શરદપૂનમની રાતડી રંગ ડોલરીયો

શરદપૂર્ણિમા કે કોજાગરી પુનમે આકાશમાંથી અમૃત વર્ષા થતી હોવાની માન્યતા: દૂધ પૌંવા, સાકરનો પ્રસાદ લેવાનું અનેરૂ મહત્વ

શરદ પૂર્ણિમાનું હિન્દુ ધર્મમાં વિશેષ મહત્વ છે એવી માન્યતા છે કે શરદ પૂર્ણિમાનું વ્રત કરવાથી બધી મનોકામના પૂર્ણ થાય છે. શરદ પૂર્ણિમાને કોજાગરી પૂર્ણિમા પણ કહે છે. આ પૂનમ અન્ય પૂનમોની સરખામણીમાં ઘણી લોકપ્રિય છે. એવું પણ માનવામાં આવે છે કે આજના દિવસે ચંદ્રમાં ૧૬ કલાઓથી ખીલી ઉઠે છે અને ધરતી પર અમૃતની વર્ષા કરે છે. હિન્દુ ધર્મમાં મનુષ્યના એક એક ગુણને કોઈના કોઈ કલા સાથે જોડી દેવાય છે. એવું મનાય છે કે, ૧૬ કલાઓવાળો પુરુષ સર્વોત્તમ પુરુષ છે. કહેવાય છે કે, શ્રી હરિ વિષ્ણુના અવતાર ભગવાન શ્રીકૃષ્ણએ ૧૬ કલાઓ સાથે જન્મ લીધો હતો. જ્યારે ભગવાન રામની પાસે ૧૨ કલાઓ હતી. શરદ પૂર્ણિમાને ચંદ્રમાં, માતા લક્ષ્મી અને વિષ્ણુની પૂજા કરાય છે.

શરદ પૂનમને કોજાગરી પૂનમ-માણેક કઠારી શરદ પૂર્ણિમા પણ કહેવામાં આવે છે. વર્ષમાં ચાર મહારાત્રીનું મહત્વ વધારે છે. જેમાં કાલરાત્રી, મહારાત્રી, મોહરાત્રી, દારૂણારાત્રી જે આ મુજબ છે. કાલરાત્રી એટલે કાળી ચૌદશની રાત્રી મહારાત્રી એટલે મહાશિવરાત્રી મોહરાત્રી એટલે શરદ પુનમની રાત અને દારૂણરાત્રી એટલે હોળીની રાત આમ ચાર મહારાત્રીમાંથી એક મહારાત્રી એટલે શરદ પૂનમની રાત્રી.

શરદ પુનમની રાત્રીનો મુખ્ય ઉદ્દેશ છે. નિર્ધનતાના નાશનો આ દિવસે સાંજના પોતાના ઘેર લક્ષ્મીજીનું દૂધ, પંચામૃતી શ્રીયંગ લક્ષ્મીજીના સિક્કાનૂં પૂજન કરવાનું મહત્વ છે. આ દિવસે રાત્રે ખાસ જાગરણ કરવું જોઈએ. કહેવાય છે કે, લક્ષ્મીજી શરદ પુનમની રાત્રે ઘેર-ઘેર જાય છે અને તપાસ કરે છે. મારો ક્યો ભક્ત જાગે છે. આથી શરદ પુનમનું નામ મૂળ શબ્દમાંથી અપભુસય અને કોજાગરી પડ્યું.

શરદ પુનમની રાત્રે વર્ષનો શ્રેષ્ઠ ચંદ્ર ૧૬એ કળાએ ખીલે છે અને પોતાનું મૃતમય તેજ પૃથ્વી પર પાડે છે. આથી આ રાત્રે અગાસી પર સાકરવાળુ દૂધ અને પૌંવા થોડીવાર મુકી અને તેનો પ્રસાદ લેવાનું મહત્વ છે તે ઉપરાંત અગાસીમાં ચંદ્રના પ્રકાશમાં સાકર મુકી અને સવારે તેનો પ્રસાદ લેવો શરદ પૂનમના ચંદ્રના પ્રકાશમાં સોયમાં દોરો પોરવાથી આંખોને બળ મળે છે.

આયુર્વેદમાં પણ શરદ પૂનમનું મહત્વ વધારે છે. શરદ પુનમની રાત્રે ઔષધી શ્વાસના રોગીને આપવામાં આવે છે. આથી તેમને રાહત મળે છે. ધાર્મિક દ્રષ્ટીએ શ્રીકૃષ્ણ ભગવાનની મહારાશ લીલા પણ શરદ પૂનમની રાત્રે થઈ હતી. આથી શરદ પૂનમે કૃષ્ણ ભક્તિનું પણ મહત્વ વધારે છે.

જ્યોતિષની દ્રષ્ટીએ જે લોકોને ચંદ્ર નબળો હોય અવા ગ્રહણયોગ, વિષયોગમાં જન્મ થયેલ હોય તો આ દિવસે ચંદ્રના જાપ, પૂજા કરવાથી રાહત મળે છે.

આજના દિવસે રાસોત્સવનું પણ અનેરૂ મહત્વ છે. આજના દિવસે ભગવાન શ્રીકૃષ્ણએ રાસલીલા કરી ગોપીઓ સાથે રાસે રમ્યા હતા. એક એક ગોપીને એક એક કાનનું સ્વરૂપ બતાવ્યું હતું. આજના દિવસે શ્રીકૃષ્ણની રાસલીલાને યાદ કરી ઠેર ઠેર શરદોત્સવ નિમિતે રાસ ગરબાનું આયોજન કરાય છે.

આજના શુભ દિવસે ચંદ્રના શિતળ પ્રકાશમાં દૂધ પૌંવા મુકીને ખાવાથી શિતળતા મળે છે તેમ શાથીય રાજદીપ જોશી (વૈદાંત રત્ન)એ જણાવ્યું હતું.

શરદ પુનમનું ઔષધિય મહત્વ

એવું કહેવાય આજના દિવસે ચંદ્ર સોળે કળાએ ખીલી, માનવ કલ્યાણ ર્એ ઔષધિઓ ઉપર અમી વરસાવે છે. એટલે તો આયુર્વેદમાં એને ઔષધિના કહેવાય છે. આજના દિવસે શ્ર્વાસ, દમ, ચર્મરોગ, પેટના રોગો માટે લેવાયેલ ઔષધી અમૃતનું કામ કરે છે. એમાં જો ‘અશ્વિની’ નક્ષત્ર હોય તો સોનામાં સુગંધ ભળે છે. આજના દિવસે પિત્તનું સમન કરવા દૂધપૌંઆ ખાવાનું વિશેષ મહત્વ છે.

આજના દિવસે દરિયાના માર્ગને થોડીવાર ત્રાટક દ્રષ્ટિએ જોવાથી મનની તમામ, હતાશા, નિરાશા અને અનિષ્ટ વિચારો અટકે છે, શાંત ઈ જાય છે. આજના દિવસે ચંદ્રમાને થોડીવાર અનિમેષ નયને જોવાનયનના નૂર વધે છે. એવું કહેવાય છે, એવું પણ કહેવાય છે કે, આજના દિવસે ચંદ્રમાનો પૂર્ણ પ્રકાશ પડે એ રીતે ખુલ્લી અગાસીમાં પતાસા રાખી એનો ઉપયોગ કરવાથી ઉનવા, બાળકોની પેટ-પેશાબની ગરમી દૂર થાય છે. જૂના જમાનામાં તો આજના દિવસે લીમડાના ઝાડમાં સહેજ ખાડો કરી એમાં આંખમાં આંજવાનો સૂરમો રાખતા જે આંજવાથી આંખોનું તેજ વધે. આજના દિવસે રૂ (કપાસ)ની પૂણી ચાંદનીમાં મૂકી, કાળી ચૌદશના દિવસે તલના તેલનો દિવો કરી, આ વાટની મેષ કાંસાની થાળીમાં તળીયે એકત્રીત કરી, આંખમાં આજવાથી આંખોના અનેક રોગો મટે છે. એવું ડોશી શા કહે છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.