાં ઇટાલીયન કડા, લકીનો વધુ ક્રેઝ જોવા મળે છે. વિશાળ રેન્જમાં થતા વન પિસની ડિઝાઇન અમારા શો-રૂમ ની વિશેષતા છે સોનામાં નુકશાની જતી ન હોવાથી અમે સો ટકા વળતર મળતુ હોવાથી લોકો સોનાની ખરીદી કરે છે.
સોનાની સાથે ચાંદીમાં પણ ફેન્સી પાયલ, વીંટી, ચુડા ઉપલબ્ધ: શૈલેષભાઇ મોલીયા
અક્ષય તૃતીયાના દિવસે લોકો સોનાની ખરીદી કરતાં હોય છે અને જે લોકો સોનાની ખરીદી નથી કરી શકતા તેઓ ચાંદીના સિકકા, ચાંદીની ગાય, ચાંદીનો તુલસી કયારો લેતા હોય છે. જેને શુભ માનવામાં આવે છે. અમારી પાસે ચાંદીમાં ફ્રેન્સી પાયલ, બ્રેસલેટ, તેમજ સ્ટલીંગમાં વીંટી, ચુડા, કંદોરા સહીતની અનેક વસ્તુઓ છે જેની લોકો ખરીદી કરે છે.
અખાત્રીજે મેકીંગ ચાર્જ પર ડિસ્કાઉન્ટની અમારી સ્પેશ્યલ ઓફર: મુકેશભાઇ (રાધિકા જવેલર્સ)
અખાત્રીજ લગ્નસરાની સીઝન હોવાથી અમારી પાસે બ્રાઇડલ જવેલરીની વિશાળ રેન્જ તેમજ નાની મોટી દરેક આઇટમોનું કિએશન હોય છે જેનાથી ગ્રાહકોને સંતોષકારક ડિઝાઇનવાળા ધરેણા મળી રહે, આજની યુવા પેઢી રોઝગોલ્ડ લેવાનું વધુ પસંદ કરે છે. અખા ત્રીજને લઇને અમે એક સ્પેશ્યલ ઓફર્સ આપીએ છીએ જેમાં સોનાની ર૦ ગ્રામના મેકીંગ ચાર્જ પર રૂ ૧૨૫૦ ડિસ્કાઉન્ટ તેમજ ડાયમંડ જવેલરીના મેકીંગ ચાર્જીસ પર ૫૦ ટકા ઓફ આપીએ છીએ.
મંદીના માહોલમાં લોકો એન્ટીક નાની વસ્તુ પર પસંદગી ઉતારે છે: રાકેશભાઇ (મીરા જવેલર્સ)
અક્ષય તૃતિયાના શુભ દિવસે ખેડુતો ભૂમી પુજન કરે છે અને લોકો સોના ચાંદીની ખરીદી કરે છે. ર૦ વર્ષથી અમે જવેલરીના ધંધા સાથે સંકળાયેલા છીએ અને અમારા જવેલર્સમાં એન્ટીક, રોઝગેન્ડ, જળતર, ઓઠસો ડાઇટ, રોડીયમ મોતી, તેમજ ચાંદીની જવેલરીની વિશાળ રેન્જ ઉપલબ્ધ છે. અત્યારે મંદીનો માહોલ હોવાથી લોકો એન્ટીકમાં નાની આઇટમ તથા ઓછા વજનવાળી વસ્તુની પસંદગી કરે છે. જેમાં લોકો વીંટી, લકકી, મોતી જળતર વાળા ચેન લેવાનું પસંદ કરે છે તો યુવા પેઢી રોઝ ગોલ્ડની વીંટી, કડા લેવાનું વધુ પસંદ કરે છે.
અત્યારે રોઝગોલ્ડ જવેલરી આકર્ષણનું કેન્દ્ર: હર્ષિતભાઇ (જે.પી. જવેલર્સ)
આખા વર્ષમાં સોનાની ખરીદી માટે સારા ત્રણ તહેવાર હોય છે. ધનતેરસ, ગુરુષુષ્ય નક્ષત્ર, તેમજ અખાત્રીજ જયારે અખાત્રીજને લઇને અમારી પાસે ખાસ સ્કીમ છે જેમાં ૧૦ ગ્રામની જવેલરી પર રૂ ૧૨૫૦ ઓય અને રીયલ ડાયમંડ ઉપર પચાસ ટકા લેબી ચાર્જીસમાં તેમજ પ્લેટીનમ જવેલરીમાં પણ ડીસ્કાઉન્ટ આપવામાં આવે છે. છેલ્લા એક અઠવાડીયાથી સારી ગ્રાહકી છે તેમજ અગાઉથી જ ઘણા લોકોએ બુકીંગ કરાવેલ છે. જેથી રોજ નવી નવી ડીઝાઇન લાવવી પડે છે. જયારે રોજગોલ્ડ જવેલરી અત્યારે આકષણનું કેન્દ્ર છે.
અમે દર અખાત્રીજે સોનું ખરીદીએ છીએ: રસીકભાઇ (ગ્રાહક)
અખાત્રીજને શુભ દિવસ માનવામાં આવે છે તેથી દર વર્ષે અખાત્રીજના દિવસે અમે સોનાના ચેઇન અને વીંટીની ખરીદી કરીએ છીએ.
૫૦-૬૦ ગ્રામની વસ્તુને ૩૫-૪૦ ગ્રામમાં બનાવવાની અમારી વિશેષતા: સંદીપભાઇ (ન્યુ ક્રિષ્ના જવેલર્સ)
આજે ડિઝાઇનનો કન્સેપ્ટ બદલાઇ ગયો છે લોકો જુની ડિઝાઇનને બે ત્રણ વર્ષ બાદ નવી કરાવે છે. છેલ્લા વીસ વર્ષથી અમે આ ધંધા સાથે સંકળાયેલા છે અને અમારી પાસે અક્ષય તૃતીયાને લઇને ઓછા વજન વાળી જવેલરી, એન્ટીક ડીઝાઇનનો સ્ટોક ઉપલબ્ધ છે. તેમાં ૫૦-૬૦ ગ્રામમાં બનતી વસ્તુ અમે ૩૮.૪૦ ગ્રામમાં બનાવી શકીએ છીએ જે અમારી જવેલરીની વિશેષતા છે.