તા.૧૯ મે ૨૦૨૩ શુક્રવાર ના રોજ ભાવુકા અમાસ અને શનિ જયંતિ આવી રહ્યા છે. ન્યાયની રાશિ તુલામાં શનિદેવ ઉચ્ચના થાય છે. મહેનતની રાશિ મકરમાં અને કુંભમાં સ્વગૃહી થતા શનિ મહારાજ મહેનત, શિસ્ત અને ન્યાયમાં માને છે. મારા વર્ષોના જ્યોતિષ અનુભવમાં મે જોયું છે કે જયારે વ્યક્તિ મહેનત, શિસ્ત અને ન્યાયથી વિરુદ્ધ જઈને કામ કરે છે ત્યારે શનિની પરેશાની શરુ થાય છે.
ન્યાયના દેવને ખોટી વાતો,અફવાઓ, ગૉસિપ, કોઈનું ખરાબ બોલવું કે કરવું એ બધું ગમતું નથી અને વ્યક્તિ જયારે પોતાના મોહના કારણે આ બધી બાબતોમાં પડે છે ત્યારે શનિ મહારાજ કોપાયમાન થાય છે. મારા વર્ષોના અવલોકનમાં મે જોયું છે કે પોતની મહેનતથી એક મુકામ સુધી પહોંચેલા મિત્રોમાં બીજાની બુરાઈ કરવાની ભાવના જતી રહી હોય છે અને તેઓ માત્ર સાચી રીતે પોતાની પ્રગતિ માટે આગળ વધતા હોય છે જેમાં ગ્રહો તેમને સહાયભૂત થતા હોય છે.
કાર્મિક ઉપાય તરીકે શનિ જયંતીના દિવસે સંકલ્પ લઈએ કે આપણે મહેનત, શિસ્ત અને ન્યાયથી આગળ વધીશું અને કોઈ ગલત વાત કે અફવાને પ્રોત્સાહન નહિ આપીએ તો અવશ્ય શનિ મહારાજની કૃપા પ્રાપ્ત થાય છે અને શનિની દશા કે પનોતી કે શનિના નબળા ગોચરને પણ આપણે આરામથી પસાર કરી શકીએ છીએ અને શનિ મહારાજની સહાય થી રાજયોગના દરવાજા ખુલી જાય છે.
જ્યોતિષાચાર્ય રોહિત જીવાણી
૭૯૯૦૫૦૦૨૮૨