- આવતીકાલે રાજકોટ બનશે કમળમય: સર્વત્ર કેસરીયો માહોલ સર્જાશે
- બહુમાળી ભવન ચોક ખાતે સરદાર વલ્લભભાઈ પટેલને ફુલહાર કરી પરશોતમભાઈ રૂપાલા વિશાળ વિજય વિશ્વાસ સંમેલનને સંબોધશે
રાજકોટ લોક્સભાના ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર ભારતીય જનતા પાર્ટીના કાર્યર્ક્તા અને ખેડૂત આગેવાન આવતીકાલે તા.16 મી એપ્રિલના રોજ બપોરે વિજય મુહુર્તમાં તેમનું નામાંકન ભરશે.
આ નામાંકન દિવસે રાજકોટ કમળમય બનશે. ભાજપના કાર્યર્ક્તાઓમાં અનેરો ઉત્સાહ જોવા મળે છે. રાજકોટમાં સર્વત્ર કેસરીયો માહોલ છવાશે. આ નામાંકન પત્ર પૂર્વે સવારે 9:00 કલાકે રાજકોટના જાગનાથ મંદિર ખાતેથી રેલી-પદયાત્રા પ્રારંભ થઈ બહુમાળી ભવન ચોક સુધી આયોજન કરવામાં આવેલ હોય, બહુમાળી ભવન ચોક ખાતે પરશોતમભાઈ રૂપાલાજીના સમર્થનમાં શહેર ભાજપ ધ્વારા અભિવાદન કરવામાં આવશે જેમાં બહુમાળી ભવન ખાતે ડી.જે- બેન્ડની સુરાવલિઓ, નાસિક બેન્ડ, ઢોલ-નગારા, આતશબાજી, રાસગરબા મંડળી, પાર્ટીનો કેસરીયો ધ્વજ થકી કેસરીયો માહોલ સર્જાશે. આ તકે 1 હજારથી વધુ મહિલાઓ અને વિવિધ સમાજ-જ્ઞાતિના સમાજના આગેવાનો-પ્રતિનિધિઓ જોડાશે. આ રેલી જાગનાથ મંદિરેથી પ્રારંભ થઈ બહુમાળી ભવન ચોક ખાતે સમાપન થશે.
બહુમાળી ભવન ચોક ખાતે સરદાર વલ્લભભાઈ પટેલને ફુલહાર કરી પરશોતમભાઈ રૂપાલા વિશાળ વિજય વિશ્વાસ સંમેલનને સંબોધન કરશે. આ તકે પ્રદેશ ભાજપ અગ્રણીઓ સંબોધન કરશે. આ કાર્યક્રમમાં પ્રદેશ ભાજપના આગેવાનો, સાંસદો, ધારાસભ્યો, શહેરના હોદેદારો,તમામ વોર્ડ સંગઠનના કાર્યર્ક્તાઓ, વિવિધ સમાજના આગેવાનો, સામાજિક-શૈક્ષણીક-સેવાકીય, એનજીઓ ના આગેવાનો, શહેરીજનો વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહેશે.
ભાજપના તમામ શ્રેણીના કાર્યર્ક્તાઓ, વિવિધ સમાજના આગેવાનો, સામાજિક-શૈક્ષણીક-સેવાકીય સંસ્થાઓના આગેવાનોને આવતીકાલે સવારે 10:00 કલાકે બહુમાળી ભવન ચોક ખાતે વિશાળ સંખ્યામાં ઉમટી પડવા જાહેર અનુરોધ ધરતા શહેર ભાજપ પ્રમુખ મુકેશભાઈ દોશી, મહામંત્રી અશ્ર્વીન મોલીયા, ડો. માધવ દવે, વિરેન્દ્રસિંહ ઝાલાની એક સંયુક્ત અખબારી યાદીમાં જણાવાયું છે.