શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાની પ્રેરક ઉપસ્થિતિમાં
સંત-સતીજીના શહેરમાં વસતા સ્વજનોનો સન્માન સમારોહ
સત્ય ધર્મનો સંદેશ આપીને હજારો ભાવિકોને સંયમની દિશા તરફ લઇ જઈ રહેલા રાષ્ટ્રસંત પૂજ્ય નમ્રમુનિ મહારાજ સાહેબના પરમ શરણમાં દીક્ષા અંગીકાર કરવા તત્પર રાજકોટની બે દીકરીઓ મુમુક્ષુઓ ઉપાસનાબેન સંજયભાઈ શેઠ અને શ્રી આરાધનાબેન મનોજભાઈ ડેલીવાળાનું સન્માન રાજકોટની સ્કૂલ્સના વિદ્યાર્થીઓ, શિક્ષકો અને પ્રિન્સિપાલ્સ દ્વારા ડુંગર દરબારમાં કાલે શનિવારે સવારે ૦૮.૦૦ કલાકે શે.
સમસ્ત રાજકોટ સનકવાસી જૈન સંઘોના આંગણે, મહાવીરનગર સનકવાસી જૈન સંઘના ઉપક્રમે, ગુજરાતરત્ન પૂજ્ય સુશાંતમુનિ મ.સા., દીક્ષાપ્રદાતા દીક્ષાદાનેશ્વરી રાષ્ટ્રસંત પૂજ્ય નમ્રમુનિ મ.સા., આદિ ૬ સંતો તા મહાસતીજીવૃંદના સાન્નિધ્યે યોજાનાર મુમુક્ષુઓ ઉપાસનાબેન સંજયભાઈ શેઠ અને આરાધનાબેન મનોજભાઈ ડેલીવાળાનો ભાગવતી જૈન દીક્ષા મહોત્સવ અવસરનિકટ આવી રહ્યો છે ત્યારે દીક્ષાર્થીઓના સંયમ ભાવોની અનુમોદના કરવા માટે ન માત્ર જૈન સમાજ, ન માત્ર અન્ય સંસઓ, પરંતુ શિક્ષણક્ષેત્રે વિકાસ કરનારા વિદ્યાર્થીઓ માંથી આત્મિક ક્ષેત્રે ઝળહળતી પ્રગતિ કરનારા આ બન્ને મુમુક્ષુઓ માટે ગર્વ અનુભવનારી સ્કૂલનાં વિદ્યાર્થીઓ, શિક્ષકો તેમજ શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા ડુંગર દરબારમાં દીર્કક્ષાર્થીઓનું સન્માન અને બહુમાન કરશે.ચાણક્ય સ્કૂલ, ધોળકીયા સ્કૂલ દ્રારા વૈરાગ્ય પ્રેરક કાયેક્રમો પ્રસ્તુત કરવામાં આવશે. ૫૦૦૦ થી વધારે વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહેશે. રાષ્ટ્રસંત પૂજ્ય ગુરુદેવશ્રી નમ્રમુનિ મ.સા.બાળકોને જીવન ઉપયોગી હિતશિક્ષા પાઠવશે.
વિશેષમાં, છેલ્લાં ૧૦૦ વર્ષમાં સંયમ અંગિકાર કરીને પ્રભુના શાસનને ગૌરવ બક્ષનાર એવા ગોંડલ, અજરામર, સંઘાણી, ગોપાલ,બોટાદ, કચ્છ, ખંભાત, બરવાળા આદિ સંપ્રદાયનાપૂજનીય સંત-સતીજીઓના સૌરાષ્ટ્રના રાજકોટમાં રહેતા ઉપકારીમાતા-પિતાનું શ્રી ગોંડલ સંપ્રદાય વતી સન્માન કરવામાં આવશે.