દ્વારકા સહિતના મંદિરોમાં ભગવાનને ગુરૂવારે રાખડી બાંધવામાં આવશે
ભાઇ-બહેનના પવિત્ર સંબંધોને ગાઢ બનાવતું પર્વ એટલે રક્ષાબંધન. આવતીકાલે દેશભરમાં રક્ષાબંધન પર્વની ઉજવણી કરવામાં આવશે. આ તહેવારને નાળીયેરી પુનમ પણ કહેવામાં આવે છે. પોતાના વીરાના લાંબા આયુષ્ય, સુખ, સમૃધ્ધિ અને રક્ષા માટે બહેનો ભાઇના કાંડે રક્ષાસુત્ર બાંધતી હોય છે. આવતીકાલે ભદ્રા નક્ષત્ર હોવાના કારણે રાખડી બાંધવાને લઇ થોડો મતમતોતર છે. અમુક જ્યોતિષ કહે છે કે આવતીકાલે રાત્રે 9 વાગ્યા બાદ રાખડી બાંધી શકાશે. દ્વારકા સહિતના મંદિરોમાં ભગવાનને ગુરૂવારે જ રાખડી બાંધવામાં આવશે.
આ અંગે વિસ્તૃત જાણકારી આપતા વેદાંત રત્ન જાણીતા જ્યોતિષ શાસ્ત્રી રાજદીપ જોષીએ જણાવ્યું હતું કે કાલે 30 ઓગસ્ટન રોજ નીજ શ્રાવણ શુદ 14 ને બુધવારે સવારના 11 વાગ્યા સુધી ચૌદશ તિથી છે અને ત્યાર બાદ પૂનમ તિથી છે. પરંતુ પૂનમ તિથીની સાથે ભદ્રા પણ શરૂ થઈ જશે પરંતુ જયોતિષના નીયમ પ્રમાણે ભદ્રા શુભ કે અશુભ હોય તો પણ રાખડી બાંધી શકાય નહી. તે ઉપરાંત રાખડી બાંધવા માં અપરાહન કાળ અને પ્રદોષ કાળનો સમય શુભ ગણાય છે.
ભદ્રા રાત્રીના 9:02 મીનીટ છે.આથી સૌરાષ્ટ્ર ગુજરાતના સમય પ્રમાણે બુધવારે રાખડી બાંધવા માટે પ્રદોષ કાળ નો સમય નીચે મુજબ રહેશે. તે ઉપરાંત ગુરૂવારે 31 તારીખે સવારે 7:06 મીનીટ સુધી પણ રાખડી બાંધવા માટે ઉત્તમ સમય છે.દ્વારીકા સહિત ગુજરાતના મોટા ભાગના મંદિરો મા ભગવાન ને ગુરૂવારે રાખડી બાંધશે. જે બહેનો ગુરૂવારે સવારે 7:06 મીનીટ સુધીમાં રાખડી બાંધી ન શકે તે બહેનો ગુરૂવારે ઉદીયાત પૂનમ તિથી ધ્યાનમાં લઈને ગુરૂવારે સાંજ સુધી માં ભાઈને રાખડી બાંધવી.
બુધવારે રાત્રે શુભ પ્રદોષ કાળમા શુભ સમય રાજકોટમાં રાત્રે 9:02 થી 9:21, જૂનાગઢમાં 9:02 થી 9:23, જામનગ2માં 9:02 થી 9:22, ભાવનગરમાં 9:02 થી 9:16, અમદાવાદમાં 9:02 થી 9:13 અને સુરતમાં 9:02 થી 9:12 છે. ગુરૂવારે ચોઘડીયા પ્રમાણે શુભ સમય સવારે શુભ 6:30 થી 8:05, બપોર ચલ, લાભ, અમૃત 11:13 થી 3.56, શુભ સાંજે 5:30થી 7:04, અભિજીત મુહુર્ત બપોરે 12:22થી 1:13 સુધી. પહેલાના જમાનામા લોકો ઉદિત તીથી ધ્યાનમા લઈ ને જ રક્ષાબંધન કરતા આમ ગુરુવારે પણ પૂનમ ઉદિત તીથી ધ્યાન મા લઇ આખો દિવસ રક્ષાબંધન કરી શકાય છે.
જનોઈ ધારણ કર્યા વગર મનુષ્ય ધર્મ અધુરો ગણાય
જનોઇ શા માટે પહેરવી જોઇએ જનોઇ હિન્દુ ધર્મના 16 સંસ્કારો માના એક સંસ્કાર છે આથી જનોઇ દીધા કે ધારણ કર્યા વગર મનુષ્ય ધર્મ અધુરો ગણાય છે. બ્રાહ્મણ તથા જે જ્ઞાતિમાં જનોઇ ધારણ કરવાનો રીવાજ હોય તે લોકો જનોઇ ધારણ ખાસ કરવી જોઇએ જેમ મૂર્તિમાં પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવે છે તેમ જનોઇમાં પણ દેવોના મંત્ર દ્વારા બધા ભગવાનનું આવાહન કરવામાં આવે આમ બધા જે દેવોની રક્ષા અને બળ અને કૃપા આપણી સાથે રહે છે.
જનોઇ દેતા સમયે જમણા કાનમાં ગુરુમંત્ર બોલવામાં આવે છે. આ જમણો કન પવિત્ર છે. આથી શૌચ સમયે પવિત્રતા જાળવવા જનોઇ જમણા કાને ધારણ કરવામાં આવે છે. જનોઇ માં નવ તંતુ ઓમાં ઓમકાર, અગ્નિ, સર્પ, સોમ, – પિતૃ પ્રજાપતિ અનીલ સર્વ વિશ્વાન નું મંત્ર દ્વારા આવાહન કરેલ હોય. તેની શકિત જનોઇમાં રહેલી છે. તે ઉપરાંત બ્રહ્મા, વિષ્ણુ અને રૂદ્ર ની શકિત પણ જનોઇ માં રહેલી છે.
જનોઇ નીચે પડી જાય અથવા દોરો તુટી જાય ત્યારે, દર ચાર માસ બાદ નવી જનોઇ ધારણ કરવી અથવા જન્મ મરણ ના તક બાદ નવી જનોઇ ધારણ કરવી, સૂર્ય અને ચંદ્ર ગ્રહણ બાદ નથી જનોઇ ધારણ કરવી, રક્ષાબંધનના દિવશે જનોઇ વિધિસર બદલાવી જનોઈ ધારણ કર્યાં બાદ ભાંગ ગાંજો માસ મદીરા નું સેવન કરવું નહી માતા- પિતા અને ગુરુ નો આદર રાખવો શકય હોય તો શીખા પણ રાખવી. જનોઇ ધારણ કરવાથી આરોગ્ય સારુ રહે છે મુશસબતો નો સામનો કરવાની શકિત મળે છે માનસીક શાંતિ મળે છે.