કાલે જેઠ વદ અમાસને શનિવાર તા.10ના દિવસે શનીવારી અમાસ છે. શનીવારી અમાસનું મહત્વ શનીગ્રહના દાન, જપ,તપ, માટે વધારે છે. શનીગ્રહ કર્મના ફળનો દાતા છે. એટલે કે જેવા કર્મ કરેલા હોય તેવું શની ગ્રહ ફળ આપે છે. અને ખાસ કરીને પનોતી દરમ્યાન શની ગ્રહ અશુભફળ વધારે આપે છે.તેદૂર કરવા માટે શનીવારી અમાસના દિવસે શનીદેવની પૂજા વધારે ફળદાઈ છે.
આ દિવસે ઉપવાસ અથવા એકટાણુ રહેવું ભોજન મા અડદની બનેલ વસ્તુ ખાસ લેવી શનીવારી અમાસના દિવસે સવારના અથવા સાંજે શનીદેવને અને હનુમાનજીને તેલ ચડાવું તેલનો દિવો કરવો હનુમાનજીને અડદના દાણા ચડાવા શનીકવચ હનુમાન ચાલીસાના પાઠ કરવા. ખાસ કરીને મિથુન, તુલા રાશીના લોકોને લોઢાના પાયે શનીની નાની પનોતી ચાલે છે.
તથા ધન, મકર, કુંભ રાશીના જાતકોને મોટીપનોતી ચાલે છે.તેવો એ શનીદેવના ૐ પાં પ્રીં પ્રૌં સહ શનયે નમહ મંત્ર જપની પાંચ માળા કરવી મંત્ર જપ કરતી વખતે એક ત્રાંબાના લોટામાં શુધ્ધ જળમાં ગંગાજળ કાળાતલ થોડુ દુધ સાકર પધરાવી પાસે રાખવું જયારે જપ પૂરા થાય ત્યારબાદ પીપળાના વૃક્ષના મૂખમા પશ્ર્ચિમ દિશા બાજુ મોઢુ રાખી આ બધુ શનીદેવનું નામ લેતા પધરાવી દેવું પનોતીનું અશુભફળ ઓછુ થશે. તે ઉપરાંત કાળા અડદ કાળુ કપડુ ચંપલ કાળી છતરી કાળો ધાબરોનું દાન દેવું શનીવારી અમાસના દિવસે ઉતમ છે. રવિવારે રવિ પુષ્યામૃત યોગ છે. અષાઢમહિનાનો પ્રારંભ શુભ તા.11 જુલાઈને રવિવારના દિવસે આખો દિવસ રવિ પુષ્યામૃત યોગ છે. સવારે સૂર્યોદયથી એટલે કે સવારના 6.11 મીનીટથી રવિવારની રાત્રીનાં 2.22 મીનીટ સુધી રવિ પુષ્યામૃત યોગ આખો દિવસ અને રાત્રીના છે. રવિ પુષ્યામૃત યોગનો દિવસ સૌથી શ્રેષ્ઠ અને ઉતમ માનવામાં આવે છે.
પુષ્ય નક્ષત્રમાં વૃધ્ધિ એટલે કે વધારો કરવાના ગુણ છે. સૂર્ય કે તે ગ્રહોનો રાજા છે.આમ રવિ પુષ્યામૃત યોગને સૌથી શ્રેષ્ઠ માનવામાં આવે છે. તા.11 જુલાઈને રવિવારના દિવસે સોનું ખરીદવું નવું વાહન ખરીદવું, ચાંદીની ખરીદી કરવી ગૃહ ઉપયોગી વસ્તુની ખરીદી કરવી પૂજાનો સામાન ખરીદવો શ્રીયંત્રની ખરીદી કરવી ઉતમ ફળ દાઈ અને શુભ છે.
તે ઉપરાંત આ દિવસે કુળદેવીની ઉપાસના આદિત્યહૃદય સ્ત્રોતના પાઠ કરવા સૂર્યદેવની ઉપાસના નવગ્રહની ઉપાસના શ્રી સુકત તથા શ્રી યંત્રની ઉપાસના વધારે ફળ આપવા વાળી છે. ખાસ કરીને કુળદેવીના જપ કરવા આ દિવસે ઉતમ છે. ખાસ કરીને રવિવારે અષાઢ મહિનાનો પ્રારંભ રવિ પુષ્યામૃત યોગથી થતા શુભ છે. તથા ગુપ્ત નવરાત્રીનો પ્રારંભ કચ્છી હાલારી સંવતનો પ્રારંભ.
રવિવારના દિવસે શુભ સમયની યાદી
દિવસના શુભ ચોઘડીયા
ચલ 7.52 થી 9.32, લાભ 9.32 થી 11.12, અમૃત 11.12 થી 12.52, શુભ 2.33 થી 4.13, રાત્રીના શુભ ચોઘડીયા, શુભ 7.33 થી 8.53, અમૃત 8.53 થી 10.13, ચલ 10.13 થી 11.33, અભિજિત મુહૂર્ત બપોરે 12.26 થી 1.19
સોમવારે અષાઢીબીજ
તા.12 જુલાઈના સોમવારે અષાઢીબીજ છે. આ દિવસે ભગવાન જગન્નાથજીનગર જોવા નીકળશે રથયાત્રા નીકળશે. આ દિવસે ખેડુતો બળદને શણગાર કરે છે.
આ દિવસે કથા નવગ્રહ શાંતી વાસ્તુપૂજન, નવીદુકાન, શોરૂમનું ઉદઘાટન ખાતમૂહૂર્ત વાહનની ખરીદી નવા વાહનની ખરીદી કરવી.નવ ગ્રહ શાંતી કરવી સત્યનારાયણની કથા કરવી બધુ શુભ અને ઉતમફળ આપનાર બને છે.
અષાઢી બીજના શુભમુહૂર્તો
દિવસના ચોઘડીયા
અમૃત 6.12 થી 7.52, શુભ 9.32 થી 11.12, ચલ 2.33 થી 4.13, લાભ 4.13 થી 5.53, અમૃત 5.53 થી 7.33, રાત્રીના શુભ ચોઘડીયા ચલ 7.33 થી 8.53 અભિજિત મૂહૂર્ત બપોરે 12.26થી 1.19 સાંજે પ્રદોષ કાળ 7.33 થી 8.59 સૂધી.