રાસોત્સવમાં ૪૨ કેટેગરીમાં ઈનામો અપાશે: તમામ શાખાના બ્રહ્મ ડોકટર્સ અને આગેવાનો રહેશે હાજર: ડોકટર્સ ટીમ “અબતકની મુલાકાતે
બ્રહ્મ ડોકટર્સ એસોસીએશન દ્વારા પ્રથમ વખત રાસોત્સવનું કાલે વન ડે ધમાકેદાર આયોજન કરાયું છે. જેમાં શહેરભરનાં તબીબો હાજરી આપી રાસની રમઝટમાં ચાર ચાંદ લગાવશે. આયોજનને સફળ બનાવવા એસોસીએશનના સભ્ય ડો. બકુલ વ્યાસ, ડો. તત્સ જોશી, ડો. જયેશ રાજયગુરૂ, ડો. ભાર્ગવ અને ડો.પુલકિતે ‘અબતક’ની શુભેચ્છા મુલાકાત લીધી હતી.
બ્રહ્મ ડોકટર્સ એસોસીએશને રાસ રમઝટ ૨૦૧૮નું ધમાકેદાર આયોજન કાલે રાત્રે ૮ કલાકે નાગર બોર્ડીંગ વિરાણી સ્કુલ સામે કરેલ છે. જેમાં રાજકોટના તમામ શાખાના બ્રહ્મ ડોકટર્સ તથા બ્રહ્મ આગેવાનો જોડાવાના છે. રાસ રમઝટ ૨૦૧૮માં મુખ્ય સહયોગ બ્રહ્મ ન્યુરોસર્જન ટીમ ડો.પ્રકાશ મોઢા, ડો. હેમાંગ વસાવડા, ડો. કિરીટ શુકલા, ડો. રાજેન્દ્ર ત્રિવેદી, ડો. નીમીશ ત્રીવેદી, ડો. કાર્તીક મોઢા, ડો.પુનીત ત્રિવેદી, હાદે વસાવડાનો રહ્યો છે.
રાસ રમઝટ ૨૦૧૮ના આયોજનમાં ડો. બકુલ વ્યાસ, ડો. તત્સ જોશી, ડો.એન.ડી. શીલુ, ડો. જયેશ રાજયગુરૂ, ડો. ભાવેશ જોશી, ડો. ત્રિવેદી, ડો. પ્રશાંત, ડો.સિંહોરા, ડો. ભાર્ગવ, ડો.પુલકીત ભાટે જહેમત ઉઠાવી રહ્યા છે. રાસોત્સવમાં વિવિધ પ્રકારની ૪૨ કેટેગરીમાં ઈનામો અપાશે.
રાસ રમઝટ ૨૦૧૮માં સમસ્ત બ્રહ્મ ડોકટર્સ ઉત્સાહ ભેર ભાગ લેશે વધુ વિગત માટે ડો. બકુલ વ્યાસ મો. ૯૪૨૬૨૪૭૩૪૪ તથા ડો. તત્સ જોશી મો. ૯૯૧૩૪ ૩૪૩૦૦નો સંપર્ક કરવો.