- સ્વનિર્ભર શાળા સંચાલક મંડળના
- 100થી વધુ શાળા અને 10,000થી વધારે ઘરોમાં વરસાદી પાણીનો સંગ્રહ બોર રિચાર્જ દ્વારા કરવાનું અભિયાન
સ્વનિર્ભર શાળા સંચાલક મંડળ સામાજિક, સેવાકીય, સાંસ્કૃતિક અને પર્યાવરણની જાળવણી માટે કાર્ય કરવા હંમેશા અગ્રેસર રહે છે. વર્તમાન સમયમાં ભારત દેશના ઘણા શહેરો અને રાજ્યોમાં જળસંકટની પરિસ્થિતિ જોવા મળી રહી છે, ત્યારે એક સામાજિક જવાબદારીના ભાગરુપે તેમજ પ્રકૃતિના સંવર્ધન માટે જળ સંચય અભિયાન સ્વનિર્ભર શાળા સંચાલક મંડળ દ્વારા હાથ ધરવામાં આવેલ છે. એસ.એફ.એસ. જળ સંચય અભિયાનનો શુભારંભ આગામી તા. 10 મે, શુક્રવારના રોજ સવારે 09:30 કલાકે રાજકોટ શહેરના મ્યુનિસિપલ કમિશ્નર આનંદ પટેલના વરદ હસ્તે ન્યુ એરા સ્કૂલ, રૈયા રોડ ખાતેથી કરવામાં આવશે.
આ અભિયાન અંગે વધુ માહિતી આપતા સ્વનિર્ભર શાળા સંચાલક મંડળના પ્રમુખ ડી.વી.મહેતા જણાવે છે કે રાજકોટ શહેરના ભવિષ્યના બેંગલોર, દિલ્હી, જયપુર બનાવતા અટકાવવા માટે સ્વનિર્ભર શાળા સંચાલક મંડળ રાજકોટ દ્વારા વરસાદી પાણીને બોર રિચાર્જિંગ દ્વારા ભુગર્ભમાં ઉતારી અને ભૂગર્ભના જળના સ્તરને ઉપર લઈ આવવાના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે. સ્વનિર્ભર શાળા સંચાલક મંડળ દ્વારા રાજકોટ શહેરમાં આ વર્ષે 100 થી વધુ શાળાઓ અને 10.000 થી વધારે ઘરોમાં વરસાદી પાણીનો સંગ્રહ બોર રિચાર્જ દ્વારા કરવાનું અભિયાન શરૂ કરવામાં આવેલ છે. આ અભિયાનનો શુભારંભ કાર્યક્રમમાં રાજકોટ શહેરના મ્યુનિસિપલ કમિશ્નર આનંદ પટેલ ઉપરાંત ગુજરાતના જાણીતા આર્કિટેક અને પર્યાવરણવિદ લોકેન્દ્ર બાલાસરિયા અમદાવાદથી ખાસ ઉપસ્થિત રહેનાર છે. આ પ્રસંગે સ્વનિર્ભર શાળા સંચાલક મહામંડળના પ્રમુખ ભરતભાઈ ગાજીપરા, ઉપ-પ્રમુખ જતીનભાઈ ભરાડ, મહામંત્રી અજયભાઈ પટેલ ઉપરાંત સ્વનિર્ભર શાળા સંચાલક મંડળના તમામ હોદ્દેદારો, કારોબારી કમિટીના સભ્યો, ઝોન ઉપપ્રમુખ, સમાજના જુદા જુદા ક્ષેત્રના આગેવાનો ઉપસ્થિત રહેનાર છે.
આ અભિયાનમાં રાજકોટ સ્વનિર્ભર શાળા સંચાલક મંડળના પ્રમુખ ડી. વી. મહેતા, મહામંત્રી પરીમલભાઇ પરડવા, મહામંત્રી પુષ્કરભાઇ રાવલ, ઉપપ્રમુખ અવધેશભાઇ કાનગડ, ઉપપ્રમુખ ડો. ડી. કે. વડોદરીયા, ઉપપ્રમુખ સુદિપભાઇ મહેતા, સૌરાષ્ટ્ર ઝોન ક્ધવીનર જયદિપભાઈ જલુ, મેહુલભાઈ પરડવા, વિપુલભાઈ પાનેલીયા, સંદીપભાઈ છોટાળા, રાજય મહામંડળના પ્રમુખ ભરતભાઇ ગાજીપરા, ઉપપ્રમુખ જતીનભાઇ ભરાડ અને મહામંત્રી અજયભાઇ પટેલ તેમજ મંડળના કોર કમિટી, કારોબારીના સદસ્યો, તમામ ઝોન ઉપપ્રમુખ, મહામંત્રી વગેરે સહયોગ આપી રહ્યા છે. સાથે ગીર ગંગા પરિવાર ટ્રસ્ટમાંથી દિલીપભાઈ સખિયા, પ્રતાપભાઈ પટેલ, જમનભાઈ પટેલ, દિનેશભાઈ વોરા અને પ્રતાપભાઈ પટેલ વગેરે લોકો પણ ખૂબ જ જહેમત ઉઠાવી રહ્યા છે. આ જળ સંચય અભિયાનમાં જોડાઈને પર્યાવરણનું સંરક્ષણ કરવા તમામને જોડાવા હાર્દિક અપિલ કરવામાં આવે છે.