રૈયાધારી ૧૫૦ ફૂટ રીંગ રોડ સુધી પાઈપ લાઈન બદલવાની કામગીરી અંતિમ તબકકામાં હોય કાલે વોર્ડ નં.૧,૮,૯,૧૦,૧૧ અને ૧૩માં સવારે ૧૧ વાગ્યા સુધી પાણી વિતરણ નહીં કરી શકાય.
ગત વર્ષે ચોમાસાની સીઝનમાં પડેલા અપુરતા વરસાદને કારણે શહેરની જળ જ‚રીયાત સંતોષતા એક પણ જળાશયોમાં સંતોષકારક પાણીની આવક ન તા હાલ શહેરની વિતરણ વ્યવસ સંપૂર્ણપણે નર્મદાના નીર પર આધારિત ઈ જવાપામી છે. ઉનાળાના આરંભે જ પાણી વિતરણની ગાડી લડીયે ચડી ગઈ છે. હોળીના તહેવારો નજીક આવી રહ્યાં છે. ત્યારે પાણીના ધાંધીયા સર્જાયા છે. આવતીકાલે ન્યુ રાજકોટના ૬ વોર્ડમાં પાણી વિતરણ બંધ રાખવાની જાહેરાત મહાપાલિકા દ્વારા કરવામાં આવી છે.
કોર્પોરેશનની વેસ્ટ ઝોન કચેરીના એડિશ્નલ સિટી એજન્જીનીયરની યાદીમાં જણાવ્યાનુસાર રૈયાધાર ઈએસઆરી ૧૫૦ ફૂટ રીંગ રોડ ઈએસઆર સુધી ૬૦૦ મીટર ડાયાની પાણીની મેઈન પાઈપ લાઈન બદલવાની કામગીરી હા અંતિમ તબકકામાં છે. આ કામ પૂર્ણ કરવા માટે રૈયાધાર ઈએસઆર પાસે કુલ ૬ જોબ, ૧૫૦ ફૂટ રીંગ રોડ પર ગાર્બેજ સ્ટેશન, નાણાવટી ચોક, રૈયા ચોકડી અને અન્ય સ્ળ સહિત કુલ ૪ જોબ મળી ૧૦ જોબ કરવા માટે રૈયાધાર ઈએસઆર સંપૂર્ણપણે કાલી કરવો પડે તેમ છે. જેના કારણે તા.૧૦ને શુક્રવારના રોજ રૈયાધાર ઝોન હેઠળ આવતા તમામ વિસ્તારો અને ચંદ્રેશનગર ઝોનના તમામ વિસ્તારોમાં ૧૧ વાગ્યે સુધી પાણી વિતરણ કરી શકાશે નહીં. આ વિસ્તારોમાં વોર્ડ નં.૧, વોર્ડ નં.૮ (પાર્ટ), વોર્ડ નં.૯ (પાર્ટ), વોર્ડ નં.૧૦ (પાર્ટ), વોર્ડ નં.૧૧ (પાર્ટ) અને વોર્ડ નં.૧૩ (પાર્ટ)માં કાલે ૧૧ વાગ્યા સુધી પાણીકાપ લાદવામાં આવ્યો છે. મવડી ઝોનમાં પણ પાણીકાપની જાહેરાત કરવામાં આવી હતી. પરંતુ ભાદર યોજનામાંી ૮ ી ૧૦ એમએલડી વૈકલ્પીક વ્યવસ કરી મવડી ઝોનમાં પાણી કાપ વગર સપ્લાય કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જો આજે મધરાતે ૪ વાગ્યા સુધીમાં તમામ જોબનું કામ પૂર્ણ ઈ જશે તો પાણીકાપ ઉઠાવી લેવામાં આવશે.
અત્રે ઉલ્લેખનીય છે કે, રૈયાધાર ઈએસઆર આવતીકાલે સંપૂર્ણપણે ખાલી કરી દેવામાં આવશે. ત્યારબાદ બપોરે ૧૧ વાગ્યા સુધીમાં રૈયાધાર ઈએસઆરમાં પર્યાપ્ત માત્રામાં પાણીનો જથ્ો સંગ્રહિત નહીં ાય તો ૧૧ વાગ્યા પછી જે વિસ્તારોમાં પાણી વિતરણ કરવામાં આવે છે ત્યાં પણ વિતરણ વ્યવસ ખોરવાય તેવી સંભાવના હાલ નકારી શકાતી ની. અત્રે ઉલ્લેખનીય છે કે, બે દિવસ પૂર્વે હડાળા પમ્પીંગ સ્ટેશન પરી રાજકોટને બેડી ફિલ્ટર પ્લાન્ટ ખાતે અપાતા પાણીમાં પણ ધાંધીયા સર્જાયા હતા જેના કારણે ગઈકાલે જયુબેલી ઝોન હેઠળ આવતા અનેક વિસ્તારો ધીમા ફોર્સની પાણી વિતરણ તું હોવાની ફરિયાદો ઉઠી હતી.